________________
७९२
પિતાની પ્રતિષ્ઠા ઓછી થઈ જવાથી, કેઈ પૂછતું ન હતું. આ વાત ઉપાશ્રયની નજીક રહેતા આ પરિવારની વેગવતી સ્ત્રીને ખટકી તેનાથી મુનિ મહામાની પ્રશંસા સહન ન થઈ. મનુષ્યની આ એક વિચિત્ર કમજોરી છે કે યશપ્રતિષ્ઠા–ધન-સંપત્તિ–ઐશ્વર્ય વગેરે પોતાને પ્રાપ્ત ન થયું એ વાતનું દુઃખ વધારે નથી પરંતુ આ જ વસ્તુઓ બીજાને અધિક મળી છે. તેનાથી એ વધારે દુઃખી છે. આ દુઃખને દૂર કરવા માટે પણ ઈ– દ્રષ-મત્સર વગેરે વૃત્તિથી નિંદા-પરપરિવાદ કરવામાં તે સુખ માને છે, રાજી થાય છે, કુતરો પણ હાથીની સામે ભૂકતાં ભૌ–ભ કરતાં, જતા એવા હાથીને મેં ભગાડ, જતાં એવા મનુષ્યને (ચેર સમજીને) પણ મેં ભગાડો એમ માનીને કુતરા પણ ખુશ થાય છે, રાજી થાય છે, સંતોષ માને છે, પોતાની જાતને બહાદુર સમજે છે. તેવી રીતે પર પરિવાદી–નિદક વૃત્તિવાળા પણ કોઈની નિંદા કરીને, કોઈની પર . કીચડ ફેંકીને ખુશ થાય છે. ચાર-પાંચ જણની ટોળીમાં બેસીને ગપ્પા મારતા, કેઈના વિષયમાં સાંભળેલી–સંભળાવેલી, સાચી–જૂ હું જુદી–જુદી વાત કરતા બે-ચાર કલાકનો સમય પસાર કરતાં સંતોષ માને છે, પ્રસન્ન થાય છે અને પોતાની જાતને દિલ્લી શહેનશાહ માની લે છે. કેટલાક લોકોને વિપરીત સ્વભાવ હોય છે. તે કોઈના ગુણેની ગુણાનુવાદની સભામાં બેસશે તો માથું દુખવા લાગશે. ત્યાં ગુણો સાંભળવામાં તેને રસ નહીં આવે. પરંતુ કયાંક ચાલતી હલકી વાતોજૂરી ખરાબ કૃત્રિમ વાતા તથા દેષ સાંભળવાની વાતમાં રસ આવે છે. આવી વાતો પહેલાં પસંદ પડે છે. આ મનુષ્યનો સ્વભાવ અને રસ મનુષ્યને નિંદક બનાવે છે. પહેલાં મનુષ્ય નિંદા સાંભળે છે અને પછી નિંદા કરે છે. તે સાંભળીને જ શીખી જાય છે કે નિંદા કેવી રીતે કરાય છે. લોકોને આંખની અપેક્ષાએ કાનને વિષય અને વ્યાપાર વધારે પ્રિય હોય છે અને કાનમાં પણ સારી વાતોની અપેક્ષા કરતાં ખરાબ વાત, ગુણની અપેક્ષાએ દોષ સાંભળવામાં તથા પ્રશસાની અપેક્ષાએ નિંદામાં વધારે રૂચિ છે, તેવી કાનની ટેવ છે. એવું લાગે છે. આંખ અને કાનમાં સૌથી મોટું અંતર એ છે કે–આ અને તે પડલ છે. ન જેવું હોય તે એક ક્ષણમાં બંને પડેલે પાડે કે જોવાનું બંધ થઈ જાય. પરંતુ કાનને માટે તેવી વ્યવસ્થા નથી. ન સાંભળવું હોય તો કાન બંધ કરી દઈએ—પરંતુ કાન બંધ કરીએ કેવી રીતે ? કાન પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org