________________
गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ]
| ૨૪૧ 'नाऊण'त्ति । परिभवेन नागच्छतीति ज्ञात्वा तस्मिन्ननागच्छति 'ततः' सङ्घात् 'नि!हणा' निष्काशनं कर्तव्यम् । अथ शठतामपि कृत्वा स प्रत्यावृत्तः सधं प्रसादयति ततस्तस्मिन्नागते व्यवहारो दातव्यः । एवं सुविनिश्चितकारी सङ्घः ॥ १३३ ।।
પ્રશ્ન- સંઘ કેવી રીતે સુપરીક્ષિતકારી હોય ? ઉત્તર – વિવાદાસ્પદ વિષયમાં નિર્ણયની ઈચ્છાવાળાએ સંઘના આગેવાનની પાસે સંઘ ભેગો કર્યો. (=સંઘ ભેગું કરવાની ઈચ્છા બતાવી) આગેવાને કહ્યું: તું સંઘ ભેગો કર. તે સંઘ ભેગો કરે. તેમાં પ્રત્યથી =પ્રતિવાદી ન આવે તે માણસ મોકલીને કહેવડાવવું કે સંઘ તને બોલાવે છે. જે તે ન આવે તે બીજી વાર માણસ મોકલે. તે પણ ન આવે. આ વખતે અપરિણતો કહે કે એને સંઘ બહાર કરો ગીતાર્થો કહે કે ફરી ગીતાર્થ માણસને મેકલીને જાણવું જોઈએ કે કેમ નથી આવતું ? પરાભવ થાય માટે નથી આવતો કે ભયથી નથી આવતું ? જે ભયથી ન આવતું હોય તે કહેવું કે તને કેઈ જાતને ભય નથી. પૂજ્ય શ્રમણસંઘ રક્ષણ કરનાર છે. હવે જે પરાભવના કારણે ન આવે તે તેને સંઘ બહાર કરવો. આ પ્રમાણે સંઘ સુપરીક્ષિતકારી છે. તે પ્રમાણે (મૂળ ગાથામાં) કહે છે – બે ત્રણ વાર માણસ મોકલવા છતાં ન આવનાર તેને સંઘ એકદમ સંઘ બહાર કરતો નથી. કારણ કે આ વખતે સંઘ એમ વિચારે છે કે કયા કારણથી નથી આવ્યું તેની ખબર નથી. [૧૩૨] પરાભવથી નથી આવતું એમ જાણીને તેને સંઘથી બહાર કરે. હવે જે માયા પણ કરીને તે પાછો ફરે પોતાની ભૂલને સ્વીકાર કરે અને (ક્ષમા યાચના આદિથી) સંઘને પ્રસન્ન કરે તે ન્યાય આપ. આ પ્રમાણે સંઘ સુવિનિશ્ચિતકારી હોય છે. [૧૩૩] यस्तु भोतो नागच्छति तं प्रतीदं वक्तव्यम्__ आसासो वीसासो, सीअघरसमो अ होइ मा भीहि ।
अम्मापीतिसमाणो, सरणं संघो उ सव्वेसिं ॥१३४॥ 'आसासो'त्ति । आश्वासयतीत्याश्वासः-भीतानामाश्वासनकारी भगवान् श्रमणसङ्घः, विश्वासयतीति विश्वासः-व्यवहारे वञ्चनाया अकर्ता, सर्वत्र समतया शीतगृहेण समः, तथा मातापितृभ्यां समानः-पुत्रेषु मातापितराविव व्यवहारार्थिष्वविषमदर्शी, तथा सर्वेषां प्राणिनां शरणं भगवान् सङ्घस्तस्मान्मा भैस्त्वमिति, इदं च परिभावय सङ्घोऽव्यवहारं न करोति ।।१३४॥
જે ભયથી ન આવે તેને આ ( નીચે મુજબ) કહેવું -
શ્રમણ સંઘ ભય પામેલાઓને આશ્વાસન આપનાર છે. વ્યવહારમાં ( ન્યાયમાં) વિશ્વાસરૂપ છે છેતરતું નથી, સર્વત્ર સમભાવના કારણે શીતલ ઘર સમાન છે. માતાપિતા સમાન છે=જેમ પુત્ર ઉપર મા–બાપની દૃષ્ટિ સમાન હોય છે, તેમ ન્યાયની ઈચ્છાવાળાઓ ઉપર સમાનદષ્ટિવાળ હોય છે. સર્વ પ્રાણીઓનું શરણ છે. માટે તું ભય ન રાખ, અને આ વિચાર કે સંઘ અન્યાય ન કરે. [૧૩]
ગુ. ૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org