SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः | પ્રતિજ્ઞા :–“ગુરુતત્ત્વવિનિશ્ચયને કહીશ” એ શબ્દોથી ગ્રંથકારે પોતાની પ્રતિજ્ઞા (=સંકલ્પ) જણાવી છે. પ્રતિજ્ઞા જણાવીને શિષ્યનું અવધાન કર્યું =શિષ્યના મનને બીજા વિષયોમાંથી ખેંચીને ગુરુતત્ત્વવિનિશ્ચયમાં કેન્દ્રિત કર્યું. ગ્રંથરચનાનું પ્રયોજન :-- આત્માથી છના હિત માટે” એ શબ્દોથી ગ્રંથ રચવાનું પ્રયોજન જણાવ્યું છે. કારણ કે આ ઉપદેશથી તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, અને મિથ્યાજ્ઞાન દૂર થાય છે. એથી આમાથી જીવોનું હિત થાય છે. ચાર અતિશયે : (અતિશય એટલે બીજા કેઈ જીવમાં ન હોય તેવી વિશેષતા.) આ લેકમાં જિનેશ્વર ભગવાનના અપાયાપગમ અતિશય, પૂજા અતિશય, જ્ઞાન અતિશય અને વચન અતિશય એ ચાર મુખ્ય અતિશનું સૂચન કર્યું છે. તે આ પ્રમાણે – જિનેરશ્ન એ પદથી અપાયાપરામ અતિશયનું સૂચન કર્યું છે. કારણ કે રાગાદિ શત્રુઓને જીતે તે જિન, જિનેમાં ઇંદ્ર=મુખ્ય તે જિનંદ્ર, એવી જિનેન્દ્રપદની વ્યુત્પત્તિ છે. (અપાયને સર્વ દુઃખને અપગમ=નાશ તે અપાયા પગમ.) રાગાદિ શત્રુઓને સંપૂર્ણપણે નાશ કરવાથી જ તવથી અપાયાગમની સિદ્ધિ થાય છે. “વિશ્વસથિત ' એ પદથી પૂજા અતિશયનું સૂચન કર્યું છે. કારણ કે જગતના જીવોએ શંખેશ્વરમાં બિરાજમાન પ્રભુ પ્રતિમાની કરેલી ઉત્કૃષ્ટ પૂજા પ્રત્યક્ષ દેખાય છે. અથવા જિનેન્દ્ર એ પદથી જ પૂજા અતિશયનું સૂચન કર્યું છે. જગતપૂજ્ય જિનેના પણ ઈદ્ર મુખ્ય હોવાથી ભગવાનની પરમપૂજ્યતાની સિદ્ધિ થાય છે. શ્વરસંથિ’ એ પદથી અપાયાપગમ અતિશયનું સૂચન કર્યું છે. કારણકે જરાસિંધુ રાજાએ યાદવોના સૈન્ય ઉપર જરાવિદ્યા ફેરવીને યાદને અત્યંત કષ્ટમાં મૂકી દીધા, પણ જિનપ્રતિમાના પ્રભાવથી એમનું કષ્ટ દૂર થયું, અને એથી જિનપ્રતિમાને શંખેશ્વરપુરમાં સ્થાપિત કરી.' (આને અર્થ એ થયે કે જિનેશ્વરે બીજા જીના અપાચેને દૂર કરે છે. જેના પિતાના અપાયો દૂર થયા હોય તેની પ્રતિમાના પ્રભાવથી બીજાના અપાયો દૂર થઈ શકે. એટલે અહીં બીજા જીવોના અપાચેને દૂર ૧. જળ જરાસંધ મુકુંદ ઉપર એન સબલો લાવિયે, બલવંત નેમકુમાર સાથે, દ્વારાપુરપતિ આવિય; કરે યુદ્ધ સબલા નાહિ નબલા, ગરવ મદભર પૂરિયા, ગજરાજ હાર્યા ન રહે વાર્યા, શત્રુ સઘલા ચૂરિયા. ૧ ઈમ કુંત બાણ કબાણ ખર્શ ને નાલ ગોલા ઉછલે, ધીરા તે પગ પાછો ન દિયે, કાયર કંપે કલમલે, ઈમ યુદ્ધ કરતા ક્રોધ ધરતા, હારે ન કે જીતે નહિ, તવ જરાસંધ ક્રોધવશ હુઓ મૂકે જરા અવસર લહિ. ૨. તવ જરા ધારા સર્વ હાર્યા, શ્રીપતિ મન ચિંતા વસી, તવ નેમનાથ જિર્ણોદ બેલે. નારાયણ ચિંતા કિસી, કહો સ્વામિ સીસ નામિ, સુભટ સહુ આવી જરા, કિમ જુધ કિજે જય વરિજે, કહે શ્રીમ જિનેશ્વરા. ૩. તવ કહે જદુપતિ સુણે શ્રીપતિ, અઠ્ઠમ તપ તુમે આદરી, ધરણે સાધી મન આરાધી, પાર્થ પ્રતિમા હિત ધરી, તસ નમણુ જલસું સિંચી તે કરી, અવર ચિંતા છે કિસી ધરણંદ્ર સાધી મન આરાધી, પાશ્વ પ્રતિમા આણી ઉલસી. ૪. તવ નમણ નીરે સહુ શરીરે, સુભટ હુઆ સજજ એ, જરાસંધ હાર્યો ચક્ર માર્યો, શ્રીપતિ સરિયો કાજ એ, વિહાં પાર્શ્વ કે અતિ ભલેરું ભવન કીધું દીપતું; તે નગર વાર્યુ શંખપુરસ્યું સુરલોકથી જી૫તું. પ. [શ્રી શંખેશ્વર પાશ્વનાથ છંદ ઢાળ ત્રીજી]. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy