SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ [ स्थोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते રહિત ન બને એવી ભાવનાથી ચિત્તવ્યાક્ષેપને દૂર કરવા ઔષધ વગેરે પીએ. 3ષણસમિતિ માટે માંદગી આદિમાં રોગ વધી જતાં મારે આધાકમી લેવું પડશે એવા વિચાર કરીને ભવિષ્યમાં મોટા દોષનું સેવન ન કરવું પડે એ માટે અપષનું સેવન કરે, નિર્વાહ ન થતું હોય તે શંકિત આદિ દોષો લાગવા છતાં અકથ્ય લે, અથવા લાંબે વિહાર કરવાનું હોય ત્યારે અધ્વકલ્પનું સેવન કરે. 4આદાનનિક્ષેપણ સમિતિ માટે કંપવાત આદિને કારણે કંપતા હાથવાળો કે સાધુ પ્રમાર્જન બીજા સ્થળે કરે અને વસ્તુ બીજા સ્થળે મૂકે, આથી તે રોગની શાંતિ માટે ઔષધ વગેરે કરે. 5પારિકાપનિકા સમિતિ માટે જીવરહિત નિર્દોષ ભૂમિ ન મળે ત્યારે, અથવા વડી નીતિ આદિને ક્યારેક રોકી ન શકે ત્યારે, હમણાં હું વડી નીતિ આદિને રોકીશ તે તેની પીડાથી મારું મૃત્યુ થઈ જશે, હું જીવતે રહીશ તે ફરી આ બરેબર પાળીશ, આવી ભાવનાથી પૃથ્વીકાય આદિની વિરાધના કરતા પણ વડી નીતિ આદિ કરે. ગુપ્તિ - ક્યારેક વિષમ રેગ થાય, તે રોગ અન્ય કઈ ઔષધથી દૂર ન થઈ શકે તેમ હોય ત્યારે, હું ખામીના કારણે મન-વચન-કાયાની ગુપ્તિથી અગુપ્ત ન બનું એ ભાવનાથી વૈદ્યના કહેવાથી કંઈક અકથ્યનું સેવન કરે. - સાધર્મિક વાત્સલ્ય - સાધર્મિક વાત્સલ્યના કારણે કંઈક અકય સેવે. જેમ કેઆર્ય વજીસ્વામીએ શિખારહિત મુંડનવાળા શય્યાતરને પટમાં બેસાડીને દુર્ભિક્ષકાળથી બચાવે. સાધુથી આમ ન થઈ શકે. કારણ કે અસંયતને-ગૃહસ્થને તું બેસ એવી આજ્ઞા આપવાને પણ નિષેધ છે. “કુલ, ૧૯ગણ અને "સંઘનાં કાર્યો ઉત્પન્ન થતાં વશીકરણ વગેરે અથવા ચૂર્ણયોગ વગેરે કરે. આચાર્ય, 18 અસહિષ્ણુ, ગ્લાન, ૧૫બાલ અને વૃદ્ધોને સમાધિ પમાડવા કંઈક અકય આચરે, તેમાં રાજા, યુવરાજ, મંત્રી, પુરોહિત અને શેઠ એટલા અસહિષ્ણુ પુરુ તરીકે કહેવાય છે. તેમને અંત-પ્રાંત* આહાર આપવામાં આવે તે વિપરિણામવાળા બની જાય. બાલ અને વૃદ્ધ કારણસર દિક્ષિત બન્યા હોય. જેમ કે આર્યવાસ્વામી અને આયરક્ષિતના પિતા. આચાર્યાદિ (પાંચ) માટે પંચક આપત્તિ, દશક આપત્તિ આદિના ક્રમથી અકથ્ય લે. છેવટે આધાકમી પણ લે. . ; આહાર–પાણી ન મળે કે સહેલાઈથી ન મળે તેવા લાંબા વિહારમાં આહારની વ્યવસ્થા કેવી રીતે કરવી વગેરેનું વર્ણન વિસ્તૃત રીતિ શાસ્ત્રમાં કરવામાં આવ્યું છે. તેમાં જણાવેલ વિધિ મુજબ આહાર વગેરે જે લેવામાં આવે તેને “અધ્વકપ કહેવાય. +શ્રી વજીસ્વામી પટવિદ્યા થી પટ વિકુવીને તેના ઉપર શ્રમણ સંધને બેસાડતા હતા ત્યારે, ગાયે ચરાવવા ગયેલ શય્યાતર બ્રાહ્મણ ત્યાં આવી પહોંચ્યો. તેણે જોયું કે આ સર્વ ઉપડવાના છે. આથી તેણે દાતરડાથી પિતાના મસ્તકની ચોટલી કાપીને શ્રી વજી સ્વામીને કહ્યું : હે ભગવંત! હું પણ આપને સાચે સાધમિક થો. આથી કરુણાસાગર શ્રી વજીસ્વામીએ તેને પણ સાથે લઈ લીધો. xઅંત એટલે. નીરસ. પ્રાંત એટલે ગૃહસ્થના ભજન કર્યા પછી વધેલ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy