________________
[ દશે
गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ] વિરોધી બે નાના વિષયનું જ પ્રતિપાદન થાય. એથી અનંત ધર્મોનો પરામર્શ ન થાય. જે એમ ન હોય તે અનેકાંતમાં સમ્યગૂ એકાંતનો પ્રવેશ નહિ ઘટી શકે. કારણ કે અવકના ભેદ વિના વિરોધી વિષયને સમાવેશ નહિ કરી શકાય. અનેકાંતમાં સમ્યફ એકાંતને પ્રવેશ જરૂરી છે.
મહામતિ શ્રીસિદ્ધસેનસૂરિજી (સ. ત. કાં ૩ ગા. ૨૭ ) કહે છે કે – “જેમ + અનેકાંત સર્વ વસ્તુઓને વિકલ્પનીય કરે છે, તેમ અનેકાંત પણ વિકલ્પનો વિષય થવા યોગ્ય છે. એમ હોવાથી સિદ્ધાંતને વિરોધ ન આવે તેવી રીતે અનેકાંત એ એકાંત પણ હોય છે.”
ભાવોદ્દઘાટન – અનેકાંતષ્ટિ તે એક પ્રકારની પ્રમાણ પદ્ધતિ છે. તે એવી વ્યાપક છે કે જેમ એ અન્ય બધા પ્રમેયોમાં લાગુ પડી તેનું સ્વરૂપ નક્કી કરે છે, તેમ તે પોતાના વિષયમાં પણ લાગુ પડે છે અને પોતાનું સ્વરૂપ વિશેષ ફુટ કરે છે. પ્રમેયોમાં લાગુ પડવાને અર્થ એ છે કે તેમના વિષયમાં જે સ્વરૂપ પર જુદી જુદી દષ્ટિએ બંધાયેલા હોય અગર બંધાવાનો સંભવ હોય તે બધી દષ્ટિઓને યોગ્ય રીતે સમવય કરી અર્થાત્ તે દરેક દૃષ્ટિનું સ્થાન નકકી કરી પ્રમેયનું એકંદર સ્વરૂપ કેવું હોવું જોઈએ તે સ્થિર કરવું. જેમ કે જગતના મૂળ તત્તવ જડ અને ચેતનના વિષયમાં અનેક દૃષ્ટિએ પ્રવર્તે છે. કેઈ એમને માત્ર અભિન્ન કપે છે તે કે માત્ર ભિન્ન. કઈ એમને માત્ર નિત્યરૂપ માને છે તે કોઈ માત્ર અનિત્યરૂપ. વળી કઈ એમને એક માને છે તો કોઈ અનેક કહે છે. આ અને આના જેવા બીજા અનેક વિકલ્પોન સ્વરૂપ. તારતમ્ય અને અવિધિપણું વિચારી સમન્વય કરે કે એ તો સામાન્ય દૃષ્ટિએ જતાં અભિન્ન, નિત્ય અને એક છે, તેમજ વિશેષ દૃષ્ટિએ જોતાં ભિન્ન, અનિત્ય અને અનેક પણ છે. આ પ્રમેયના વિષયમાં અનેકાંતની પ્રવૃત્તિને એક દાખલ થયો.
એ જ પ્રમાણે અનેકાંતદષ્ટિ જ્યારે પોતાના વિષયમાં પ્રવર્તે છે ત્યારે પોતાના સ્વરૂપ વિષે તે જણાવે છે કે તે અનેક દૃષ્ટિઓને સમુચ્ચય હોઈ અનેકાંત તો છે જ, તેમ છતાં એ એક સ્વતંત્ર દૃષ્ટિ હોઈ તેટલા પૂરતી એકાંત દૃષ્ટિ પણ છે. એ જ રીતે અનેકાંત એટલે બીજું કાંઈ નહિ પણ જુદી જુદી દષ્ટિરૂપ એકમને સાચે સરવાળે. આમ હોવાથી તે અનેકાંત હોવા છતાં એકાંત પણ છે જ. અલબત્ત, એમાં એટલી વિશેષતા છે કે તેમાં સમાતું એકાંતપણું યથાર્થતાનું વિરોધી ન હોવું જોઈએ. સારાંશ એ છે કે અનેકાંતમાં સાપેક્ષ (સમ્યફ) એકાંતોને સ્થાન છે જ.
આ વિષે સમંતભદ્ર પણ (સ્વયંભૂતેત્ર શ્રીઅરનાથ જિનસ્તવન ગાથા ૧૮માં) + અહીં જેમ અનેકાંત” ત્યાંથી આરંભી “એકાંતને સ્થાન છે જ' ત્યાં સુધીનું સંપૂર્ણ લખાણ પંડિત શ્રી સુખલાલજી અને પંડિત શ્રી બેચરદાસ એ બંનેએ મળીને કરેલા સન્મતિ તના અનુવાદમાંથી સાભાર અક્ષરશઃ ઉધૂત કર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org