________________
પ્રકારના ગુરુની સંગતિ શિષ્ય માટે અત્યંત હિતાવહ હોવાથી તેનું મહત્વ બતાવવામાં આવ્યું છે.
ચતુર્ભગીના વર્ણન પછી ઉપસં૫૬ લેવાની એટલે ગરછાન્તર કરવાની પરિપાટીનું બહુ જ વિસ્તૃત અને વ્યવસ્થાસૂચક વર્ણન છે. એક સાધુ જ્ઞાન, દર્શન કે ચારિત્રની વૃદ્ધિનિમિત્તે ઉત્સથી પિતાના ગુરુને પૂછીને કે અપવાદે વગર પૂછ પણ સકારણ ગચ્છાનર સ્વીકારે અર્થાત્ બીજાને મર્યાદાપૂર્વક ગુરુ તરીકે આશ્રય લે એ ઉપસંદ કહેવાય છે. જ્ઞાનનિમિત્તે દશનનિમિત્તે અને ચારિત્રનિમિત્તે ગરછાન્તર કેમ સ્વીકાર એના સંબંધમાં બહુ જ વિગતવાર બારીકીથી વર્ણન કર્યું છે. જેમાં જૈનસંઘના ખાસ કરી સાધુસંઘના વિશિષ્ટ અને વ્યવસ્થિત બંધારણને ઈતિહાસ સમાયલે છે.
ઉપસંપના પ્રકરણમાં ઘણએ વાત અસાધારણ મહત્વથી ભરેલી છે, એ તેના અભ્યાસથી જ ખરી રીતે જાણી શકાય. છતાં તેમાંની એકાદ વાત અહીં બેંધવામાં આવે છે. | ગણવચ્છેદક, આચાર્ય, ઉપાધ્યાય આદિ મહાન પદ ઉપર પ્રતિષ્ઠિત પુરુષોએ પણ ધર્મ અને વિનય એટલે કે જ્ઞાન, દર્શન અને ચારિત્રની વૃદ્ધિને માટે ગચ્છાંતરમાં રહેલ વિશિષ્ટ જ્ઞાનાદિગુણેથી યુક્ત આચાર્ય પાસે ઉપસંપત્ સ્વીકારવી અને તેમ કરવા પહેલાં તેઓએ પોતાના ગરછમાંની એગ્ય વ્યક્તિ ઉપર પોતપોતાના પદને ભાર આપીને અને તેમની એટલે નવીન આચાર્યાદિકની આજ્ઞા કે અનુમતિ લઈને જ ઉપસંપત્ સ્વીકારવી જોઈએ. ઉપસંપત્ સ્વીકારતાં પહેલાં તેઓએ આ વાત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે--જે આચાર્યાદિકની પાસે ઉપસંપનું સ્વીકારવા ધાર્યું છે ત્યાં તેમને સવિશેષ ધર્મ અને વિનયની પ્રાપ્તિ થવી શકય હોવી જ જોઈએ.
પિતાના પદ પર પ્રસ્થાપિત નવીન આચાર્યાદિની આજ્ઞા લેવામાં તેમને ઉદ્દેશ એ જ છે કે પોતાના અન્ય શિષ્ય-પ્રશિષ્ય પિતાની જેમ તે નવીન આચાર્યાદિનો યથાયોગ્ય વિનય, બહુમાન આદિ કરે, અને તે દ્વારા તેઓ તે નવીન આચાર્યાદિકની પાસેથી ઉત્તરોત્તર ધર્મ અને વિનયની વધારે ને વધારે પ્રાપ્તિ કરે.
ગણાવચ્છેદક, આચાર્ય અને ઉપાધ્યાય જેવા પદધરાને પણ પોતાનું પદ છોડી સાધારણ સાધુ તરીકે બીજાનું શિષ્યત્વ સ્વીકારવાની આ ઉદાર યેજના જૈનશાસનમાં રહેલ ધર્મ અને વિનયની મહત્તાને સૂચવે છે. ધર્મ અને વિનયની પ્રાપ્તિ તથા વૃદ્ધિ માટે બીજું બધું જતું કરવાની ઉદાર આજ્ઞામાં ગુણોની કિંમતનું ભાન થાય છે.
ગણવછેદક, આચાર્ય અને ઉપાધ્યાય જેવા પદધરોને ખાસ કારણવશ ઉપસંપત્ લેવી પડે ત્યારે તેઓએ શું શું કરવું એનું શાસ્ત્રીય વર્ણન સાધુસંઘના બંધારણની પાછળ રહેલી દીર્ઘદશિતા, વ્યવહારકુશળતા અને સૂક્રમ ચાતુરીનું ભાન કરાવે છે.
ઉપર એ કહેવામાં આવ્યું કે બીજા અને ત્રીજા પ્રકારના ગુરુઓની સંગતિ કઈ પણ રીતે છોડવી ન ઘટે અર્થાત્ પ્રથમ અને ચતુર્થ ભગવતી ગુરુએ કુગુરુ હોઈ તેમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org