SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ૬પ૭ એ જ કલ્યાણપ્રદ છે. એ જ સુધારે છે. આજે નિવૃત્તિ શબ્દ સંસા૨માં ઘણા સ્થાને પ્રચલિત થયેલે જણાય છે. આજે ધંધા વ્યાપારમાં નિવૃત્તિ લેનારા અનેક જીવ મળશે પણ મને વૃત્તિમાં રહેલા પાપથી નિવૃત્તિ કરનારા કેટલા મળશે? મને વૃત્તિ ઉપર અભ્યા ખ્યાનાદિ પાપને આધાર છે. મનગમાં ઉત્પન્ન થયેલા પાપ પ્રવૃ ત્તિમાં આવે છે. અભ્યાખ્યાન પણ કંઈક એવું જ પાપથાન છે. કેઈ ઉપર જૂઠું દષારોપણ કરવું, આક્ષેપ કર, કલંક ચઢાવવું એવી મને વૃત્તિવાળા જીવ કઈ જુદા જ પ્રકારના હોય છે. પ્રાયઃ નકામા લેક, બેકાર, નવરા માણસો કે જેઓની પાસે કઈ પણ કામ ધંધે ઉદ્યોગ નથી, પ્રવૃત્તિ નથી એવા પ્રવૃત્તિરહિત જીનું આ પાપસ્થાન છે. ગુજરાતીમાં કહેવત છે કે, “નવર બેઠે નખોદવાળે” એટલે જે નકામાં નવરા બેઠા હોય છે. તે એ જ સત્યાનાશ કરે છે. અંગ્રેજીમાં કહેવત છે કે, An empty mind is Devil's workshop.” ખાલી મગજ એ શેતાનનું કારખાનું છે. એટલે મગજને હંમેશા કાર્યરત રાખવું જોઈએ. વળી ઈર્ષ્યાળુવૃત્તિવાળા જીવ, અદેખાઈવાળા છે, બીજા ઉપર ખાર (દ્રષ) રાખવાવાળા જ પ્રાયઃ અભ્યાખ્યાન પાપનું સેવન કરે છે. જેઓ કેઈને ઉત્કર્ષ જોઈ શકતા નથી તેઓ અભ્યાખ્યાનને આશ્રય લે છે. સ્કર્ષ અને પરાપકર્ષના ભાવથી અભ્યાખ્યાનને જન્મ થાય છે. ગમે તે સંગોમાં પોતાને વટ જાળવવા અને બીજાને વટ કટ કરવા માટે જીવે આવી હલકી મને વૃત્તિને આશ્રય લેતા હોય છે. આક્ષેપ કરવાની ખાસીયત શિકાગે (અમેરીકા)માં થયેલી વિશ્વ ધર્મ પરિષદમાં જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે પૂ. આત્મારામજી મહારાજે વીરચંદ રાઘવજી ગાંધી (v. R. Gandhi) ને મોકલ્યા હતા તે સમયે સ્વામી વિવેકાનંદ પણ ગયા હતા. જોરદાર ભાષણેથી એમણે સુંદર અસર ઉપજાવી હતી. પરિષદની સમાપ્તિ પછી ત્યાંના કેટલાક સ્થાનિક લોકોએ સ્વામીજીને પૂછયું કે–તમારા દેશવાસીઓની ખાસ વિશેષતા શું છે? સ્વામીજી-કેવી વિશેષતા? અમારા દેશમાં સારી વિશેષતાઓ અનેક છે અને ખરાબ પણ અનેક છે. તમે કેવી વિશેષતાઓ જાણવા ઈચ્છે છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001501
Book TitlePapni Saja Bhare Part 16
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy