________________
આ ગ્રંથની થોડીક વિશિષ્ટ વાનગીઓ
સમ્રાહકઃ મુનિશ્રી રાજશેખરવિજયજી ગુરુમહિમા – જૈનોમાં પણ પાસસ્થા, નિદ્ભવ આદિના અસદ્દવિચારથી છેતરાઈ જવાના કારણે ઘણા લોકે દુખગર્ભિત અને મેહગર્ભિત વૈરાગ્યવાળા હોય છે. આવા લોકો જૈન દેખાતા હોવા છતાં જન નથી, કિંતુ જેનાભાસ છે. વૈરાગ્યનો માત્ર વેષ ધારણ કરનારા જૈનેતર અને જૈનાભાસે ઘણું જોવામાં આવે છે. તેમને વૈરાગ્ય દુદખગર્ભિત કે મેહગર્ભિત હોય છે. પણ ગુરુને આધીન બનેલા જ જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળા હોય છે. કારણ કે ગુરુપરતંત્રતા એ જ જ્ઞાનનું લક્ષણ છે. આ પ્રમાણે ગુરુ જી માં જ્ઞાનગર્ભિત વૈરાગ્યનું સ્થાપન કરનારા હોવાથી ગુરુ જ મહાન છે. (ઉ. ૧ ગા. ૮)
વ્યવહારમહિમા:- નિશ્ચયનયને જ માનનારાઓ પરમાર્થથી નિશ્ચયને જાણી શકતા નથી. તેનું કારણ બાહ્ય ક્રિયા કરવામાં આળસ છે. માટે બાહ્ય ક્રિયામાં આળસ ન કરવી જોઈએ. (ઉ. ૧ ગા. ૩૭).
શાસ્ત્રાનુસારી ક્રિયા સદ્વ્યવહારમાં અનાદર અને ભ્રમ કરાવનાર આળસને દૂર કરે છે, અને અશુભ અનેક આલંબનેને દૂર કરે છે. આથી શાસ્ત્રાનુસારી કિયા એ નિશ્ચય હેતુ છે. (ઉ. ૧ ગા. ૩૯)
વ્યવહારમાં આળસુ જીવ નિશ્ચયના તત્વને પામી શકતું નથી. (ઉ. ૧ ગા. ૪૦)
નિશ્ચય-વ્યવહાર ક્ષીર–નીરવતું એકમેક મળેલા હોવાથી એક ન હોય તે અન્ય પણ ન હોય. (ઉ. ૧ ગા. ૪૨)
મુનિઓને પ્રણિધાનપૂર્વક થતા પદ-વાક્ય-મુદ્રા-આવર્ત આદિ કાયિક–વાચિક વ્યાપારરૂપ વ્યવહારમાં પણ ધ્યાનરૂપ પરમભાવ હોય છે. કારણ કે એમાં એકાગ્રતાપૂર્વક પ્રયત્ન હોય છે. (ઉ. ૧ ગા. ૨૪)
વિષ ધ્યાનમાં બાધક છે:- ઇદ્રિના વિષયેનો તે સ્વભાવ જ છે કે, વિષયની પ્રાપ્તિ ધર્મધ્યાનને રોકે છે, અને અધર્મ કરાવે છે. આથી ઈષ્ટવસ્તુની પ્રાપ્તિ થવા છતાં વિષયોના શ્રેષથી થયેલા વિરાગ્ય વિના ઈચ્છાની નિવૃત્તિ ન થાય. આથી મનપસંદ ભોજનાદિનું સેવન કરનારાઓનું ધ્યાન અશુભ જ હોય છે. (ઉ. ૧ ગા. ૬૧)
જેમ આકાશમાં વાદળે દૂર થતાં સૂર્યનું તેજ ફેલાય છે, તેમ વિષયોથી નિવૃત્તિ થતાં એની મેળે જ આત્મામાં ધ્યાન ફેલાય છે. કારણ કે ધ્યાનને તેવો (વિષયેથી નિવૃત્ત થતાં ફેલાવાનો સ્વભાવ છે. (ઉ. ૧ ગા. ૬૪)
બહુમાન:-- બહુમાન એટલે આ મારા આરાધ્ય છે એવું જ્ઞાન. (ઉ. ૧ ગા. ૬૬)
ચારિત્રપક્ષપાત:-- વીર્યને છુપાવ્યા વિના ચતનાથી ઉદ્યમ કરનારાઓને ચારિત્રને પક્ષપાત હોય છે. એ વિના તે ચારિત્રપક્ષપાત માત્ર બેલવામાં જ છે. કારણ કે પોતે જે સ્વીકાર્યું છે તેનું યથાશક્તિ પાલન કરવું એ જ પક્ષપાતનું લક્ષણ છે. (ઉ. ૧ ગા. ૭૮)
સાચી અનમેદના:- અનુમોદના પણ સાચી તે જ કહેવાય કે જે અનુમેદનીયમાં રહેલા અધિક ગુણોને આગળ કરે અને અ૮૫ દષોને ઢાંકે. (ઉ. ૧ ગા. ૭૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org