________________
गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ] વ્યવહાર વિના પણ કેવળજ્ઞાન ઉત્પન્ન થવા છતાં કેવળજ્ઞાનમાં વ્યવહાર કારણ નથી એમ ન માની શકાય. કારણ કે જ્યારે દ્વારની=વ્યાપારની અન્ય કારણથી સિદ્ધિ થાય ત્યારે સ્વપ્રાજ્ય દ્વારના=વ્યાપારના સંબંધથી જ હેતુતા છે.
[ ભાવાર્થ –ઘટમાં દંડ ચકભ્રમણ રૂપ વ્યાપાર દ્વારા કારણ છે, ચકભ્રમણ વિના માત્ર દંડ કારણ નથી. એમ દરેક કારણ પોતાના વ્યાપારદ્વારા કારણ મનાય છે. એથી જ્યારે દંડ વિના પણ ચક્રભ્રમણથી ઘટ બને ત્યારે દંડ ચકભ્રમણના સંબંધથી કારણ બને છે. તેમ પ્રસ્તુતમાં કેવલજ્ઞાનમાં વ્યવહાર આંતરિક શુભ ભાવ રૂ૫ વ્યાપાર દ્વારા કારણ છે. ભરતાદિના કેવલજ્ઞાનમાં આંતરિક શુભ ભાવ રૂ૫ વ્યાપાર દ્વારા (પૂર્વ જન્મ સંબંધી વ્યવહાર કારણ છે. ]
પ્રસન્નચંદ્ર વગેરેમાં બાહ્ય વ્યવહાર હોવા છતાં કેવળજ્ઞાન ન થયું તેમાં પણ વાંધો નથી. કારણ કે તેમાં આંતરિક કારણનો અભાવ હતે. આંતરિક અને બાહો એ બધાં કારણે ભેગાં થાય તે જ કાર્ય કરી શકે. ખૂટતી પંક્તિઓ શુદ્ધિપત્રકમાં જુઓ. જોવામાં આવે તે વિવેકીઓને એમાં ( કાર્યને કારણે માં) અવિશ્વાસ થતો નથી, કારણ કે આવો અવિશ્વાસ મહાન અનર્થનું કારણ છે. આ વિષે આવશ્યક સૂત્રમાં આ (૫૯-૬૦ એ બે ગાથાઓમાં કહેવાશે તે) કહ્યું છે. [૫૮]
पत्तेअबुद्धकरणे, चरणं णासंति जिणवरिंदाणं ।
आहच्चभावकहणे, पंचहि ठाणेहिं पासत्था ॥५९॥ 'पत्तेय'त्ति । प्रत्येकबुद्धाः-पूर्वभवाभ्यस्तोभयकरणा भरतादयस्तेषां यत्करणम्-आभ्यन्तराचरणं तस्मिन्नेव फलसाधकेऽभ्युपगम्यमाने जडाश्चरणं नाशयन्ति जिनवरेन्द्राणां सम्बन्धि आत्मनोऽन्येषां च, आहत्यभावानां-कादाचित्कभावानां कथने बाह्यकरणरहितैरेव भरतादिभिः केवलमुत्पादितमित्यनतिप्रयोजनं तदित्यादिलक्षणे ‘पञ्चभिः' प्राणातिपातादिभिः 'स्थानः पारम्पर्येण करणभूतैः पार्श्वस्थाः, स्वयं ह्येवमुपदेष्टारो निरङ्कुशतयाऽनादिकालीनाभ्यासेन प्राणातिपातादिषु प्रवर्तन्ते प्रवर्त्तयन्ति चान्यानिति तीर्थ नाशयन्तीति भावः ।। ५९ ॥ (ઉક્ત વિષયમાં આવશ્યકસૂત્રની બે ગાથાઓ (૧૧૬૩-૪) થી સંમતિ જણાવે છે:-)
પાસથાએ પૂર્વભવમાં જેમણે બાહ્ય-આંતર ઉભય સાધનનો અભ્યાસ કર્યો છે એવા ભરત વગેરે પ્રત્યેક બુદ્ધના અત્યંતર આચરણને આગળ કરીને અત્યંતર આચરણ જ ફસાધક છે એમ માનીને તથા ક્યારેક બનતા ભાવોને કહીને, અર્થાત્ ભરત વગેરેએ બાહ્ય સાધને વિના જ કેવળજ્ઞાન ઉપન કર્યું હતું, એથી બાહ્ય સાધને બહુ જરૂરી નથી એમ કહીને, જિનેશ્વરોએ બતાવેલા સ્વ–પરના ચારિત્રને પરંપરાઓ કારણભૂત પ્રાણાતિપાત આદિ પાંચ સ્થાનો વડે નાશ કરે છે. અર્થાત્ ઉક્ત રીતે ઉપદેશ આપતા પાસસ્થાઓ અનાદિકાળના અભ્યાસથી કોઈ જાતના અંકુશ વિના પ્રાણાતિપાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org