________________
७६३
કોઈ પડલ તે છે નહીં. કાન પર પડલ ન હોવાના કારણે કાન ખુલ્લાં જ રહે છે, ન ઈરછીએ તેવી વાત પણ કાનમાં ઘૂસી જાય છે. અને દિમાગ ખરાબ કરે છે. પરંતુ તેનો ઉપાય બતાવતાં પ્રશમરતિકાર કહે છે કે –
स्वगुणाभ्यासरतमतेः परवृत्तान्तान्धमूकब घिरस्य । मदमदनमोहनमत्सर रोष विषादर धृष्यस्य ॥ प्रक्षमाव्याबाध सुखाभिकांक्षिणः सुस्थितस्य सद्धमे । तस्य किमौपम्यं स्यात् सदेवमनुजेऽपि लोकेऽस्मिन् ।
સ્વ = અર્થાત્ આત્મા. આમા પોતાના ગુણેના અભ્યાસમાં લીન થઈ જાય અને પારકી પંચાતમાં, બીજાની વાતોમાં આંધળા, મૂંગા અને બહેરા બની જવું જોઈએ. ગાંધીજીના ત્રણ વાંદરાઓ શીખવાડે છે કે બીજાના દેષ જોવામાં આંધળા બની જવું જોઈએ. કોઈ પૂછે તે કહી દેવું જોઈએ કે–ભાઈ! મને બરોબર દેખાતું નથી. તેવી જ રીતે બીજાની વાત સાંભળવામાં બહેરા જેવા બની જવું જોઈએ. અરે ભાઈ! મને સંભળાતું નથી. આ રીતે ત્રણે કાર્યો પહેલાં કરીને બીજાના દોષ જોવા, કહેવા અને સાંભળવાથી નિવૃત્ત થઈને પોતાના ગુણોની સાધનામાં જે મસ્ત બની જાય તે સાચો સાધક કહેવાશે અને અભિમાન કામ અર્થાત્ વિષય વાસના, મેહ મત્સરવત્તિ અર્થાત્ આંતરિક ઈર્ષ્યા-દ્વેષ અને રોષ (આંતરિક કેધ) તથા ખેદવિષાદ વગેરેને આધીન ન થવું જોઈએ. આ રીતે જે પ્રશમ–પ્રશાન્ત, અવ્યાબાધ = બાધા રહિત અનંત સુખ (મેક્ષ)ના ઈરછુક છે અને પિતાના આત્મધર્મમાં જે લીન છે, દઢ છે, એવા શ્રેષ્ઠ સાધક પુરૂષની ઉપમા દેવ અને મનુષ્યથી ભરેલા આ લોકમાં કેને આપી શકાય છે? અર્થાત્ પરનિંદા ત્યાગ કરનાર કેટલો ઉત્તમ છે કે તેની ઉપમાની સરખામણીમાં પણ કોઈ આવી શકતું નથી આથી નિંદાની વૃત્તિ છોડવાનો સૌથી સરળ ઉપાય છે કે ગુણાનુરાગી બનવું.
સંસારમાં ૪ પ્રકારના જીવ
ઉત્તમ જીવ
મધ્યમ જીવ
અધમ જીવ
અધમાધમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org