________________
૮ ]
[ स्वोपज्ञवृत्ति-गुर्जर भाषाभावानुवादयुते આ સુખ ઉત્તરોત્તર વ્યવહારશુદ્ધિ હોય તો જ ઘટી શકે. કારણ કે આમાં હેતુ દીક્ષા પર્યાયની વૃદ્ધિ જણાવેલ છે. તથા આ સુખવૃદ્ધિને નિયમ શ્રમણવિશેષની અપેક્ષાએ જ છે. બધા જ શ્રમણોને આ રીતે આવું સુખ હોય એવો નિયમ નથી. કેઈ શ્રમણને અલપકાળમાં પણ તેવું સુખ હોઈ શકે, કેઈને ઘણા કાળે પણ તેવું સુખ ન હોય. આ વિગત વ્યાખ્યાપ્રજ્ઞપ્તિની વૃત્તિમાં જણાવી છે. આનાથી એ સિદ્ધ થયું કે નિશ્ચયની જેમ વ્યવહારથી પણ સમાન રીતે જ સિદ્ધિ થાય છે.
નિશ્ચયનો અર્થ બતાવવા પૂરતો જ વ્યવહાર ઉપયોગી છે માટે તે આદરણીય નથી, એમ (ગા. ૨૦ ની ટીકામાં) જે કહ્યું તે બરોબર નથી વ્યવહાર નિશ્ચયન અર્થ બતાવે છે એ વ્યવહાર શબ્દની માત્ર પરિભાષા (=સાંકેતિક અર્થ) છે. નય રૂપે તે બંને સમાન છે. પરમાર્થથી તે આત્મતત્વ નયાતીત પ્રમાણરૂપ છે. અર્થાત્ પરમાર્થથી તે આત્મા નોથી જાણી શકાતું નથી, અનુભવથી જાણી શકાય છે. આને અર્થ એ થશે કે પરમાર્થથી તે આત્માને જાણવા નિશ્ચય નય પણ ઉપયોગી નથી. [૫૭] भरतादिदृष्टान्तेनोक्त व्यवहारवैफल्यं निराकर्तुमाह
भरहाईणं णाया, वेफल्लं णेव होइ ववहारे ।
आहच्चभावओ च्चिय, जमिणं आवस्सए भणियं ॥५८॥ 'भरहाईणति । भरतादीनां 'ज्ञातात्' दृष्टान्तात् नैव व्यवहारे वैफल्यं भवति, 'आहत्यभावादेव' कादाचित्कत्वादेव । तथा च कदाचिद्दण्ड विनापि हस्तादिनैव चक्रभ्रमणाद्घटोत्पादेऽपि घटं प्रति दण्डस्येव व्यवहारं विनापि पूर्वभवाभ्यस्तकरणानां तयाभव्यत्वपरिपाकवतां भरतादीनां कदाचित्केवलज्ञानोत्पादेऽपि तं प्रति व्यवहारस्य न हेतुताक्षतिः, द्वारस्यान्यत एव सिद्धेः ( ? सिद्धौ) स्वप्रयोज्यद्वारसम्बन्धेनैव च हेतुत्वात् । प्रसन्नचन्द्रादीनां च बाह्यव्यवहारसत्त्वेऽपि केवलज्ञानानुत्पादो न दोषाय, अन्तरकरणासत्वात् सामग्रथा एव कार्यजनकत्वादविवेकमूलव्यभिचारदर्शनस्य विवेकिनामविश्वासाजनकत्वात्तादृशाविश्वासस्य महानर्थनिमित्तत्वादिति भावः । अत्र सम्मतिमाह-यदिदं भणितमावश्यके ॥ ५८ ।।
પૂર્વે ભરતાદિના દૃષ્ટાંતથી (ગા. ૨૧) જણાવેલ વ્યવહારની નિષ્ફળતાનું નિરાકરણ કરે છે :
ભરતાદિના દૃષ્ટાંતથી વ્યવહાર નિષ્ફલ બનતું નથી. કારણ કે તેવું ક્યારેક જ બને છે. જેમકે ઘટ બનાવવામાં દંડ કારણ છે, કુંભાર દંડથી ચકને ફેરવે છે, એથી ઘટ બને છે. હવે ક્યારેક કુંભાર દંડ વિના પણ હાથ વગેરેથી ચકને ફેરવીને ઘટ બનાવે છે. છતાં દંડ ઘટનું કારણ છેeઘટ બનાવવા દંડ જરૂરી છે એમ માનવામાં આવે છે. તેમ પ્રસ્તુતમાં પૂર્વભવમાં ક્રિયાનો વ્યવહારને જેમણે અભ્યાસ કર્યો છે, અને જેમના તથાભવ્યત્વને પરિપાક થઈ ગયો છે તેવા ભરત વગેરે જીવોને કયારેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org