________________
૬૮૮ આમાં નારદવૃત્તિનું પ્રમાણ વધારે હોય છે–
વારંવાર આવા પશુન્ય વૃત્તિવાળા જીવ નાદવૃત્તિ વધારે રાખે છે. નારદજીની ટેવ છે કે અહીંની વાતે ત્યાં કરે છે અને બન્નેને ભેગા કરી દે છે, લડાવે છે અને પછીથી તમાશો જુએ છે. મનમાં રાજી થાય છે. તેવી રીતે પિશુનવૃત્તિવાળા માં પણ નારદવૃત્તિ ભરેલી પડી હોય છે. આ વૃત્તિથી એકની ચાડી બીજાની પાસે ખાય, પછી બીજાની વાત અહીં-તહીં કરે અને પરિણામ એ આવે કે બને ઝગડવા લાગે પશુન્યવૃત્તિમાં માયાનું પ્રમાણ મળેલું હોય છે. આથી આને સ્વભાવ માયાવી વધારે રહે છે. તેથી ચાડી ખાવાવાળા માયાવી વૃત્તિનું સેવન કરે છે. પશુન્યનું મૂળ માયા છે. આથી માયા-કપટને આશ્રય લે છે.
સ્ત્રીઓ જ્યારે આ પાપસ્થાનનું સેવન વધારે કરે છે અને અહીંની વાતે ત્યાં કરે છે ત્યારે એક સ્ત્રી બીજીને કહે છે સાંભળ..આ વાત હું તને કહું છું પરંતુ તું બીજાને ના કહીશ. મારા સોંગદ છે તને? બીજી સ્ત્રી સાંભળે છે. તેને સાંભળવામાં રસ આવે છે. કેઈની વાત સાંભળવામાં જે પિતાને દિલચસ્પી લાગી જાય અથવા રસ બતાવે તે સમજી લેવું કે ચાડી ખાવાની પિતાને પણ ટેવ પડી જશે. ચાડી ખાવાવાળા તે આમ પણ રસ્તા પરના ફેરીવાળા જેવા હોય છે. તેને તે પોતાની વાત જ સંભળાવવી હોય છે. માત્ર સામે સાંભળવાવાળું કોઈ જોઈએ. બસ, તમે દિલચસ્પી બતાવે તે તમને વાતો સંભળાવશે.
આ પાપરથાનક જ મૃષાવાદના ઘરને પેટભેદ છે. આવા મૃષાવાદ અસત્યનું કથન કંઈક અંશે વધારે રહે છે. ચાડી ખાનાર કયારેય સો ટકા સાચું બેલતું જ નથી. ૫૦ ટકા તે ખેટું જ બેલતો હોય છે. તેથી સાંભળવાવાળાએ ખાસ ધ્યાન રાખવું. આ પાપસ્થાનક વિચિત્ર પ્રકારનું છે, બોલવાવાળા કરતા સાંભળનારને વધારે નુકશાન થાય છે. બેલનારની પાસે શું હોય છે? કેમ કે ચાડી ખાનાર નથી તો પ્રમાણ રાખતો કે નથી તે સાક્ષી રાખતે કંઈ જ નહીં! તેથી તે તે છૂટી જાય છે. પરંતુ શકય છે કે સાંભળનાર ઝઘડા-લડી પડે તે સાંભળીને આવેશમાં આવી જાય છે અને બેલાચાલીમાંથી મારામારી સુધી પર પણ પહોંચી જાય છે. આવા સમયે સાંભળનાર છે તેનું નામ કહી દે અને કદાચિત્ તેઓ બંને તેને પૂછવા પણ જાય છે તે જૂઠું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org