________________
गुरुतस्वविनिश्चये द्वितीयोल्लासः ]
[ ૨૭ तथाहि-एको लाटो गन्त्रया किमपि नगर व्रजति । अन्तराले च महाराष्ट्रको मिलितस्तेन लाटः पृष्टः-कीरशाः खलु लाटा गुण्ठा भवन्ति ? इति मायाविनो भवन्तीत्यर्थः, स प्राहपश्चात्कथयिष्यामि । मार्गे च गच्छतः शीतवेलो(लाड)पगता, ततो नष्टे शीते महाराष्ट्रकेण प्रावारो गन्त्रयां क्षिप्तः । तस्य च प्रावारस्य दशिका लाटेन गणिताः । ततो नगरप्राप्तौ महाराष्ट्रकेण प्रावारो ग्रहीतुमारब्धः । लाटो ब्रूते-किं मदीयं प्रावारं गृह्णासि ?, एवं तयोः परस्परं विवादो जातः । महाराष्ट्रकेण लाटो राजकुले कर्षितः । विवादे लाटोऽवादीत्पृच्छत महाराष्ट्रकं यदि तव प्रावारस्तर्हि कथय कियत्योऽस्य दशाः सन्ति ? । महाराष्ट्रकेण न कथितास्तेन च लाटकेन कथिता इति महाराष्ट्रिको जितः । ततो राजकुलादपमृत्य लाटेन महाराष्ट्रकमाकार्य प्रावार च तस्मै दत्त्वोक्तं यत्त्व या पृष्टं कीदृशा लाटा गुण्ठा भवन्ति ? इति, तत्रेदशा लाटा गुण्ठा इति जानीहीति । एवमादिकाभिर्गुण्ठाभिर्मोहयित्वा यो व्यवहारं हरति स गुण्ठसमान इति ७ ॥१५३॥
બધિર અને ગુંઠ સમાનનું વર્ણન કરે છે :
અનેક વાર કહેવા છતાં મેં નથી સાંભળ્યું એમ કહેનાર બધિર છે. મહારાષ્ટ્ર દેશવાસીને મુંઝવનાર એટલે કે આ વિવાદ દૂર કરનાર છે એ ભ્રમ ઉત્પન્ન કરનાર લાટ દેશવાસીની જેમ માયાવી ગુંઠ સમાન છે. તે આ પ્રમાણે – એક લાટ (=લાટ દેશવાસી માણસ) ગાડામાં બેસીને કઈ નગરમાં જઈ રહ્યો હતો. રસ્તામાં એક મહારાષ્ટ્રક (=મહારાષ્ટ્ર દેશવાસી માણસ) મળે. તેણે લાટને પૂછ્યું: લાટો કેવા માયાવી હોય છે? લાટે કહ્યું પછી કહીશ. માર્ગમાં જતાં ઠંડીને સમય જતો રહ્યો. આથી ઠંડી દૂર થતાં મહારાષ્ટ્રકે ઓઢવાનું વસ્ત્ર ગાડામાં મૂકયું, તે વસ્ત્રની દશીએ લાટે ગણી. પછી નગર આવ્યું એટલે મહારાષ્ટ્ર કે વસ્ત્ર લેવા માંડયું. લાટે કહ્યું કે મારું વસ્ત્ર કેમ લે છે ? આમ તે બંને વચ્ચે પરસ્પર વિવાદ થયો. મહારાષ્ટ્રક લાટને (વિવાદનો અંત લાવવા) રાજકુળમાં લઈ ગયો. ત્યાં વિવાદ અંગે લાટે કહ્યું કે તમે આ મહારાષ્ટ્રકને પૂછે કે જે આ વસ્ત્ર તારું છે તે કહે કે એની દશીઓ કેટલી છે? મહારાષ્ટ્ર, દશીએ કેટલી છે તે ન કહ્યું, અને લાટે કહ્યું. આથી તેણે મહારાષ્ટ્રકને જીતી લીધા પછી રાજકુલમાંથી બહાર નીકળીને લાટે મહારાષ્ટ્રકને બેલાવીને વસ્ત્ર આપી દીધું. પછી તેણે કહ્યું તે લાટે કેવા માયાવી હોય છે એમ જે પૂછ્યું હતું તેને આ જવાબ છે), તેમાં જાણે છે કે લાટે આવા માયાવી હોય છે. આ પ્રમાણે અનેક પ્રકારે માયાથી મુંઝવીને જે વિવાદને દૂર કરે તે ગુંઠ સમાન છે. [૧૫૩] अम्लमाह
सा अंबिलो ण जस्स उ, फरुसाइ गिराइ कज्जसंसिद्धी । एए अद्द वि तइआ, णिद्वम्मा आसि कालम्मि ॥१५४॥
૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org