________________
પ
અગ્રેસર બન્યા છે, તપગચ્છમાં મુખ્ય બન્યા છે, કાશીમાં અન્ય દર્શનીઓની સભામાં જીતીને શ્રેષ્ઠ જન મતના પ્રભાવને જેમણે વિસ્તાર્યો છે, જેઓએ તર્ક, પ્રમાણ અને ન્યાય આદિથી યુક્ત પ્રકૃણ ગ્રંથરચના વડે પ્રાચીન મુનિઓનું શ્રુતકેવલીપણું આ કાળમાં પ્રગટ બતાવી આપ્યું છે, તે શ્રીયશવિજય ઉપાધ્યાય સર્વ ઉપાધ્યામાં મુખ્ય છે. આ ધર્મસંગ્રહ ગ્રંથ તૈયાર થયા પછી શ્રીમાનવિજયજી મહારાજાએ શ્રી “ઉપાધ્યાયજી (યશવિજય) મહારાજની પાસે શેધા છે.”
સ્વર્ગવાસ –તેઓનું અંતિમ ચાતુર્માસ વિ સં. ૧૭૪૩ માં વડોદરા શહેરની પાસે આવેલ ડઈ (દર્ભાવતી) ગામમાં થયું હતું. ત્યાં જ વિ. સં. ૧૭૪૪માં તેઓ શ્રીને સ્વર્ગવાસ થયે હતે. અગ્નિસંસ્કારના સ્થળે તેઓશ્રીનું સ્મારક બનાવવામાં આવ્યું છે. ત્યાં તેમની ચરણપાદુકાની સ્થાપના કરવામાં આવી છે. તેની પ્રતિષ્ઠા વિ. સં. ૧૭૪૫ માં કરવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org