________________
૨૫૦ ]
[ स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते આવા ગુરુઓ કયારે થશે તે કહે છે -
આવા ગુરુએ કંઈક અધિક સાડા બાર વર્ષ વીત્યા પછી થશે. તે વખતે પણ કેટલાક સુગુરુઓ થશે. આ વિષે મહાનિશીથ સૂત્ર (પ્રથમ ચૂલા સૂ.૧૫)ને પાઠ આ પ્રમાણે છે – “હે ભગવંત! કેટલા કાળે (મેક્ષના) માર્ગમાં કુગુરુઓ થશે ? હે ગૌતમ ! અત્યારથી સાધિક સાડા બારસો વર્ષ વીત્યા બાદ થશે. હે ભગવંત ! આનું શું કારણ? હે ગૌતમ ! તે વખતે આચાર્ય ઋદ્ધિ-રસ–શાતા ગારવામાં આસક્ત બનશે. મમતા–અહંકાર રૂપ અગ્નિમાં અંતરની સંપત્તિ રૂપ શરીર બળ્યા કરશે. મનમાં હું કંઈક છું, હું કંઈક છું એમ રહેશે. શાસ્ત્રોના રહસ્યોથી અજ્ઞાત રહેશે. માટે અત્યારથી સાધિક સાડા બારસો વર્ષ વીત્યા પછી કુગુઓ થશે. હે ભગવંત ! શું તે કાળે બધા જ આચાર્યો આવા થશે ? હે ગૌતમ ! એકાંતે બધા જ આચાર્યો આવા નહિ થાય.
કેટલાક આચાર્યો ખરાબ સ્વભાવવાળા, અશુભ લક્ષણવાળા, અદશનીય, એક માતાથી જોડકારૂપે જન્મેલા, મર્યાદા વિનાના, પાપશીલ, ખરાબ રીતે જન્મેલા, અતિશય રૌદ્ર, પ્રચંડ, આભિગ્રહિક, અતિશય મહામિથ્યાદષ્ટિ થશે. ' હે ભગવંત ! કુગુરુઓને કેવી રીતે ઓળખી શકાય ? હે ગૌતમ! ઉસૂત્ર પ્રરૂપણ, ઉન્માર્ગમાં પ્રવર્તન અને માર્ગવિરુદ્ધ વાચને પોતે કરે, કરાવે કે અનુમોદન કરે=સંમતિ આપે. આ લક્ષણથી કરાઓને ઓળખી શકાય.”
પ્રશ્ન – આ ગ્રંથની રચના વખતે કુગુરુઓની શરૂઆત થઈ ચૂકી હતી. એટલે મૂળ ગાથામાં ભગવાન મહાવીર પછી સાધિક સાડા બાર વર્ષ પછી કુગુરુઓની શરૂઆત થઈ એમ ભૂતકાળને નિર્દેશ કરવાને બદલે થશે એમ ભવિષ્યકાળનો નિર્દેશ કેમ કર્યો?
ઉત્તર :- આ ગાથા મહાનિશીથસૂત્રમાં કહેલ અર્થને અનુવાદ કરે છે. અર્થાત - આ ગાથામાં મહાનિશીથસૂત્રમાં જે પ્રમાણે કહેવામાં આવ્યું છે તે જ પ્રમાણે કહેવામાં આવ્યું છે. મહાનિશીથસૂત્રમાં ભવિષ્યકાળને પ્રયોગ હોવાથી આ ગાથામાં ભવિષ્યકાળને પ્રયોગ બરાબર છે. [૧૭૮]. તતઃ ક્રિ રથન્ ? ફુયાહૂ–
तम्हा पयट्टिअव्वं, सम्मं निउणं गुरुं णिहाले उं।
होयव्वं भीएणं, गयाणुगतिएण वा ण पुणो ॥१७९॥ 'तम्ह'त्ति । तस्माद्दष्षमायां कुगुरुबाहुल्यात्सम्यग् निपुणं गुरुं निभाल्य प्रवर्तितव्यं, न तु भीतेन, सर्वत्र दोषदर्शनाद्; गतानुगतिकेन वा, सर्वजनसाधारण्याद् भवितव्यं, सुपरीक्ष्यकारित्वात्सम्यग्दष्टेः ॥१७९।।
કુગુરુએ ઘણા હેવાથી શું કરવું તે કહે છે :
પાંચમા આરામાં કુગુરુએ ઘણું હોવાથી સૂક્ષમ રીતે બરાબર જોઈને ઓળખીને પ્રવૃત્તિ કરવી, પણ ગભરાઈ ન જવું. અર્થાત, સાધુઓમાં દોષ દેખાવાથી બધા જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org