________________
[ રદ્દ
गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ]
અહીં આક્ષેપનેઝ પ્રતિબદીથી દૂર કરે છે –
પ્રશ્ન – અખંડપણે ચરણ-કરણનું પાલન વગેરે ઉત્કૃષ્ટ ગુણ ન હોવાથી સંવિગ્નપાક્ષિક દ્રવ્ય વ્યવહારી છે. કારણ કે તેનામાં ભાવ નથી. ઉત્તર – ભાવ નથી માટે સંવિગ્ન પાક્ષિક દ્રવ્ય વ્યવહારી હોય તે દ્રવ્ય વ્યવહારીપણું અપેક્ષાકૃત થયું=ભાવના અભાવની અપેક્ષાએ થયું. આનાથી તો આપત્તિ આવે છે. કારણ કે સાતમા ગુણસ્થાને અપ્રમત્તતા વગેરે જે ભાવ છે, તે ભાવ છઠ્ઠા ગુણસ્થાને નથી. એથી છઠ્ઠા ગુણસ્થાને પણ દ્રવ્ય વ્યવહારીપણું થાય. પણ તે ઈષ્ટ નથી. જે એ ઈષ્ઠ માનવામાં આવે તે શેલેશીના અંતિમ સમયે જ ભાવ વ્યવહારીપણું આવીને ઊભું રહે. અર્થાત્ શૈલેશીના ચરમ સમયે રહેલાને જ ભાવ વ્યવહાર માનવો પડે. [૧૬]
नन्वेवं भावव्यवहारित्वेन साधुसंविग्नपाक्षिकयोः समकक्षत्वात्कथमुत्सर्गतः साधोरेव व्यवहारार्थमाश्रयणम् ? अत आह
ववहारस्स पयाणं, मुत्तग्गहणं चरणकिरियाए।
उस्सग्गओ त्ति तेणं, साहू ववहारिणो भावे ॥१६४॥ ववहारस्स'त्ति । 'व्यवहारस्य' प्रायश्चित्तादिलक्षणस्य 'प्रदान' साधुकृतिकर्मादिप्रतीच्छनघटितं व्यवहारज्ञानोपयुक्तम् , सूत्रग्रहणं च योगवहनाद्याचारमूलकमुत्सर्गतश्चरणक्रिययैव, तस्या एव पश्वाचाररूपत्वादितिहेतोः, 'तेन' उत्सर्गेण साधवो भावे व्यवहारिणः, फलतो हेतुतश्च व्यवहारस्य साधुभावे पर्यवसानात् । अपवादतस्तु संविग्नपाक्षिकोऽपीडश एव । न चोत्सर्गापवादयोर्यथायोगं फले बहु वैषम्यमिति भावनीयं सुधीभिः ॥१६४॥
આ રીતે સંવિઝપાક્ષિક પણ ભાવ વ્યવહારી હોવાથી સાધુ અને સંવિઝપાક્ષિક એ બંને સમાન થયા. તે પછી શાસ્ત્રમાં ઉસર્ગથી વ્યવહાર માટે સાધુને જ આશ્રય લે=સાધુ પાસે જ જવું એમ શા માટે કહ્યું? આના સમાધાન માટે કહે છે :
સાધુવંદનાદિના સ્વીકારથી યુક્ત અને વ્યવહારજ્ઞાનથી ઉપયુક્ત પ્રાયશ્ચિત્તાદિ રૂપ વ્યવહારનું પ્રદાન તથા યોગવતનાદિ આચારમૂલક સૂત્રગ્રહણું ચારિત્રક્રિયાથી જ છે. કારણ કે ચારિત્રક્રિયા જ પંચાચાર રૂપ છે. ભાવાથ:- ચારિત્રક્રિયા પૂર્વક જ પ્રાયશ્ચિત્તાદિપ્રદાન અને સૂત્ર રહણ થઈ શકે છે. અર્થાત્ ચારિત્રસંપન્ન જ પ્રાયશ્ચિત્તાદિ આપી શકે છે, અને ચારિત્રસંપન જ સૂત્રો ભણી શકે છે. અહીં સાધુવંદનાદિના સ્વીકારથી યુક્ત એમ કહીને પ્રાયશ્ચિત્ત વગેરે વંદનાદિ વિધિ પૂર્વક લેવાનું છે, એમ જણાવ્યું. વ્યવહારજ્ઞાનથી યુક્ત એમ કહીને જેને વ્યવહાર (=પ્રાયશ્ચિત્ત પ્રદાન વગેરે) સંબંધી જ્ઞાન હોય તે પ્રાયશ્ચિત્ત આપી શકે એમ જણાવ્યું છે. યોગવતનાદિ આચાર
* આક્ષેપ કરનારે આક્ષેપમાં જે હેતુ જણાવ્યું હોય, તેનાથી જ (બીજી આપત્તિ બતાવીને) તેના આક્ષેપને દૂર કરવો તેને “પ્રતિબંદી' કહેવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org