________________
૨૨ ]
[ mોપત્તિ-ગુમડામાવાનુવાદુરે મંડલી સ્વસ્થાન (=માંડલીના નિયત સ્થાન)માં જ થાય છે, અને અવિચ્છિન્ન હોય છે. મંડલીમાં ધારેલાએ (=એકે જેની ધારણા કરી છે તેણે) અન્યની ધારણા કરી ન હોવાથી ધારણ કરનારને જે લાભ થાય છે, તે બધે લાભ વ્યાખ્યાતાને મળે છે. (ભાવાર્થ :- હું અમુક પાસે શ્રત ભણીશ એમ ધારણ કરીને કોઈ સાધુ તેની પાસે શ્રત ભણવા જવા માટે વિહાર કરે. તેને વિહારમાં રસ્તામાં શિષ્યાદિ જે કંઈ મળે તે બધું શ્રત ભણવા જેની ધારણા કરી છે તેની માલિકીનું થાય. વિહારમાં રસ્તામાં શિવાદિ જે કંઇ મળે તે બધું તો ભણાવનારનું થાય જ, પણ ભણતે હોય તે દરમિયાન પણ જે કંઈ મળે તે પણ ભણાવનારને મળે.)
કહ્યું છે કે-“આવલિકા અને મંડલીમાં છિન્ન અને અછિન રૂપ વિશેષ છે. આવલિકા છિન્ન છે અને મંડલી અછિન્ન છે. આવલિકામાં ઉપાધ્યાય એકાંતમાં બેસે છે. મંડલીમાં ઉપાધ્યાય સ્વસ્થાને બેસે છે. સચિત આદિ સંબંધી આભાવ્ય ભણાવનારમાં જાય છે. અર્થાત સચિત્ત આદિ સંબંધી આભાવ્ય ભણાવનારનું થાય છે.” (વ્ય. ઉ. ૪ ગા૦ ૧૦૪).
તથા “છિન્ન ઉપસંપદામાં ધારણ કરનાર અને ભણનારને થતા બધે લાભ અંતિમ અધ્યાપકમાં રહે છે. મંડલીમાં થતા લાભ વ્યાખ્યાતાની પાસે રહે છે. મંડલીમાં રહેનાર (વાચના લેનાર)ની પાસે નહિ. મંડલીમાં રહેનારને જે લાભ થાય છે તે પણ નિયામાં વ્યાખ્યાતાને મળે છે, રેલાયેલું પાનું નીચી ભૂમિને પામે છે તેમ.” (વ્ય, ઉ. ૧૦ ગા. ૧૩૨-૧૩૩)
તથા (વ્યવહારની) ચૂર્ણિમાં પણ કહ્યું છે કે “અવિછિન ઉ૫સંપદા એટલે બીજા વડે ધારણ કરીને બીજાને ધારણ ન કરે.” તથા “અહીં (વિછિન ઉપસંપદામાં) બધાનો લાભ અંતિમ અધ્યાપકમાં જાય છે.”
જેમ બે ઘડાઓ પરસ્પર એકબીજાને ઘસે–ખંજવાળે તેમ વારાફરતી પરસ્પર પૂછવું તે ઘટકકQયન.
સૂત્રમાં ઉત્તરેત્તર બલવત્તા ઉક્ત ત્રણ પ્રકારમાંથી કઈ પણ પ્રકારથી સૂત્ર કહેવામાં આવે ત્યારે સામાયિક સૂત્રથી આરંભી દષ્ટિવાદમાં આવેલ અડ્ડયાશી સૂત્રો સુધી ઉત્તરોત્તર સૂત્ર બલવાન છે. ભાવાર્થએક એકની પાસે આવશ્યક ભણે છે, તે આવશ્યક ભણનારની પાસે દશવૈકાલિક ભણે છે, તે ક્ષેત્ર દશવૈકાલિકના વાચનાચાર્યનું થાય. તથા એક એકની પાસે દશવૈકાલિક ભણે છે, દશવૈકાલિકને વાચનાચાર્ય દશવૈકાલિક ભણનારની પાસે ઉત્તરાધ્યયન સૂત્ર ભણે છે, તો ક્ષેત્ર ઉત્તરાધ્યયનના વાચનાચાર્યનું થાય. એ પ્રમાણે દષ્ટિવાદના અડ્રયાશી સૂત્રો સુધી જાણવું.
અહીં આટલી વિશેષતા છેઃ– મંડલિકા આવલિકાની જેમ જ છે. મંડલિકા ભણેલું ભૂલાઈ જતાં ફરી યાદ કરવામાં, ધર્મકથાશાસ્ત્રો અને વાદશાસ્ત્રોને ભણવામાં કે યાદ કરવામાં, પ્રકીર્ણક શ્રતને ભણવામાં બહુશ્રતને પણ હોય. તે આ પ્રમાણે- એક એકની પાસે ભૂલાઈ ગયેલું આવશ્યક યાદ કરે છે. આવશ્યક વાચનાચાર્ય તેની પાસે દશવૈકાલિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org