________________
પ
ગુણેા મેળવ્યા હાય તેને યે, કે ન મેળવ્યા હોય તેને લ્યા, મને રીતે વ્યાવહારિક પ્રયાના શા ઉપયાગ છે ?
(ગ) ચારિત્રનુ પાલન અત્યારે કેટલું દુષ્કર છે એ બતાવવા શકાવાદી કહે છે, કે—એક પણ ગચ્છાનાનુ` ઉલ્લ્લઘન એને સૂત્રમાં જિનાજ્ઞાનું વિરાધકપણું કહેલ છે અને અત્યારે તે ગચ્છાજ્ઞાભ ગનું રાજ્ય જ પ્રવર્તે છે. જે હેાય તે ગચ્છાજ્ઞાએ તાડતા જ જણાય છે. માટે ચારિત્ર લઈ તેના ભંગના દોષમાં પડવા કરતાં અને ભાવશૂન્ય ક્રિયા કરવા કરતાં ચારિત્રની રુચિ જ રાખવી એ શું ખસ નથી ? એટલું જ નહિ પણ ચારિત્ર એ એક એવી આંખની કીકી જેવી કામળ વસ્તુ છે, કે તેના એક અંશનું ખંડન થતાં તે નકામી જ થઈ જાય છે. માટે ચારિત્ર લઈ તેને પાળવાના જોખમમાં પડવા કરતાં અને નવા દોષ લાગે તેવા સભવની નજીક જવા કરતાં ચારિત્ર ન સ્વીકારવું અને અશક્ત દશામાં તેને પક્ષપાત જ રાખવે! એ શુ' વધારે યાગ્ય નથી ?’
(ઘ) શકાકાર આગળ વધી કહે છે, કે—ભલા ! વ્યાવહારિક ચારિત્ર તેા લઈએ પણ લેવું કેાની પાસે ? કારણ કે શાસ્ત્રમાં જેની આજ્ઞા માનવાનું કહ્યું છે તે પુરુષ સુશીલ આદિ અનેકગુણયુક્ત હોવા જોઇએ. જો તેવા ગુણથી યુક્ત ન હાય તા તેની આજ્ઞાને અનુસરવામાં ઉલટા આજ્ઞાભંગના દોષ લાગે છે અને આજે તે તેવા ગુણાથી યુક્ત કાઈ પુરુષ નથી દેખાતા કે જેને ગચ્છતિ બનાવી શકાય.
(ડ) શકાકાર કહે છે કે—આજે વ્યવહાર ચારિત્ર લેવામાં એક આફત નથી, તેમાં જ્યાં દેખા ત્યાં આત જ છે. જેમ કે વ્યવહારચારિન એટલે ગચ્છસામાચારી, અને આવી સામાચારીએ ગચ્છે ગચ્છે જુદી છે. અનેક આચાર્યાએ અનેક ગચ્છે પ્રવર્તાવ્યા છે. અને મન:કલ્પિત સામાચારીએ પણ પ્રવર્તાવી છે. એટલે આવી કલ્પિત સામાચારીઓને પણ આજે કઈ પાર નથી, જે તાત્ત્વિક હતી તે તા આજે લુપ્ત થઈ છે. તેથી કઈ સામાચારીને આજે ખરી અને કઈને ખેાટી માનવી, એટલે કઇ સ્વીકારવી અને કઇ ન સ્વીકારવી એ જ જાણવું આજે મુશ્કેલ છે”.
(ચ) છેવટે વમાન કાળમાં વ્યવહારચારિત્રને અભાવ ખતાવતાં તેની સાબિતીમાં શ’કાકાર કહે છે, કે ‘ભલા ! સ`જ્ઞ, ચૌઢપૂર્વી`, દશપૂર્વી જેવા વિશિષ્ટજ્ઞાની તેા અત્યારે કાઇ નથી જ. એટલે થએલ દોષનું નિવારણ કરવા પ્રાયશ્ચિત્ત કાની પાસે લેવું? આજે જે પ્રાયશ્ચિત્ત આપે છે તે પેાતે જ બરાબર દોષનું સ્વરૂપ અને તેના નિરાકરણના ઉપાય ન જાણતા હોવાથી સ્વયં અશુદ્ધ છે. આવા અશુદ્ધ અને જાતે જ અપૂણુ ખીજાઓને શી રીતે શુદ્ધ કરવાના હતા ? તેમ જ આજે કઇ માસિક, ચતુર્માસિક કે પંચમાસિકાદિ જેવાં પ્રાયશ્ચિત્તો નથી લેતા કે નથી દેતા. એટલે પ્રાયશ્ચિત્તવિધિ, જેના વિના વ્યવહારચારિત્ર ન જ સંભવે, તે જ આજે લુપ્ત દેખાય છે. તેથી વ્યવહારચારિત્રને પક્ષપાત કર્યાં કરવા એમાં શી વિશેષતા છે ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org