________________
સંક્ષેપમાં ગ્રંથનો સાર (ભાવનગરની શ્રી જન આત્માનંદસભા તરફથી પ્રકાશિતગુત.વિ.ની પ્રતમાંથી સાભાર સમુદ્ધત)
લેખક : પૂ. મુનિરાજ શ્રી ચતુર વિ. મ,
પ્રથમ ઉલ્લાસ સાથી પહેલાં ઉપાધ્યાયજી ગુરુનું માહાય બતાવતાં કહે છે કે ગુરુની શુદ્ધસામાચારીરૂપ આજ્ઞાને અનુસરવામાં આવે તો મેક્ષ સુદ્ધાં પ્રાપ્ત થાય છે. ગુરુના પ્રસાદથી આઠે સિદ્ધિઓ મળે છે. ગુરુની ભક્તિથી જ વિદ્યા ફળે છે. તેમ જ આ દુનિયામાં પ્રાણીઓને ગુરુ વિના બીજો કોઈ શરણ નથી. જેમ દયાળુ વૈદ્ય બીમાર પ્રાણીઓને શાંતિ આપે છે તેમ કમજવરથી પીડિત પ્રાણીઓને ગુરુ જ ધર્મની શાંતિ અર્પે છે. દીપક પિતાની દીપ્તિના પ્રભાવે પિતાને અને બીજા પદાર્થોને પ્રકાશે છે, તેમ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્રરૂપ રત્નત્રયીના પ્રભાવે ગુરુ પિતાના અને પરના હૃદયગત અંધકારને હરે છે.
ત્યાર બાદ ઉપાધ્યાયજી ગુરુકુલવાસને પ્રથમ આચાર (કર્તવ્ય) તરીકે સૂચવે છે. તેઓની આ સૂચના વૈદિક સંપ્રદાયના ચાર આશ્રમ પૈકી પ્રથમ બ્રહ્મચર્ય આશ્રમ સાથે સંકળાયેલ ગુરુકુલવાસની પ્રથા અને બદ્ધસંપ્રદાયની સામણેર દીક્ષા સાથે સંકળાયેલ બ્રહ્મચર્ય તથા ગુરુકુલવાસની પ્રથાનું સ્મરણ કરાવે છે.
નયષ્ટિકુશળ ઉપાધ્યાયજી જેમ કોઈ પણ વસ્તુને વિચાર કરવામાં સર્વત્ર પોતાની સૂક્ષમ વિવેકબુદ્ધિને નય દ્વારા ઉપયોગ કરે છે. તેમ અહીં પણ ગુરુથી પ્રાપ્ત થતા ફળની મર્યાદા નદષ્ટિએ જ બતાવતાં કહે છે કે–બાહ્ય આલંબનની વિશેષતાથી જે વિશિષ્ટ ફળ નીપજે છે તે વ્યવહારદષ્ટિએ, નહિ કે નિશ્ચયદષ્ટિએ. નિશ્ચયદષ્ટિએ તે ફળને આધાર તેને મેળવનાર આત્માની યોગ્યતા ઉપર છે. આ વસ્તુને ફુટ કરતાં તેઓએ કહ્યું છે કે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવગુરુરૂપ બાહ્ય આલંબન જેટજેટલે અંશે ઉચ્ચ કોટિનું હોય, તેટકેટલે અંશે તે આલંબનનું ધ્યાન કરનારના પરિણામ વિશેષ નિર્મળ થાય છે. તેવી જ રીતે અનેક ગુરુઓનો આશ્રય એક ગુરુના આશ્રય કરતાં વિશેષ ફળવાન
થાય છે. પણ એ બધું વ્યવહારષ્ટિએ જ સમજવું, નહિ કે નિશ્ચયષ્ટિએ. નિશ્ચયદષ્ટિએ તે પરિણામની નિર્માતાને આધાર માત્ર ધ્યાતાની યોગ્યતા ઉપર છે. જે ધ્યાતા યોગ્ય હોય તો ઘણી વાર બાહ્ય આલંબન તદ્દન સાધારણ છતાં વધારે ફળ મેળવે છે અને જે ધ્યાતા પિતે યોગ્ય ન હોય તે બાહ્ય આલંબન ગમે તેટલું ઉચ્ચ પ્રકારનું હોય તે પણ તેનાથી તે ફળ મેળવી શકતા નથી. આ આશયને સ્પષ્ટ કરવા ઉપાધ્યાયજીએ એક સૈદ્ધાંતિક કથા ટાંકી સુંદર રીતે વસ્તુનું મર્મ સમજાવ્યું છે. કથા એવી છે કે–એક બ્રાહ્મણપુત્ર ભગવાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org