________________
૨૩૨ ]
[ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते આઠ જ ભ થાય છે. અર્થાત્ સંસારમાં ચારિત્રના સ્વીકારવાળા આઠ જ ભ થાય છે. આ વિષે આવશ્યકસૂત્ર (આ. નિ. ગા. ૮૫૬)માં કહ્યું છે કે- “ચારિત્રમાં આઠ જ ભો થાય છે.”
આથી જ આઠમા ચારિત્રમાં અવશ્ય સિદ્ધિ થતી હોવાથી અને દીક્ષા વિશિષ્ટ બીજ હોવાથી ભગવાન શ્રી મહાવીરે ખેડૂતને તે દીક્ષા અપાવી. અન્યથા તે દીક્ષાનું દાન નિરર્થક બને. કારણ કે માત્ર=સામાન્ય બીજ તે માત્ર સમ્યક્ત્વથી પણ સિદ્ધ થાય છે. (ખેડૂતને સાવચારિત્રની પ્રાપ્તિ થઈ હોવાથી તેનામાં વિશેષ બીજની સિદ્ધિ થઈ હતી.)
પ્રશ્ન – જે ચારિત્ર સ્વીકારવાળા આઠ જ ભવોથી મુક્તિ થાય છે, તે ગોશાળાને દશ વિરાધનાવાળા અને આઠ વિરાધના વિનાના એમ કુલ અઢાર ભવે ચારિત્ર સ્વીકારવાળા કેમ થયા? ઉત્તર :-આ વિષે કઈક કહે છે કે ગોશાળાને વિરાધનાવાળા ભમાં દ્રવ્ય ચારિત્ર જ સંભવે છે. બીજાઓ કહે છે કે આવશ્યસૂત્રમાં “ચારિત્રમાં આઠ જ ભવો થાય” એ સ્થળે અવિરાધનાવાળા જ ભવો લેવા. અવિરાધના એટલે ઢીક્ષાના સ્વીકારથી આરંભી મરણ પર્યત નિરતિચારપણે ચારિત્રનું પાલન.
પ્રશ્ન – (આવશ્યક નિ. ના) વૃત્તિકારે તે “ચારિત્રના સ્વીકારવાળા ભવો” એવી જ વ્યાખ્યા કરી છે. અર્થાત્ વિરાધનાવાળા કે અવિરાધનાવાળા એવું સ્પષ્ટીકરણ કર્યું નથી. આથી તેના આધારે જ સૂત્રની વ્યાખ્યા કરવી જોઈએ. અર્થાત્ “ચારિત્રના સ્વીકારવાળા ભો” એવી વ્યાખ્યા કરવી જોઈએ, “અવિરાધનાવાળા ભવો” એવી વ્યાખ્યા ન કરવી જોઈએ. ઉત્તર – “અવિરાધનાવાળા ભવો” એવી વ્યાખ્યા કરવામાં વાંધો નથી. કારણ કે આવશ્યક ચૂર્ણિકારે પણ આરાધના પક્ષનું સમર્થન કર્યું છે.
પરમાર્થથી તે સામાન્ય બીજના આધાન માટે પણ દીક્ષા આપી શકાય. કારણ કે તે દીક્ષા દ્રવ્યસમ્યક્ત્વ આદિના કમથી કદાગ્રહ ત્યાગ, ધાર્મિક લોકે પ્રત્યે અનુરાગ, શાસ્ત્રોક્ત અનુષ્ઠાન કરવાથી થયેલ ક્ષપશમથી જ્ઞાનાવરણ કર્મોને નાશ, અને સમ્યકત્વવૃદ્ધિ આદિ ગુણની પ્રાપ્તિ પૂર્વક પરમ (=ભાવ) દીક્ષાની પ્રાપ્તિનું કારણ છે, એમ તે તે સ્થળે સમર્થન કર્યું છે. [૧૪૮] अप्रतिपन्नदेशविरतेरभ्यासरूपदीक्षाग्रहणस्यैवोपपादकान्तरमाह
अट्टाहिअवासाणं, बालाण विइत्थ तेण अहिगारो ।
भणिओ एवं तित्थे, अव्वुच्छित्ती कया होइ ॥१४९।। “કાઉત્તિ | ‘તેન’ વીધાને દૈતુનાષ્ટપિવર્ષાળાં વાઢાનામપિ ત્ર - यामधिकारः 'मणितः' सूत्रे, समर्थितश्च पञ्चवस्तुकादौ, उक्तक्रमनियमे तु नैतदुपपद्यत । 'एवं' बालानामपि दीक्षाधिकारे तीर्थेऽव्यवच्छित्तिः कृता भवति ॥१४९॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org