________________
રૂ૪ ]
[ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते આમ વધારે યતના થઈ શકે એ માટે ઉક્ત તુલનાના નિયમને આદર સ્વીકાર કરવામાં પણ બીજાધાન માટે પણ માત્ર (દેશવિરતિ વિના) સંયમને સ્વીકાર સિદ્ધ થાય છે. અહીં ક્ષયોપશમ ભેદથી ગુણ ભેદ હોવા છતાં શ્રદ્ધા અને ક્રિયા એ બંનેની સમાનતા શાસનપ્રભાવનાનું સામાન્ય અંગ છે, એ વિષે કહે છે -
જેને જે આવરણ તૂટી ગયું હોય તેનામાં તે જ ગુણ આવે છે, પણ સર્વગુણપૂર્ણતા થતી નથી. અર્થાત્ બધા ગુણ આવતા નથી. કારણ કે બધા ગુણે ચારિત્રાવરણીય કર્મોનો ક્ષયથી જ થાય છે. આથી જ જેને ધર્મમાં અંતરાય કરનારા વીર્યંતરાય અને ચારિત્રમોહનીય એ બે કર્મોનો ક્ષયપશમ થાય તેને જ ઘરના ત્યાગરૂપ પ્રત્રજ્યાની પ્રાપ્તિ થાય છે, અન્યને નહિ. જેને વેદરૂપ ચારિત્રાવરણયને ક્ષયપશમ થાય તેને મૈથુનવિરતિ રૂપ કેવલ બ્રહ્મચર્યની પ્રાપ્તિ થાય છે, અન્યને નહિ. જેને વિશિષ્ટ ચારિત્ર સંબંધી વિઆંતરાય રૂ૫ યતનાવરણીય કર્મોને ક્ષયે પશમ થાય તેને સ્વીકારેલ ચારિત્રના અતિચાર ન લાગે એ માટે વિશેષ પ્રકારની યતના રૂપ સંયમ હોય છે, અન્યને નહિ. અર્થાત્ જેને યતનાવરણીય કર્મોને ક્ષયે પશમ થાય તે જ ચારિત્રમાં અતિચાર ન લાગે એ માટે વિશેષ પ્રકારનો પ્રયત્ન કરી શકે છે. જેને ભાવ ચારિત્રરૂપ અધ્યવસાયને રોકનારા (=ભાવચારિત્રાવરણીય) કર્મોને ક્ષયે પશમ હોય તેને જ શુભાધ્યવસાયવૃત્તિ રૂપ સંવર હોય છે, અન્યને નહિ. આ પ્રમાણે ભગવતીમાં અશ્રુત્વાકેવલીના અધિકારમાં (શ. ૯ ઉ. ૩૧માં) કહ્યું છે. - જે સાધુઓની પ્રરૂપણ અને વ્યવહાર (=બાહ્ય આચરણ) એક છે તે સાધુઓ લોકેને બેધિબીજ પમાડે છે, અને શાસનના પ્રભાવક બને છે. કારણ કે તેમનામાં મૂલગુણની સમાનતા છે. જો કે તેમનામાં ગુણોની થેડી વિષમતા છે. પણ તે વિષમતા શાસનપ્રભાવનામાં બાધક બનતી નથી. જેમ ઘટ બનાવવામાં દંડ કારણ છે=જરૂરી છે, પણ અમુક જ રંગને દંડ જરૂરી છે એવું નથી. એટલે જેમ દંડમાં રહેલ લીલે, પીળો વગેરે રંગની વિષમતા ઘટ બનાવવામાં બાધક બનતી નથી, તેમ સાધુઓમાં રહેલી અમુક ગુણેની વિષમતા શાસનપ્રભાવનામાં બાધક બનતી નથી.
[તાત્પર્ય – કેઈ સાધુમાં સંયમયતના વધારે હોય, તે કેઈ સાધુમાં ઓછી હેય. કોઈ સાધુમાં તપ વધારે હોય, તે કઈમાં ઓછો હોય. કેઈ સાધુમાં જ્ઞાન વધારે હોય, તે કઈમાં ઓછું હોય. કેઈ સાધુમાં આંતરિક પરિણામ વધારે ચઢિયાતા હોય, તે કેઈમાં તેટલા ચઢિયાતા ન હોય. આમ સાધુઓમાં સંયમયતના આદિ ગુણાની વિષમતા ( ન્યૂનતા-અધિકતા) હોય. જે સાધુઓમાં આવી ગુણ વિષમતા હોવા છતાં પ્રરૂપણ (=ભગવાનના માર્ગને ઉપદેશ) અને વ્યવહાર (=બાહ્ય આચરણ) સમાન હોય તે સાધુએ શાસનને પ્રભાવક બને છે. કારણ કે તેમનામાં પ્રરૂપણ અને વ્યવહાર રૂપ
# અર્થાત સંયમની યતનામાં બાધક બને તે વીતરાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org