________________
૬૫૫
મહાસતી સીતા પર દોષારોપણ
આ વાત રામાયણની છે. દેબીના ઘરમાં બણની સાથે દેબીને કંઈક ઝગડે થયે ધબણ ઘર છેડીને ચાલી ગઈ ચાર-છ દિવસ કોઈને ત્યાં રહીને પાછી આવી ગઈ પતિને નિવેદન કર્યું. મહેરબાની કરીને મને પાછી ઘરમાં આવવા દો. બેબીએ જવાબ આપતા એવા શબ્દોને પ્રયોગ કર્યો કે હું શેડે રામ છું કે તને પાછી ઘરમાં આવવા દઉં? ઘરેથી નીકળી ગયેલી અને બીજાને ત્યાં રહી આવેલી સ્ત્રીને હું નથી સ્વીકારતો. રામે સીતાને કેવી રીતે સ્વીકારી? પત્નીએ કહ્યું તમે આવા મહાપુરૂષ મર્યાદા પુરૂષોત્તમ શ્રી રામ અને મહાપવિત્ર સતી સનારી સીતાના વિષયમાં આવું કેમ બોલે છે? આ ગ્ય નથી સીતા જેવી મહાસતીના વિષયમાં અંશ માત્ર પણ શંકા કરવી એટલે કે સૂર્યમાં અંધકાર જોવા જેવી બાલિશ ચેષ્ટા છે. આ સાંભળીને બેબીએ કહ્યું. રામ-સીતાની વાત છોડે પરંતુ હું તને ઘરમાં નહીં આવવા દઉં.
પતિ-પત્નીના ઝગડામાં બેબીની આ વાત અડોસ-પડોસમાં થતી થતી શ્રી રામની પાસે પહોંચી. રામચંદ્રજીએ વિચાર્યું - આ શું વાત છે? અગ્નિ પરીક્ષામાં પણ સીતા પવિત્ર છે એમ જાહેર થયા પછી પણું સમાજમાં પ્રજામાં આવી વાત કેમ ચાલી રહી છે? મર્યાદા પુરૂષોત્તમ અને ન્યાયપ્રિય તરીકે રામચંદ્રજીની પ્રસિદ્ધિ હતી. તે જ ક્ષણે તેમણે સીતાને રાજમહેલમાંથી કાઢી મૂકી. રાવણના હાથમાંથી નિષ્કલંક છૂટીને આવેલી સીતા સ્વદેશમાં કલંકિત થઈ દોષારોપણને ભેગ બની સીતા ઉપર બેટા આળ ચડાવવામાં આવ્યા અંતે સીતાને રામની આજ્ઞાનું સાર ઘર છોડીને નીકળી જવું પડયું. ગર્ભવતી સીતા નાજુક પરિસ્થિતિમાં ઉપર આભ અને નીચે ધરતીના સહારે જંગલમાં પહોંચી. બાહ્ય આશ્રય વગરની સીતાના અંતરમાં સમ્યકત્વ રૂપી દીવડો ઝગમગતો હતે. દેવ-ગુરૂની સહાય હતી. જીન શાસનની હુંફથી તેના જીવનમાં ઉષ્મા રહેતી. જંગલમાં જઈ કઈ આશ્રમમાં આશ્રય લીધો અને સમય પસાર કરવા લાગી. ગર્ભાધાનને કાળ પસાર કરી અંતે લવ કુશ એ બે બાળકને જન્મ આપ્યો. સંતાનનું પાલન પોષણ કરી મેટા કર્યા. માતાનું વાત્સલ્ય અને પિતાનું શિક્ષણ બંને આપવા માટે તે સમર્થ હતી. સ્વધર્મ પાલન કરીને અંતે સતી સીતાજી ભૂમિમાં સમાઈ ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org