________________
[ ૬૭
गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ] ततः सिद्धं निश्चयवद्व्यवहारतोऽपि तुल्यवसिद्धिरिति । यच्चोक्तं निश्चयार्थोपदर्शनार्थमात्रत्वाद्व्यवहारो नादरणीय इति तन्न, एतस्य परिभाषामात्रत्वात् , नयत्वेनोभयोरविशेषात् , परमार्थतो नयातीतप्रमाणभूतत्वादात्मतत्त्वस्येति दिगू ॥ ५७ ॥
ઉકત વિષયમાં શાસ્ત્ર સંમતિ બતાવે છે -
ઉત્તરોત્તર વ્યવહાર શુદ્ધ હોવાથી વ્યાખ્યાજ્ઞતિ ( શ ૧૪ ઉ. ૯) માં ચારિત્રની કિયામાં ખેદાદિ દોષરૂપ કે અતિચારરૂપ મલના સર્વથા ત્યાગથી એક વર્ષના પર્યાય પછી સાધુઓને પરમસુખ હોય છે એમ કહ્યું છે. તે આ પ્રમાણે :
હે ભગવંત! હમણાં જે શ્રમણ નિર્ચથો વિચરી રહ્યા છે, તે કોની તેજલેશ્યાને ઓળંગી જાય છે? હે ગૌતમ ! એક માસના દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિગ્રંથો વાણુવ્યંતર દેવોની તેજોલેશ્યાને=સુખને ઓળંગી જાય છે.....એમ વધતાં વધતાં બાર માસના દીક્ષા પર્યાયવાળા શ્રમણનિગ્રંથ અનુત્તરપપાતિક દેવોની તેજોલેશ્યાને સુખને ઓળંગી જાય છે. ત્યારબાદ અધિક અધિક શુદ્ધ પરિણામવાળા થઈ સિદ્ધ થાય છે. યાવત સર્વ દુઃખોનો અંત કરે છે.
ભગવતીમાં જણાવેલ સુખવૃદ્ધિ દીક્ષા પર્યાય
યા દેવોથી અધિક સુખ ૧ માસ
વાણુવ્યંતર ભવનપતિ (અસુરકુમાર સિવાય) અસુરકુમાર ગ્રહ-નક્ષત્ર-તારા
સૂર્ય-ચંદ્ર ૬ થી ૧૦ માસ
કમશઃ ૧-૨, ૩-૪, ૫-૬, ૭-૮, ૯ થી ૧૨ ૧૧-૧૨ ,,
કમશઃ ૯ વેચક, ૫ અનુત્તર, (વ્યાખ્યા પ્રજ્ઞપ્તિની ટીકામાં તેજલેશ્યાને અર્થ આ પ્રમાણે છે – તેજલેશ્યાનો ઉલેખ પ્રશસ્તલેશ્યાના ઉપલક્ષણરૂપ હોવાથી તેજલેશ્યા એટલે પ્રશસ્તલેશ્યા. પ્રશસ્તલેશ્યા સુખાસિકાનું કારણ હોવાથી કારણમાં કાર્યના ઉપચારથી તેજલેશ્યા એટલે સુખાસિકા. સુખાસિકા એટલે સુખી અવસ્થા.)
અહીં મૂળગાથામાં રહેલ “શુક્લાભિજાત્યત્વ” શબ્દનો અર્થ આ પ્રમાણે છે :શુકલ એટલે શુદ્ધ પરિણામવાળો. અમુક મુનિ શુક્લ છે કે નહિ તે ઓળખવા માટે શુક્લનાં પાંચ લક્ષણો બતાવ્યાં છે. તે આ પ્રમાણે છે :- શુકલ મુનિ અખંડ આચારવાળ હોય, ઈર્ષ્યાથી રહિત હોય, કૃતજ્ઞ હોય, સત્કાર્ય આરંભ કરનાર હોય, હિતના અનુબંધવાળે હોય. અભિજા ય એટલે શ્રેષ્ઠ. શુકલમાં શ્રેષ્ઠ = શુક્લાભિજાત્ય. શુક્લાભિજાત્યને ભાવ શુકલાભિજાત્યત્વ. આત્મા જેમ જેમ વિશુદ્ધ પરિણામવાળા બને તેમ તેમ સુખી બને છે. આથી શુક્લાભિજાત્યત્વ શબ્દને ભાવાર્થ પરમ સુખ થાય.
૨ ૩
);
.
૫
)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org