________________
૨રૂર ]
[ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते - વ્યવહાથી (=જે બે પક્ષે વચ્ચે વિવાદ હોય તેમાંથી કેઈ એક પક્ષના માણસેથી) આહાર આદિથી વશ કરાયેલ માયાવી કાર્યાકાર્યની મર્યાદાનો ભંગ કરે છે. જેમ કે કેઈનગરમાં સચિત્ત આદિ કોઈ વસ્તુ નિમિત્તે વ્યવહાર=વિવાદ ઊભે થયે. ત્યાં બહુશ્રુત અને બહુપરિવારવાળા કેઈ આચાર્ય પધાર્યા. એ વિવાદને નગરને સંઘ દૂર કરી શક્યો નહિ. આથી સંઘે આચાર્યને વિનંતી કરી કે આપ અમારા વિવાદને દૂર કરો. [૮] તે આચાર્ય શાસ્ત્રોક્ત ન્યાયથી ગ્યાયેગ્યને નિર્ણય કરીને તેમને વિવાદ દૂર કર્યો. આથી આ બહુશ્રુત આચાર્ય શાસ્ત્ર બહારનું કશું ન કહેતા હોવાથી બહુગુણસંપન્ન છે, આમ વિચારીને કુલ, ગણ અને સંઘ એ બધાએ તેમને પ્રમાણ કર્યા. [૯] આથી વિવાદ કરનારા શ્રાવકો, સિદ્ધપુત્રે વગેરે તે આચાર્યની ઉત્તમ આહાર આદિથી સેવા કરવા લાગ્યા. હવે શ્રાવકે આદિથી અપાતા આહારને લેતા તે આચાર્ય વિવાદમાં પક્ષપાતથી નિર્ણય કરવા લાગ્યા. [૧] આથી આહારાદિ નહિ આપનારા પ્રતિપક્ષે જાણી લીધું કે આ પક્ષપાતથી નિર્ણય આપે છે. આથી તેઓએ વિચાર્યું કે પક્ષપાત વિના નિર્ણય આપે તેવો બીજો કોઈ ન્યાયને જાણકાર છે? [૨] આમ વિચાર્યા પછી તેમણે એક વાર સચિત્તાદિ વસ્તુ સંબંધી વિવાદ દૂર થાય એ માટે ન્યાય કરવા જાહેર ઘોષણા કરાવીને સંઘને ભેગા કર્યો. આ ઘાષણ સાંભળીને કેઈ સૂત્ર અર્થ ઉભયમાં કુશલ એક ૪પ્રાથૂર્ણક પધાર્યા. કારણ કે સંઘમિલનની ઘોષણ સાંભળીને ધૂલી જ=ધૂલથી *ભરાયેલા પગવાળાએ પણ અવશ્ય આવવું જોઈએ. અન્યથા પ્રાયશ્ચિત્ત આવે. [૩] cતવાદ માથાત્રા –
घुटम्मि संघकज्जे, धूलीजंघो वि जो ण एज्जाहि ।
कुलगणसंघसमाए, लग्गइ गुरुए चउम्मासे ॥९४॥ "घुटुम्मि'त्ति । सङ्घकार्ये धूलीजङ्घोऽप्यास्तामन्य इत्यपिशब्दार्थः, धूल्या धूसरे जो यस्य स धूलीजङ्घः, शाकपार्थिवादिदर्शनान्मध्यमपदलोपी समासः, सति बले यो नाप्रमत्ततया त्वरितमागच्छेत् कुलगणसङ्घसमवाये स गुरुके चतुर्मासे लगति, तस्य गुरुकाश्चत्वारो मासाः प्रायश्चित्तमिति भावः ॥९४॥
આ જ વિષયને ભાષ્યની (વ્ય, ભા. ૧, ૩ ગા. ૩oo-૩૦૧-૩૦૨) ત્રણ ગાથાઓથી
ધૂલી જંઘ (=ધૂલથી ભરાયેલા પગવાળો) પણ સંઘના કાર્યની ઘોષણા થાય ત્યારે કુલ, ગણ અને સંઘના મિલનમાં છતી શક્તિએ અપ્રમત્તપણે જલદી ન આવે તે તેને “ચતુર્માસ” પ્રાયશ્ચિત્ત લાગે [૯]
* પ્રાથૂર્ણક=અતિથિ-મહેમાન. વિહાર કરીને નવા આવેલા સાધુઓ પ્રાથૂર્ણક કહેવાય.
* આમ કહેવાનો આશય એ છે કે વિહાર કરીને હમણાં જ આવેલ હોય, પગ ઉપર ચઢેલી ધૂળ હજી દૂર પણ ન કરી હોય, તેવામાં ન્યાય માટે સંઘમિલનની ઘોષણું સાંભળવા મળે તે તુરત જ્યાં સંમિલન હોય ત્યાં જાય. આમ કહીને એ કાર્યની મહત્તાનું સૂચન કર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org