SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ સંયમ મેક્ષનું કારણ છે:– પરમાર્થથી તે પ્રશસ્ત રાગ જ સ્વર્ગનું કારણ છે, સંયમ તે મોક્ષનું કારણ છે. (ઉ. ૧ ગા. ૯૮). વંદન: - દીક્ષા પર્યાયમાં નાના સાધુને વંદન ન કરવું. પણ તેની પાસે આલોચના લેવી હોય વગેરે પ્રસંગે નાનાને પણ વંદન કરવું. સાદવીઓને પણ ઉત્સર્ગથી વંદન ન કરવું. અપવાદથી તે અપૂર્વ શ્રુતસ્કંધને ધારણ કરનારી કઈ મહત્તરાને ઉદ્દેશસમુદેશ આદિમાં ફેટાવંદનથી વંદન કરવું. (ઉ. ૧ ગા. ૧૧૧) [આમાં ક્યાંય સાધવીજીઓને ખમાસમણપૂર્વક અભુટિઓથી વંદન કરવાની વાત નથી.] ચારિત્રલક્ષણ:- સરળપણે યથાશક્તિ ચારિત્ર પાલન કરવું એ જ ચારિત્રનું લક્ષણ છે. (ઉ. ૧ ગા. ૧૨૪) બાલદીક્ષાની મહત્તા:- જેઓ બાલ્યાવરથાથી જ ગુરુ પાસે ગ્રહણશિક્ષા અને આસેવન શિક્ષા પામીને નિશ્ચય-વ્યવહાર એ બે નાના પરમાર્થને પામે છે, તેઓ તીર્થને પ્રવર્તાવે છે, બીજાએ નહિ. (ઉ. ૧ ગા. ૧૫૦) સાધુઓમાં પ્રરૂપણું અને આચાર સમાન જોઈએ. જે સાધુઓની પ્રરૂપણ અને વ્યવહાર (=બાહ્ય આચરણ) એક છે તે સાધુઓ લોકોને બેધિબીજ પમાડે છે, અને શાસનના પ્રભાવક બને છે. (ઉ. ૧. ગા. ૧૫૧) ગચ્છાધિપતિની જવાબદારી:- સર્વ સાધુઓનું પ્રાયશ્ચિત્ત એક સ્થળે ભેગું કરતાં જેટલું થાય તેનાથી ચારગણું પ્રાયશ્ચિત્ત પ્રમાદી ગચ્છાધિપતિને (કે પ્રવતિનીને) આવે, એમ મહાનિશીથમાં કહ્યું છે. કારણ કે ગુરુ પ્રમા હોય તે બધા સાધુઓ પ્રમાદી બને, ક્રિયામાં ઉત્સાહ ભાંગી જાય, તેથી ક્રિયામાં થતી પ્રવૃત્તિ માત્ર કાયકલેશ રૂપ બની જવાથી પુણ્યફળથી વંચિત રહે છે. (ઉ. ૧ ગા. ૧૭૪) ગુરુએ શિષ્યનો ત્યાગ કરે જોઈએ:- સ્વયં પ્રમાદ રહિત પણ ગચ્છાધિપતિ ગચ્છની સારણા-વારણ–ચેયણા-પડિચણ ન કરે તે તેને મોટું પ્રાયશ્ચિત્ત આવે. અને જે ગચ્છાધિપતિ પિતાના દુષ્ટ શિષ્યને ત્યાગ ન કરે તે તેને સંઘથી બહાર કરવો. ગુણ-દોષની પરીક્ષા કર્યા વિના શિષ્યોને દીક્ષા આપે તે તેનાથી જ પહેલું પ્રાયશ્ચિત્ત આવે. દીક્ષા આપ્યા પછી તેના દોનું જ્ઞાન થયા પછી પણ તેનો ત્યાગ ન કરે તે બીજું પ્રાયશ્ચિત આવે. કારણ કે જે ત્યાગ ન કરે તે સ્વછંદી બની જવાથી તેનામાં દોષ વધે. શિબે કુગુરુને ત્યાગ કરવો જોઈએ:– શિષ્ય પણ તેવા કુગુરુનો ત્યાગ કરે જોઈએ. શિષ્ય કુગુરુના અધિકારનો ત્યાગ કરીને અન્ય સુવિહિત ગરછમાં જઈને ઉપસંપદા સ્વીકારવી જોઈએ. ત્યાં સંયમનું ઉત્તમ રીતે પાલન કરવું જોઈએ. (ઉ. ૧ ગા. ૧૭૬) સાધકનું સુગુ-કુગુરુ સંબંધી કર્તવ્ય:-- પાંચમા આરામાં કુગુરુઓ ઘણું હોવાથી સૂક્ષમ રીતે બરાબર જોઈને=ઓળખીને પ્રવૃત્તિ કરવી, પણ ગભરાઈ ન જવું. અર્થાત્ સાધુઓમાં દો દેખાવાથી બધા જ આવા છે એમ વિચારીને ગુરુવંદનાદિ બંધ ન કરવું. તેમ ગતાનુગતિકપણે પણ ન વર્તવું. અર્થાત્ બધા લોકો જેને ગુરુ માને તેને આપણે પણ ગુરુ માનવા એમ વિચારીને ગમે તે ગુરુને વંદનાદિ ન કરવું. કારણ કે સમ્યગદષ્ટિ જીવ સારી રીતે પરીક્ષા કરીને (વંદનાદિ કરનાર હોય. (ઉ. ૧ ગા. ૧૭૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy