________________
गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ]
( ૨૨૨ ગણ ધારણ કરવામાં આવે છે, તે પણ આ પૂજને પામે એમ પૂજા નિમિત્તે પણ તેને ગણધારણની અનુજ્ઞા અપાય છે. (૪૫)
સારે આહાર, સુંદર ઉપકરણ, વિદ્યમાન ગુણોના કથન રૂપ ઉત્કૃષ્ટ સંસ્તવ, શિ, પ્રતીષ્ણકે, ગૃહસ્થ અને અન્ય તીર્થિક ભવ્ય સત્કાર કરે વગેરે રીતે ગણુને ધારણ કરનારની પૂજા થાય છે. (૪૬) [૪૬ મી ગાથામાં સંસ્તવને ઉલ્લેખ છે. આથી ૪૭ મી ગાથામાં સંસ્તવ સંબંધી વર્ણન કરે છે...] આ (=ગણધારક) સૂ અને અર્થો શુદ્ધ હોવાથી સ્વાર્થોમાં પ્રધાન છે. સૂમ બુદ્ધિથી સમજી શકાય તેવાં કઠિન શાસ્ત્રોમાં ભાવિતામાં છે, અર્થાત તાત્પર્યગ્રાહી હોવાથી કઠિન શાસ્ત્રોમાં અત્યંત સિદ્ધમતિ છે, લેકમાં વખણાતી તિથી યુક્ત છે, સ્વ-પરના સંસાર નિસ્તારમાં એકતાન બનેલા હોવાથી વિશુદ્ધ ભાવવાળા છે. આ પ્રમાણે શિષ્ય અને બીજા ગણધારકના વિદ્યમાન ગુણોની અતિ હર્ષથી પ્રશંસા કરે છે. (૪૭) [પૂજા કરવાથી પૂજકને થતા લાભો જણાવે છે –] આચાર્યની પૂજા કરવાથી પૂજક આગમ ઉપર બહુમાન કરે છે. કારણ કે તેમનામાં આગમ રહેલું છે. પૂજકને ભગવાનની આજ્ઞાનું પાલન થાય છે. કારણ કે ભગવાનની તેની આજ્ઞા છે કે ગુરુની સદા પૂજા કરવી જોઈએ.
જેએ ગુરુવિનયથી હજી ભાવિત નથી, તેઓ પૂજકને ગુરુપૂજા કરતા જોઈને સ્થિર બને છે. વિનય કરવાથી નિરા થાય છે. પમાનને નાશ થાય છે. પૂજકને પૂજાથી આ લાભો થાય છે.” (૪૮) [૭૨] निर्जरार्थ गणधारणे प्रवृत्तस्यानुषङ्गिकी पूजामपीच्छतो दोषाभावे दृष्टान्तमाह
लोइअधम्मणिमित्तं, पउमाई खाणिए तलावम्मि ।
सेवंतो व्व ण दुट्ठो, पूअं पि गणे पडिच्छंतो ॥७३॥ 'लोइअ'त्ति । 'लौकिकधर्मनिमित्तं' लौकिकी श्रुतिमाकर्ण्य जातया धर्मेच्छया खानिते तटाके स्वतः प्रादुर्भूतान् पद्मादीन् 'सेवमान इव' सौरभार्थ गृह्णन्निव निर्जरार्थ धृते गणे वस्तुगुणादेव जायमानां पूजां प्रतीच्छन्न दुष्टः, प्रथमप्रवृत्तरतदर्थत्वात्तदायास्तस्या एव गर्हितत्वादिति भावः । तदुक्तम्-"लोइअधम्मणिमित्त, तडागखाणावियम्मि पउमाई । णवि गरहिआणि મો, પ્રમેવ મં વિ વાલાનો ''ત્તિ // રૂા.
નિર્જરા માટે ગણને ધારણ કરવામાં પ્રવૃત્ત આનુષગિક પૂજાની પણ ઈચ્છા રાખે તે દોષ નથી એ વિષે દષ્ટાંત કહે છે –
જેમ કેઈ લૌકિક શ્રતિ(=ધર્મશાસ્ત્રને) સાંભળીને થયેલી ધર્મ ભાવનાથી તળાવ દે બનાવે, તે તળાવમાં એની મેળે ઉગેલા કમળને સુગંધિ માટે લે. તેમ નિરા માટે ગણુને ધારણ કરે, તેમાં વસ્તુના ગુણથી જ (=ગણધારણ કરવાના ગુણથી જ) થતી પૂજાને સ્વીકાર કરે તે દોષિત નથી. કારણ કે ગણ ધારણ કરવાની પ્રથમ પ્રવૃત્તિ પૂજા માટે નથી. અર્થાત્ પહેલાં ગણુ ધારણ કરવાની જે પ્રવૃત્તિ થાય છે તે પૂજા માટે થતી નથી. પૂજા માટે જ ગણધારણ કરવાની પ્રવૃત્તિ ગહિત છે. આ વિષે (વ્ય, ભા. ૧, ૩ ગા. ૪૯ માં) કહ્યું છે કે-“કેઈએ લૌકિક શ્રુતિને સાંભળીને ધમ નિમિત્તે તળાવ ખોદાવ્યું, તે તળાવમાં કમળો થયા. ચોમાસું જતાં જ્યાં જ્યાં પાણી સુકાય છે ત્યાં ત્યાં અનાજ વાવે છે. જેમ તળાવમાંથી સુગંધિ આદિને અનુભવ કરવા કમળ, અનાજ વગેરે લેનારની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org