________________
૨૦ ]
. [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते મૂલગુણને ઘાત થતાં સર્વમૂલગુણેને ઘાત થાય છે. ગુરુઓ કહે છે કે- “એક વ્રતના ભંગથી સર્વવ્રતોને ભંગ થાય છે.” આ નિશ્ચયનયને મત છે. વ્યવહારનયથી તે એક વ્રતના ભંગમાં તે જ એક વ્રતને ભાંગેલું માનવામાં આવે છે. જે પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરીને ભાંગેલા વ્રતને સાંધે નહિ અતિચાર રહિત ન કરે તે ક્રમશઃ અન્ય વ્રતોને પણ ભંગ થાય.
કેટલાક વળી આ પ્રમાણે કહે છે – ચતુર્થ મહાવ્રતના પ્રતિસેવનથી તુરત જ સઘળા ચારિત્રને ઘાત થાય છે. બાકીના મહાવ્રતમાં વારંવાર પ્રતિસેવન કરવામાં આવે, અથવા મહાન અતિચાર લાગે તે સકલ ચારિત્રને ઘાત થાય.
ઉત્તરગુણના પ્રતિસેવનમાં જે પ્રાયશ્ચિત્તને સ્વીકારીને શુદ્ધિ ન કરે તો સમય જતાં સઘળા ચારિત્રને ઘાત થાય. આ વિષય ગાડાના દષ્ટાંતથી જાણી શકાય છે. તે આ પ્રમાણે – ગાડાના બે પૈડાં, બે ઉધ, અને એક ધરી એ પાંચ અંગે મુખ્ય હોય છે. બાકીના ચામડાની દોરી, ખીલે, લેઢાની પટ્ટી વગેરે ગૌણ અંગ છે. ગાડું આ મુખ્ય અને ગૌણ અંગેથી બરાબર જોડેલું હોય તે ભાર વહન કરવામાં સમર્થ બને છે. તેવી રીતે સાધુ પણ મૂલગુણે અને ઉત્તરગુણેથી બરોબર યુક્ત હોય તે અઢાર હજાર કે શીલાંગના ભારને વહન કરવામાં સમર્થ બને છે, અને સંયમનાં ત્યાર પછીના વિશિષ્ટ, વિશિષ્ટતર અધ્યવસાય સ્થાનના માર્ગમાં સુખપૂર્વક આગળ વધે છે. તે શકટના મૂળ અંગેમાંથી એક પણ અંગ ભાંગી જાય તે ગાડું ભાર વહન કરવામાં સમર્થ બનતું નથી, અને માર્ગમાં આગળ જતું નથી. ગૌણ અંગે કેટલાક ન હોય તે પણ ગાડું કેટલોક કાળ ભાર વહન કરી શકે છે, અને માર્ગમાં આગળ જાય છે. સમય જતાં બીજાં બીજાં અંગે નીકળી જતાં ગાડું નકામું બની જાય છે. એ પ્રમાણે અહીં પણ મૂલગુણેમાં એક પણ ગુણને ભંગ થતાં સાધુઓ અઢાર હજાર શીલાંગોને ભાર વહન કરવા સમર્થ રહેતા નથી, અને સંયમશ્રેણીના માર્ગમાં આગળ જઈ શકતા નથી. ઉત્તરગુણેમાં કેટલાક અતિચારો લાગવા છતાં કેટલોક કાળ ચારિત્રને ભાર વહન કરી શકે છે, અને સંયમશ્રેણિના માર્ગે આગળ જાય છે. સમય જતાં બીજા બીજા અતિચારો લાગતાં સઘળા ચારિત્રને ઘાત થાય છે. ગાડાના દષ્ટાંતથી એ નક્કી થાય છે કે- મૂલગુણેમાં એક પણ મૂલગુણનો નાશ થતાં તુરત ચારિત્રઘાત થાય છે. ઉત્તરગુણેમાં અમુક ગુણોનો નાશ થતાં કાલકમે ચારિત્રઘાત થાય છે.
મંડપ, સરસવ આદિના દષ્ટાંતથી પણ આ વિષય સમજી શકાય છે. તે આ પ્રમાણે – એરડાથી બનાવેલા મંડપના ઉપરના ભાગમાં જે એક, બે, કે ઘણું સરસવના દાણું નાખવામાં આવે તે પણ તે મંડપ ભાંગી જતો નથી. પણ બે કિલો
પ્રતિસેવન એટલે શાસ્ત્રનિષિદ્ધ આચરણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org