________________
गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ]
[ ૨૦૫ બિંદુ લાગી ગયું. તેને પણ દૂર ન કર્યું. એમ બીજાં બીજા તેલબિંદુઓ લાગતાં ગયાં અને દૂર ન કર્યા. આથી સંપૂર્ણ વસ્ત્ર મલિન બની ગયું. એ પ્રમાણે ચારિત્રરૂપ વસ્ત્ર પણ બીજા બીજા દેથી ખરડાતું જાય તો શેડા જ કાળમાં મલિન થાય છે. આ પ્રમાણે ઉત્તરગુણ પ્રતિસેવી સમય જતાં ચારિત્રથી ભ્રષ્ટ બને છે એ નકકી થયું.
(હવે (પૂર્વાર્ધમાં) વંદન સંબંધી વિશેષ કહે છે –).
જેઓ સંયમશ્રેણિમાં રહેલા હેય (=સુસાધુ હેય) તેમને વંદન કરવામાં ભજના= વિકલ્પ છે. તે આ પ્રમાણે - દીક્ષા પર્યાયમાં નાના સાધુને વંદન ન કરવું. પણ તેની પાસે આલોચના લેવી હોય વગેરે પ્રસંગે નાનાને પણ વંદન કરવું. * પરિહારત૫ કરનારને વંદન ન કરવું, પણ તે આચાર્યને વંદન કરે છે. સાધ્વીઓને પણ ઉત્સર્ગથી વંદન ન કરવું. અપવાદથી તે અપૂર્વશ્રુતસ્કંધને ધારણ કરનારી કોઈ મહત્તરાને ઉદ્દેશસમુદેશ આદિમાં ફેટાવંદનથી વંદન કરવું. પ્રત્યેક બુદ્ધ, જિનકલ્પી, * શુદ્ધ પરિહારતપ કરનાર, અપ્રતિબદ્ધ યથાલદિક–આ બધા વંદનરૂપ કાર્યમાં અને સંઘરૂપ કાર્યમાં અધિકારી નથી. તેમના માટે આવા પ્રકારની વ્યવસ્થા છે. અર્થાત્ પ્રત્યેક બુદ્ધ આદિ ચાર ગચ્છમાં રહેલા સાધુઓને વંદન ન કરે, અને ગચ્છમાં રહેલા સાધુઓ તેમને વંદન ન કરે. તથા પ્રત્યેક બુદ્ધ આદિ ચાર સંઘ, કુલ કે ગણુ આદિનું વિશિષ્ટ કાર્ય આવી પડે તે પણ ન કરે.૪
સંચશ્રેણિથી બાહ્યને વંદન ન કરવું તેમાં બ્રાહ્મણનું દષ્ટાંત છે. [૧૧૧] तमेवाह
पक्कणकुले वसंतो, सउणीपारो वि गरहिओ होइ ।
इय गरहिआ सुविहिया, मज्झि वसंता कुसीलाणं ॥११२॥ 'पक्कण'त्ति । पकणकुलं-मातङ्गगृहं तत्र वसन् 'शकुनीपारगोऽपि' चतुर्दशविद्यास्थानपारदृश्वाऽपि द्विजो गहितो भवति । एवं सुविहिताः साधवः कुशीलानां मध्ये वसन्तो गर्हिता भवन्तीति, अतो न तेषु वस्तव्यं न वा कृतिकर्म विधेयम् ॥११२॥
બ્રાહમણનું દૃષ્ટાંત કહે છે :
ચંડાલના ઘરે રહેનાર બ્રાહ્મણ ચૌદ વિદ્યાઓને પારગામી હોય તે પણ નિકિત બને છે. તેમ સુવિહિત સાધુએ કુશીલ સાધુઓની સાથે રહે તે નિંદિત બને છે. આથી તેમની સાથે રહેવું નહિ, અને તેમને વંદન પણ કરવું નહિ. [૧૧૨]
* અહીં પ્રાયશ્ચિત્તરૂપે આપેલ પરિહાર તપ સમજવો. * અહીં પાંચ પ્રકારના ચારિત્રમાં આવેલ પરિહાર વિશુદ્ધિ સંયમન તપ સમજો, ૪ જુઓ બૃહત્ક૯૫ ગા. ૪૫૩૨ થી ૪૫૩૫, ગુ, ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org