________________
૬૫૬
વિચારો કેટલી પવિત્ર સનારી મહાસતી સીતાની ઉપર અભ્યાખ્યાન વૃત્તિવાળા લેકેએ આરેપ કર્યો. કલંક આપ્યું. દેષારોપણ કર્યું સીતાને કેટલું સહન કરવું પડયું? આ દષ્ટાંતથી બીજાની પ્રવૃત્તિ જોઈને એમની વૃતિ ઉપર આક્ષેપ કરતા બહુ વિચાર કરવો જોઈએ. અભ્યાખ્યાન એક સ્વતંત્ર પાપસ્થાનક છે.
અઢાર પાયસ્થાનમાં કઈ પણ પાપસ્થાનમાં સમાવેશ ન કરતા અભ્યાખ્યાનને સ્વતંત્ર પાપસ્થાન કહ્યું છે. જે કે મૃષાવાદનું જ સ્વરૂપ છે. તે પણ મૃષાવાદ જઠ અથવા અસત્ય અને અભ્યાખ્યાન એક જ નથી. મૃષાવાદમાં સામાન્ય રૂપે અસત્યનું સેવન છે, જૂઠું બોલવાની વાત છે, કલંક આપવાની વાત છે. તેથી અન્ય કોઈ પણ પાપસ્થાનમાં તેને સમાવેશ નથી થતું. આ એક સ્વતંત્ર જ પાપસ્થાન છે. જે કઈ પાપસ્થાનમાં સમાવેશ થઈ શકતો હોત તે જ્ઞાની માહાપુરૂએ સ્વતંત્ર શા માટે ગણાવ્યું? બીજુ કેઈપણ પાપસ્થાન આને મળતું નથી આવતું. તેથી આ સ્વતંત્ર પાપાન છે. અભ્યાખ્યાન વૃત્તિવાળા જીવ
જગતમાં અનંત જીવે છે. આ સંસારમાં ભિન્ન ભિન્ન સ્વભાવવાળા અનેક પ્રકારના જીવે છે. તેઓની સ્વભાવનુસાર પ્રવૃત્તિ થાય છે. વૃત્તિ સ્વભાવ સાથે સંબંધિત છે. જ્યારે પ્રવૃત્તિ વ્યવહારાત્મક ક્રિયાત્મક છે. વૃત્તિના અનુસાર પ્રવૃત્તિ થાય છે. સંસારમાં બધા જ એક સમાન વૃત્તિવાળા તે છે. જ નહી. બધાને પિતપોતાની મનોવૃત્તિ રહે છે. મનમાં રહેલી વૃત્તિ પ્રવૃત્તિ રૂપે બહાર આવે છે. વ્યવહારમાં આવે છે. આપણે કેઈની વૃત્તિને તે જાણી શકતા નથી. પરંતુ પ્રવૃત્તિ જોઈ ને વૃત્તિનું અનુમાન કરી લઈએ છીએ, સેવાર વૃત્તિમાં આવેલું પાપ પ્રવૃત્તિમાં આવ્યા વિના રહેતું નથી. એટલે પાપનું કેન્દ્રસ્થાન વૃત્તિ છે. અને પ્રવૃત્તિએ પરિધ છે. કેન્દ્રને અંકુશમાં રાખવાથી પરિધ બંધ થઈ જાથ છે. પ્રવૃતિમાં પાપબંધ કરવા ઈચ્છતા આત્માએ વૃત્તિ ઉપર અંકુશ મૂક અત્યંત જરૂરી છે. આજે ઘણા મનુષ્ય પાપથી નિવૃત્તિ લે છે પણ તેઓ મુખ્યત્વે પ્રવૃત્તિથી નિવૃત્તિ લે છે. વૃત્તિથી નિવૃત્તિ લેનારા બહુ વિરલ હોય છે. સંસારમાં વૃત્તિથી નિવૃત્તિ લેવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org