________________
૧૮
હમણાં પણ સૂત્રાનુસાર ક્રિયા છે:— જે કે હમણાં ઘણા વ્યવહાર સ્વમતિથી કલ્પેલા જ દેખાય છે, તે પણ સૂત્ર અને આચરણ અનુસાર ક્રિયા નાશ પામી નથી. કારણ કે અખ'ડિત પર પરામાં તે ક્રિયા પ્રત્યક્ષથી જ અખંડિત દેખાય છે. (ઉ. ૧. ગા. ૧૮૦) નિજ રા:— સાધુ કોઈ પણ ચેાગમાં અસંખ્ય ભવામાં ઉપાર્જન કરેલાં કર્યાં ખપાવે છે, પણ સ્વાધ્યાયમાં વિશેષ પ્રકારે ખપાવે છે. વૈયાવચ્ચમાં તેનાથી પણ વિશેષરૂપે ખપાવે છે. અનશનીની વૈયાવચ્ચમાં તેનાથી પણ વિશેષરૂપે ખપાવે છે. (ઉ. ૧ ગા. ૨૦૧) વ્યવહારનુ =ક્રિયાનું મહત્ત્વ:— વ્યવહાર એટલે સાધુના શુદ્ધ આચારે ક્રિયાઓ. ક્રિયામાં જ રત્નત્રયીના સમાવેશ થઈ જાય છે. તે આ રીતેઃ– ક્રિયાના એધ જ્ઞાન છે. ક્રિયાની રુચિ દર્શીન છે, ક્રિયા જ ચારિત્ર છે. વ્યવહાર ક્રિયારૂપ છે, અથવા સંપૂર્ણ વ્યવહારમાં સાક્ષાત્ પરંપરાએ બધા ય જ્ઞાનના અને ક્રિયાના ભેદાના સમાવેશ થઈ જાય છે. આથી વ્યવહારથી જ સગુણાની સપૂણતા સિદ્ધ થાય છે, અર્થાત્ સાધુ વ્યવહારથી જ સગુણસંપન્ન અને છે. (ઉ. ૨ ગા. ૧)
સાવદ્ય પ્રતિસેવાના ત્યાગથી લાભઃ- કારણપ્રતિસેવા (=કારણસર દોષાનુ સેવન) પણ સાવદ્ય ઇષ્ટ નથી. જો કે અતિ આગાઢ કારણેામાં સાવદ્ય પણ કારણપ્રતિસેવા ઇષ્ટ છે, આમ છતાં તેના ત્યાગ કરવામાં દોષ નથી, (એટલું' જ નિડુ પણ લાભ થાય છે તે આ પ્રમાણે:-) ધર્માંમાં દૃઢતા થાય છે. વારવાર દોષસેવન થતું નથી અને નિર્દયતા આવતી નથી. (૩. ર્ગા. ૨૬)
કયા સાધુને કયા યાગમાં જોડવા ?:— જે સાધુમાં જે શક્તિ હાય તેને તે શક્તિમાં જોડવા જોઇએ. તે આ પ્રમાણેઃ- જેનામાં ઉપકરણ મેળવવાની શક્તિ હાય તેને ઉપકરણ મેળવવાના કામમાં જોડવા જોઇએ. સૂત્રપાઠની શક્તિવાળાને સૂત્રપાઠમાં, અ ગદ્ગુણની શક્તિવાળાને અ ગ્રહણમાં, વારની શક્તિવાળાને વાદ કરવામાં, ધર્મકથાની શક્તિવાળાને ધર્મ કહેવામાં, ગ્લાનસેવામાં કુશળને ગ્લાનસેવામાં જોડવા જોઈ એ. આ પ્રમાણે કરવાથી જ ગચ્છની અને નિર્જરાની વૃદ્ધિ થાય છે. (ઉ. ૨ ગા. ૭૦)
ગુરુપૂજાથી થતા લાભે:— આચાર્યની પૂજા કરવાથી પૂજક આગમ ઉપર બહુમાન કરે છે. કારણ કે તેમનામાં આગમ રહેલું છે. પૂજકને ભગવાનની આજ્ઞાનું પાલન થાય છે, કારણ કે ભગવાનની તેવી આજ્ઞા છે કે સદા ગુરુની પૂજા કરવી જોઈ એ. જેએ ગુરુવિનયથી હજી ભાવિત નથી, તેએ પૂજકને ગુરુપૂજા કરતા જોઈને સ્થિર અને છે. વિનય કરવાથી નિર્જરા થાય છે. માનના નાશ થાય છે. પૂજકને પૂજાથી આ લાભા થાય છે. (ઉ. ૨ ગા. ૭૨)
સંઘ (શ્રમસથ) કોને કહેવાય ? : - જે એકઠું કરે તે સંઘ. માતા-પિતા વગેરે સંસારીઓના સઘાતને (=સમૂહને) છેાડીને સયમસઘાતને પામીને જ્ઞાનચારિત્રના સઘાતને એકઠા કરે=પેાતાના આત્મામાં રાખે તે સ`ઘ છે. (ઉ. ૨ ગા. ૧૪૦) આછામાં ઓછા કેટલા સાધુ સાથે હોવા જોઈએ ? :- શેષકાળમાં ઓછામાં આછા પાંચ અને ચામાસામાં ઓછામાં ઓછા સાત સાધુએ સાથે હાવા જોઇએ. (ઉ. ૨ ગા. ૧૯૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org