________________
[ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते અમારા જેવા મૂર્ખાઓ પણ ગુરુભક્તિપ્રભાવથી પંડિતની પંક્તિમાં પ્રવેશ કરે છે. ગુરુમતિથી આનાથી બીજે કયા આશ્ચર્યકારી બનાવ છે ? અર્થાત્ ગુરુભક્તિથી થતા આશ્ચર્યકારી લાભમાં આ લાભ સૌથી મહાન છે. કારણ કે આ (=મૂખ પણ પંડિત બને તે) કાર્ય પાષાણને બચાવવા સમાન દુષ્કર છે. આથી ગુરુ જ અચિંત્ય સામર્થ્યવાળા છે.' [૯] ગુરુના ગુણગણેનું કીર્તન કરવા ઈન્દ્રો પણ સમર્થ નથી, તો પછી ભક્તિથી ગુરુના ગુણોનું કીર્તન કરવાની ભાવના છતાં મારા જેવા બીજા મનુષ્યોની શી શકિત હોય? ગુરુ અવર્ણનીય અનંતગુણના મહાન પાત્ર હોવાથી એના કેટલા ગુણ કહી શકાય ? અહીં કરેલ ગુણૂણેનું વર્ણન શ્રોતાઓના પ્રોત્સાહન માટે માત્ર દિગ્દર્શન કરવા પૂરતું છે. [૧૦] यत एवं तत आह
इत्तो गुरुकुलवासो, पढमायारो णिदंसिओ समए ।
उवएसरहस्साइस, एयं च विवेइअं बहुसो ॥११॥ 'इत्तोत्ति । 'इतः' अनन्तगुणोपेतत्वाद् गुगेर्गुरुकुलवासः प्रथमाचारः 'समये' सिद्धान्ते निदर्शितः, आचारस्यावावेव “सुअं मे आउसंतेणं” इति सूत्रस्य निर्देशात् । एतच्च उपदेशरहस्यादिषु, आदिना यतिलक्षणसमुच्चयादिपरिग्रहः, 'बहुशः' बहीर्वाराः 'विवेचितम्' उपदेशपदपञ्चाशकादिग्रन्थानुसारेण विशिष्य निर्णीतमिति तत एवैतत्तत्त्वमवसेयं नेह भूयः प्रयासः ॥११॥
ગુરુકુલવાસની મહત્તા ગુરુ અનંતગુણથી મુક્ત હોવાથી શાસ્ત્રમાં શું કહ્યું છે તે કહે છે :
ગુરુ અનંતગુણ યુક્ત હોવાથી જ શાસ્ત્રમાં ગુરુકુલવાસને પ્રથમ આચાર કહ્યો છે. આચારાંગમાં પ્રારંભમાં જ પુત્ર સાસંદ એ સૂત્રને નિર્દેશ છે. [આચારાંગના પહેલા સૂત્રમાં “g મે માસમાં મનાવવા માચં” = “શ્રી સુધર્માસ્વામી પિતાના શિષ્ય શ્રી જંબુસ્વામીને કહે છે કે “હે આયુમન જંબુ ! ગુરુકુલવાસમાં (=ભગવાન પાસે) રહેતા મેં સાંભળ્યું છે કે ભગવાને આમ કહ્યું છે.' એમ કહીને ગુરુકુલમાં વાસ કરવાનું સૂચન કર્યું છે. આચારાંગ સૂત્રમાં સાધુઓના આચારોનું વર્ણન છે. માટે જ તેનું આચાર + અંગ = આચારાંગ એવું નામ છે. તેના પહેલા જ સૂત્રમાં ગુરુકુલવાસનું સૂચન કર્યું હોવાથી બધા આચારોની પહેલાં ગુરુકુલવાસ રૂ૫ આચાર જણાવ્યા છે. આથી ગુરુકુલવાસ પ્રથમ આચાર છે.]
આ વિષયનો ઉપદેશપદ (ગાથા ૬૮૦ વગેરે), પંચાશક (૧૧-સાધુધમ પંચા. ગાથા. ૧૯ વગેરે) આદિ ગ્રંથોના આધારે ઉપદેશરહસ્ય (ગા. ૧૩), યતિલક્ષણસમ્રચય આદિ ગ્રંથોમાં વિશેષ નિર્ણય છે. માટે ફરી અહી તે વિષયનું વિવેચન કર્યું નથી. જિજ્ઞાસુએ આ વિષય ત્યાંથી જ જાણી લેવું. [૧૧] __ अत्रैवोपयुक्त वक्तव्यशेषमाह
इण्हि पुण वत्तव्वं, ण णाममित्तेण होइ गुरुभत्ती ।
चउसु वि णिक्खेवेसुं, जं गेज्झो भावणिक्खेवो ॥१२॥ ૧. પંચા. ૧૧ ગાથા ૩૬ ની ટીકા. નિર્માણો નરોડનાકુતિરપિ..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org