________________
Tહતધિનિશ્ચયે પ્રથમોહાણ: ]
[ ૬૨ નિર્યાપક ન હોવાથી ચારિત્ર નથી (એમ ગા. ૩૪માં જે કહ્યું તે પણ બરાબર નથી, એ જણાવે છે –
હમણાં ગીતાર્થ નિર્યાપકે પણ છે. કારણ કે સંક્ષેપથી નિર્યાપનાની વિધિ જાણુનારા ગીતાર્થો હમણાં પણ પ્રત્યક્ષ છે. માટે ચારિત્રની આરાધના થતી હોવાથી દુષ્પભસૂરિ સુધી ચારિત્ર અવિચ્છિન્ન રહેશે એ સિદ્ધ થયું. સંક્ષેપથી નિર્યાપનાને વિધિ આ પ્રમાણે છે :
"સંલેખના કરીને ભક્તપરીણા આદિ કઈ એક અનશનને સ્વીકારવાની ભાવનાવાળાએ પગીતાર્થ સંવિગ્નની ક્ષેત્રથી પાંચ, છ, સાતસે અથવા તેનાથી પણ વધારે જન સુધી અને કાલથી એક, બે, ત્રણ કે બાર વર્ષ સુધી શોધ કરે. અગીતાર્થની પાસે કે અસંવિગ્નની પાસે અનશન સ્વીકારે તે પ્રાયશ્ચિત્ત આવે. કારણ કે અગીતાર્થ રાતે સુધા–તૃષાથી પીડાયેલા તપસ્વીને “ન અપાય” એમ વિચારીને આહાર–પાણી ન આપે, અને તેને છોડીને ચાલ્યા જાય. અસંવિગ્ન આધાકમી આદિ પણ લે, તેની પાસે પુછે વગેરે પણ મૂકે.
નિર્યાપક એક જ ન કર, કિંતુ ઘણુ કરવા. જે એક જ હોય તે પાણી આદિ લેવા જાય ત્યારે તેમને નિર્દોષ શોધવામાં વાર લાગશે તે ગ્લાનને અસમાધિ થશે એમ વિચારીને) પ્લાનને અસમાધિ ન થાય એ માટે આધાકમી પણ વહેરી લે એવું બને. વહોરવા ગયેલ હોય તે દરમિયાન મૃત્યુ થાય તે સમાધિ પણ ન કરાવી શકે. (અથવા એકલો હોવાથી સેવાથી કંટાળી જવાથી મૃત્યુ સમયે સમાધિ ન કરાવે.) તથા વહેરવા જાય ત્યારે તપસ્વીની પાસે અપરિણત નવદીક્ષિત સાધુને મૂકે. આ વખતે તપસ્વી આહાર માગે અને તે ન આપે તે અસમાધિથી મરવાનો પ્રસંગ આવે, અથવા નવદીક્ષિત “આ પ્રત્યાખ્યાન સાચું નથી, માત્ર સ્થાપના છે, આથી હિંસાદિના પ્રત્યાખ્યાને પણ તેવા જ છે એમ વિચારીને ધર્મભાવનાથી રહિત બની જાય, અથવા તેઓ આહાર ન આપે તે તપસ્વી પણ “આ લોકો મને જબરદસ્તીથી મારે છે” એમ બૂમ પાડે. નવદીક્ષિતે પણ તેની અવજ્ઞાને (આહાર માગણી આદિ દેને, જાહેર કરે. આથી પ્રવચનની હીલના થાય.
ગુરુએ સ્વયં ઉપયોગ મૂકીને અથવા દેવતા આદિના કથનથી આ પ્રત્યાખ્યાનને અંત સુધી પાળી શકશે કે નહિ એ જાણી લેવું જોઈએ. હવે જો પાળી શકે તેમ હોય તે પ્રત્યાખ્યાન કરાવવું, પાળી શકે તેમ ન હોય તેને પ્રત્યાખ્યાન કરાવે તે પ્રાયશ્ચિત્ત આવે.
* નિયમનું વિસ્તૃત વર્ણન વ્યવહારના દશમાં ઉદ્દેશામાં ૨૪ દ્વારથી કરવામાં આવ્યું છે. તેમાંથી અહીં પ્રારંભના ત્રણ ધારોનો ઉલ્લેખ કર્યો નથી. ચોથા સંલેખના દ્વારનો માત્ર નામ નિદેશ કર્યો છે. પાંચમાં હારથી બધા કારેનું સંક્ષેપથી વર્ણન કર્યું છે. અહીં જે અંકે બતાવવામાં આવ્યા છે તે વ્યવહારસૂત્રમાં જણાવેલાં હારના ક્રમવાર અંકે છે. ગુ. ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org