________________
[ स्वोपशवृत्ति-गुर्जरभाषानुवादयुते જેને નિશ્ચય પ્રાપ્ત થયેલ નથી તે અસંયત જ હોવાથી તેને સંયમક્રિયાનું દાન વ્યર્થ છે, જે એમ ન હોય તો અયોગ્યને દીક્ષાનો નિષેધ કર્યો છે તે નહિ (જે અસંયતને પણ દીક્ષા આપી શકાય તે અયોગ્ય પણ અસંયત છે, તેથી તેને પણ દીક્ષા આપવામાં શું વાંધો?) આ વિષે સમાધાન કરે છે :
અસંયતને પણ માર્ગ પ્રવેશ માટે સંયમક્રિયા આપવી એ ગ્ય છે. અર્થાત્ જેને હજી મોક્ષમાર્ગ મળ્યો નથી તેવા યોગ્ય જીવને મોક્ષમાર્ગ મળે એ માટે તે અસંયત હેય-સંયમના પરિણામથી રહિત હોય તો પણ દીક્ષા આપવી એ યોગ્ય છે. કારણ કે આ રીતે જ અભ્યાસ થાય છે.
આ એક સામાન્ય નિયમ છે કે જે કાર્ય અભ્યાસથી જ થઈ શકે છે તે કાર્ય ન થયું હોય ત્યારે જ તેને અભ્યાસ થાય છે. કાર્ય થઈ ગયા પછી અભ્યાસ કરવાને રહેતું જ નથી. બાહ્ય વ્યવહારમાં આપણે જોઈએ છીએ કે લેખન, ગાયન, અધ્યયન આદિમાં અભ્યાસથી જ કુશળતા આવે છે. આથી જ તેમાં કુશળતા મેળવવા કુશળતા આવ્યા પહેલાં જ તેનો અભ્યાસ કરે છે. પહેલાં લેખન આદિ બહુ જ ખામીવાળું હોય છે, પણ નિરંતર લખવા આદિને અભ્યાસ થતાં સમય જતાં તેમાં કુશળતા આવી જાય છે. આ જ બિના ચારિત્રમાં પણ ઘટે છે.
સમ્યગદર્શન પણ પહેલાં સમ્યગદર્શન ન હોય ત્યારે અભ્યાસ કરવાથી જ પ્રગટે છે. કારણ કે નવતત્તવ આદિનું જ્ઞાન થયા પછી જ ભાવ સમ્યક્ત્વ આવે એમ શાસ્ત્રમાં જણાવ્યું છે. નવતત્ત્વ આદિનું જ્ઞાન ન હોય ત્યારે ભાવ સમ્યક્ત્વ ન હોય. જે નવતવ આદિનું જ્ઞાન ન હોય ત્યારે પણ જે ભાવસમ્યક્ત્વ હોય તો નવતત્ત્વ આદિનું જ્ઞાન વ્યર્થ બની જાય. એ જ પ્રમાણે અચારિત્રી પણ જે અભ્યાસથી ચારિત્ર મેળવી શકે તે શે વધે ? આ વિચારવું.
પ્રશ્ન :- આમ તે કિયાકુશળતા એ જ ચારિત્ર થયું. પણ આ બરોબર નથી. કારણ કે “મરુદેવા” માતા વગેરેમાં કિયાકુશળતા ન હતી. ઉત્તર :- દરેક જીવમાં સંયમના અધ્યવસાયે સમાન હોતા નથી. (આથી કોઈકને કિયાના અભ્યાસ વિના પણ ચારિત્ર આવી જાય.) આ વિષે બીજા સ્થળે (અધ્યાત્મમત પરીક્ષા ગા. ૪૩ વગેરેમાં) વિસ્તારથી જણાવ્યું છે.
તથા અસંયત છે એટલા માત્રથી તે અયોગ્ય છે એમ ન મનાય. કારણ કે - દીક્ષા આપ્યા પહેલાં બધા જ અસંયત હોવાથી બધા જ અયોગ્ય ઠરશે. કૃતજ્ઞતા, પ્રતિજ્ઞામાં દઢતા વગેરે ગુણે જેનામાં ન હોય તે અયોગ્ય છે. સ્વીકારેલી ક્રિયામાં કુશળ જીવમાં ઉક્ત ગુણ હોય છે. માટે બધું બરાબર છે. [૬]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org