________________
૬૦ ]
[ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते જીવન અસંભવને નિષેધ કર્યો છે. આથી આ વાક્ય “સકલાદેશ” કહેવાય છે. કારણ કે આમાં પ્રમાણથી સ્વીકૃત સંપૂર્ણ અર્થનું પ્રતિપાદન છે.
' આથી અમેએ (=પૂ. મલયગિરિસૂરિ મહારાજે) કહેલી પ્રમાણ-નયની વ્યવસ્થા બરોબર છે. તે આ પ્રમાણે - જે નય અન્ય નયથી સાપેક્ષ છે, તે પરમાર્થથી રચાત પદના પ્રયોગની અભિલાષા રાખે છે અને એથી સંપૂર્ણ વસ્તુને સ્વીકારે છે. આથી તેનો પ્રમાણમાં સમાવેશ કરવો જોઈએ. અર્થાત્ તેને પ્રમાણ માનવો જોઈએ. અન્ય નથી નિરપેક્ષ નય દુર્નય છે અને તે નિયમા મિથ્યાષ્ટિ જ છે. કારણ કે તે સંપૂર્ણ વસ્તુને સ્વીકાર કરતો નથી.*
અહીં આ ખાસ ખ્યાલમાં રાખવું કે જે નય અન્ય નથી સાપેક્ષ છે તેને પ્રમાણમાં સમાવેશ કરવામાં આવે = તેને પ્રમાણરૂપ માનવામાં આવે તો વ્યવહાર નય પ્રમાણુ બને. કારણ કે વ્યવહાર નય તપ – સંયમ – પ્રવચનને સ્વીકાર કરતો હોવાથી સંયમગ્રાહી નિશ્ચયનયને જે વિષય (સંયમ) છે તે જ વિષય તેને પણ હોવાથી નિશ્ચયને સાપેક્ષ છે.
ભાવાર્થ :- નિશ્ચય નયના અનેક ભેદો છે. તેમાં એક સંયમગ્રાહી (સંયમને માનનાર) નિશ્ચયનય પણ છે. એટલે સંયમગ્રાહી નિશ્ચયનયને વિષય સંયમ છે, અને સંયમ વ્યવહારને પણ વિષય છે. આથી વ્યવહાર નિશ્ચયથી સાપેક્ષ છે.
ભાવને સ્વીકારનાર ૪ શબ્દનયને જે વિષય (= ભાવ) છે તે જ વિષય શબ્દનોનો =સાંપ્રત, સમભિરૂઢ, એવંભૂત) હોવાથી શબ્દનો ભાવ સ્વીકારનાર શબ્દનયને સાપેક્ષ છે. જે નય અન્યનથી સાપેક્ષ છે તેને પ્રમાણમાં સમાવેશ કરવામાં આવે તે નામ વગેરે ચાર નિક્ષેપને સ્વીકાર ન કરનાર શબ્દનોને (=સાંપ્રત, સમક્ષિઢ, એવંભૂત) પણ પ્રમાણ માનવા પડે.
હવે જે અન્ય નય વાક્યના સંયોગથી *-સંબંધથી), અર્થાત્ એક નયવાક્યને અન્ય નયવાક્યની સાથે સંબંધ હોય ત્યારે, સાપેક્ષતા સ્વીકારવામાં આવે તે વિરોધી બે નાનો જે વિષય હોય, તે વિષયના જ અવરછેદકનો - લાભ થાય, અર્થાત્
+ અહીં રિમાન્ શબ્દને પ્રયોગ હોવા છતાં “બ્રર્વર્ત સુવર્ મવતિ એ ન્યાયે ફરી ga શબ્દનો પ્રયોગ કર્યો છે.
* અહીં આવશ્યક વૃત્તિને પાઠ પૂરો થાય છે. હવેનો પાઠ પૂ. ઉપાધ્યાયજી મહારાજની ટીકાને છે.
૪ શબ્દ, સમભિઢ, એવં ભૂત એ ત્રણ ન ભાવનિક્ષેપને જ સ્વીકારે છે, શેષ ચાર નય બધા નિક્ષેપોને સ્વીકારે છે. [ જૈન તક પરિભાષા ]
* જેમ કે સ્થાતિ ઘટ સ્થાનાસ્તિ ઘટઃ |
- અવચ્છેદક એટલે અવિક્ષિત અર્થને નિષેધ કરીને વિવક્ષિત ધર્મને પ્રતિપાદક અથવા અવરદક એટલે કઈ વસ્તુનું અપેક્ષાથી જ્ઞાન કરાવનાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org