SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ શ્રી મહાવીર જેવા સાતિશય પુરુષને જોઈ તેઓ પ્રત્યે અણગમો બતાવે છે અને ભગવાનને જ શિષ્ય શ્રીગૌતમને જે પ્રસન્ન થાય છે. ભગવાન જેવું સર્વોત્તમ બાહ્યાલંબન છતાં તે બ્રાહ્મણપુત્રના માનસ ઉપર તેને સુંદર પ્રભાવ નથી પડતો. જ્યારે ગૌતમ, જે ભગવાનની અપેક્ષાએ તદ્દન સાધારણ વ્યક્તિ ગણાય, તેને પ્રભાવ તે બ્રાહ્મણ પુત્રના માનસ ઉપર સુંદર રીતે પડે છે. આ સ્થળે વ્યવહારદષ્ટિએ વિચાર કરનારને તો જરૂર એવી ગુંચવણ ઊભી થાય, કે એક મહાન પુરુષ જે કાર્ય ન કરી શક્યા, તે જ કાર્ય તેને સાધારણ આશ્રિત કેમ કરી શકે ?, પણ નિશ્ચયદષ્ટિએ વિચાર કરનારને વસ્તુ તદ્દન સ્પષ્ટ છે. તે એમ જાણે છે, કે તાવિક રીતે લાભ મેળવવું એ પાત્રની યોગ્યતા ઉપર અવલંબે છે. પાત્ર યોગ્ય હોય તે ગમે તેવા અને ગમે તેટલા સાધારણ આલંબનથી પણ વધારે લાભ મેળવી શકે અને યોગ્ય ન હોય તે તેને માટે સુંદરતમ આલંબન પણ વૃથા છે. છતાં એ વાત તે ન જ ભૂલાવી જોઈએ, કે નિશ્ચય એ રાજમાર્ગ નથી, રાજમાર્ગ તો વ્યવહાર જ છે. આ રીતે વ્યવહાર અને નિશ્ચયષ્ટિએ વિચાર કરવાની ભૂમિકા રચી, ગુરુતત્વના વિચારમાં તે બંને દષ્ટિનો ઉપયોગ ઉપાધ્યાયજી કરે છે. તેઓ પ્રારંભમાં કેવળ નિશ્ચયવાદીને પૂર્વપક્ષી (શંકાકાર) તરીકે ઊભું કરી તેની મારફત કેટલીક દલીલે શંકારૂપે રજૂ કરાવે છે, અને ત્યાર બાદ ઉત્તરપક્ષી (સિદ્ધાંતી) રૂપે પિતે એ બધી શંકાત્મક દલીલેનું ઉંડાણ અને ઔદાર્યથી સમાધાન કરે છે. આ શંકા–સમાધાનમાંથી કેટલીક દલીલ નમૂનારૂપે નીચે જોઈએ શંકાએ | (ક) કેવળ નિશ્ચયવાદી વ્યવહારને નિષ્ફળ બનાવવા કહે છે કે,–“ભરતે વ્યાવહારિક ગુરુપદ (પ્રવ્રાજ્યાવિધાન, લિંગ આદિ) લીધું ન હતું, છતાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. એટલે વ્યવહાર સ્વરૂપ કારણના અભાવમાં પણ કાર્યની નિષ્પત્તિ ભરતને થઈ એ વ્યતિરેકવ્યભિચાર થશે. તેવી રીતે પ્રસન્નચંદ્ર વ્યાવહારિક ગુરુપદમાં સ્થિત છતાં કાર્યોત્સર્ગદશામાં કેવળજ્ઞાન ન મેળવ્યું. એ વ્યવહારરૂપ કારણ છતાં કાર્યની અસિદ્ધિરૂપ અન્વયવ્યભિચાર થયો. આ રીતે કેવળજ્ઞાનની પ્રાપ્તિરૂપ ફલસિદ્ધિ પ્રત્યે વ્યાવહારિક ગુરુત્વને વ્યતિરેકવ્યભિચાર અને અન્વયવ્યભિચાર હોવાથી, તેવા વ્યવહારને મેક્ષનું કારણ માની તેને પષ્યા કર એ શું નકામું નથી ?' (ખ) માત્ર નિશ્ચય ઉપર ભાર મૂકનાર શંકાકાર કહે છે કે, “ધારો કે કેઈને સંયમયેગ્ય ગુણે પ્રાપ્ત થયા છે. તે પછી તેવાને પ્રત્રજ્યાવિધાનાદિ વ્યવહારમાં પડવું એ તૃપ્ત મનુષ્યને જળની શોધમાં પડવા જેવું નથી ? તેથી ઊલટું એમ ધારો કે, કેઈને સંયમયોગ્ય ગુણ પ્રાપ્ત થયા નથી, તો પછી તેવા અગ્યને વ્યાવહારિક પ્રત્રજ્યાવિધાન એ ઊખર જમીનમાં બીજ વાવવા જેવું નથી શું ? એટલે કે જેણે સંયમયોગ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy