________________
અભાવમાં બીજાને અભાવ નિયમથી હોય જ છે, તેમ વ્યવહાર અને નિશ્ચય એ બંને પરસ્પર એવા મિશ્રિત છે કે એકના અભાવમાં બીજાને સદભાવ હોતો જ નથી. જો કે આ બંને નય પોતપોતાની ભૂમિકામાં પધાન અને બીજાની ભૂમિકામાં અપ્રધાન હોય છે. જેમ કે વ્યથાન (પ્રવૃત્તિ) કાળમાં વ્યવહારનું પ્રાધાન્ય હોય છે, એટલે તેમાં ભાવના, અનુપ્રેક્ષા આદિ ભાવ હોવા છતાં ધ્યાનરૂપ નિશ્ચય નથી હોત; તેમ ધ્યાનાત્મક નિશ્ચયદશામાં પણ વ્યુત્થાનકાલીન વ્યવહાર નથી હોતો. છતાં તે બંને પોતપોતાના સાધ્યના નિશ્ચિત કારણ છે જ. તાત્પર્ય એ છે કે વ્યવહાર અને નિશ્ચય પોતપોતાના પ્રદેશમાં શુદ્ધ અને બળવાન છે. એકબીજાની અપેક્ષાએ અશુદ્ધ કે નિર્બળ ભલે હોય, પણ તેથી તેનું પોતાના પ્રદેશમાં શુદ્ધત્વ જતું નથી.
એ રીતે નિશ્ચયનયને તાત્ત્વિક અર્થ સમજાવી; નિશ્ચય સાથે વ્યવહાર કેવી રીતે ગર્ભિત છે તે સ્પષ્ટ કરી; ઉપાધ્યાયજી ઉપર સૂચવેલ શંકાઓનું અનુક્રમે નીચે પ્રમાણે સમાધાન કરે છે --
(ક) ભરતનો દાખલો આપી કેવળ નિશ્ચયવાદીએ એમ કહ્યું કે વ્યવહાર વિના પણ ફળ મળે છે, અને પ્રસન્નચંદ્રનો દાખલો આપી એમ કહ્યું કે વ્યવહાર છતાં ફળ નથી પણ મળતું. પણ આને ખુલાસે એ છે કે ભારતને વ્યવહાર વિના કેવળજ્ઞાનલાભ થયે એવી ઘટના માત્ર કદાચિક જ હોય છે, સાર્વત્રિક અને સાર્વદિક નથી હોતી. છતાં એ ઘટનામાં પણ વ્યવહારને અભાવ જ છે એમ માનવાને કશું કારણ નથી. તે ઘટનામાં વ્યવહાર જોવા વર્તમાન જન્મ છોડી પૂર્વ જન્મ તરફ દૃષ્ટિ દોડાવવી પડશે. ભરત જેવા મહાનુભાવોએ પૂર્વ જન્મમાં કોઈ ને કોઈ પ્રકારના વ્યવહારના પરિશીલનથી એગ્ય સંસ્કારો એવા મેળવેલા, કે જેને લીધે તેઓને વર્તમાન જન્મમાં બાહ્ય વ્યવહારના સેવન વિના જ ભાવ ભાવનાને નિમિત્તથી જ ગુણની વૃદ્ધિ અને પુષ્ટિ થતાં કેવળજ્ઞાનલાભ થયો. કેવળજ્ઞાન જેવા વિશિષ્ટ કાર્યોનાં કારણે કાંઈ વર્તમાન જન્મની મર્યાદાથી જ નિયંત્રિત નથી હોતાં.
પ્રસનચંદ્રની ઘટનામાં જે કે (બાધકારણ૫) વ્યવહાર હતું, છતાં તેમાં ધાનાત્મક આંતર કારણ ન હતું, એટલે કેવળજ્ઞાનના પ્રત્યે જોઈતી કારણ સામગ્રી ન હોવાથી કેવળજ્ઞાન ન થાય એમાં વ્યવહારની નિષ્ફળતા નહિ પણ સામગ્રીની ત્રુટિ જ સિદ્ધ થાય છે. કઈ પણ કાર્ય અન્ય કારણના અભાવમાં માત્ર એકાદ કારણથી નિષ્પન નથી થતું. તે માટે તે સામગ્રી (સમગ્ર કારણો) જ જોઈએ.
(ખ) જેને નિશ્ચય (જ્ઞપ્તિ કે અપ્રમાદાત્મક પ્રવૃત્તિ પ ગુણ) પ્રાપ્ત થયે, તેને પણ દ્રવ્યવહારનું વિધાન એટલા માટે ઉપયેાગી છે, કે તે એવા વિધાન દ્વારા પોતે પ્રાપ્ત કરેલ ગુણને પ્રવાહ સતત ચાલુ રાખી શકે છે, તેમાં વિછે આવવા દેતો નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org