________________
૬૮૭ જણાને કહેતે રહેશે. વ્યસની પોતાની નશાવાળી વસ્તુને પ્રયત્ન કરીને શોધી કાઢે છે. તેવી જ રીતે પિશનપણાની ટેવવાળા વ્યસનીઓ કયાંક બે ચાર જણ વાત કરતાં હશે ત્યાં જઈને શાંતિથી બેસી જશે અને તેની વાત સાંભળશે. ત્યારપછી ત્યાંથી ઊઠીને જેના વિષયમાં વાતે થઈ હતી ત્યાં જઈને તેઓને ઝગડાવશે. બે વાતો સંભળાવતા-સંભળાવતા પણ વળી તેમાં પિતાનું મીઠું-મરચું નાંખીને-વધારીને કહેશે, કાનમાં કહેશે અને સાથે એમ પણ કહેશે કે અરે ભાઈ સાહેબ ! મારું નામ ન આવે તેનું ધ્યાન રાખજો મારું નામ આપશો જ નહીં કે આ કહ્યું છે. મેં તો તમારા ભલા–સારા માટે કહ્યું છે અને આ રીતે તે દસ-વીસ વાત બનાવશે તે ગભરાય છે કે મારું નામ ન આવી જાય. પિશુનવૃત્તિવાળા આમ પણ પહેલેથી ડરપોક વધારે હોય છે.
સાચી વાત તે એ છે કે તે ચાર-છ જણની વચમાં બેસીને ત્યાંથી વાત સાંભળીને એક જગ્યાએથી બીજી જગ્યાએ, એકની પાસેથી બીજાની પાસે પહોંચાડવાનું ટપાલીનું કામ કરે છે. ચેરે ઘણા પ્રકારના હોય છે. ધન–પૈસા વગેરે ચરવાવાળા જુદા પ્રકારના હોય છે અને વાતેના ચાર એક જુદા જ પ્રકારના હોય છે. જે માત્ર વાતની જ ચોરી કરે છે. અહીંનું ત્યાં ને ત્યાંનું અહીં કહે છે.. પ્રાયઃ લેકે આવા માણસેને “મા” પણ કહે છે.
આ થોડા ભેદી વૃત્તિવાળા હોય છે. ભેદેને, રહસ્યમયી વાતને ફેડવાવાળા, ગુપ્તચર-જાસૂસી વૃત્તિવાળા કહેવાય છે. તેમને ચમચા પણ કહ્યાં છે તે બરાબર જ છે કેમ કે ચમચાની જેમ તે પણ વચમાં રહીને દાળ હલાવવાનું કામ કરે છે. વાતે ચલાવે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ વાત પહોંચાડે છે. આ કેઈને પૈસાદાર ગુપ્તચર નોકર પણ બની જાય છે. પછી તેઓને વાતે પહોંચાડવાનું કામ કરે છે. કયારેક-કયારેક તે લેકે આવા પશુન્ય વૃત્તિવાળાને સારી રીતે સમજી જાય છે અને તેના આવતાની સાથે જ વાતો બંધ કરી દે છે. અથવા તેઓની હાજરીમાં સર્વસામાન્ય એવી જનરલ વાત કરવા લાગે છે. જેથી તેઓ સાંભળે તે પણ વાંધો ન આવે કેને કહેવા જાય ? તેને પિતાને વાતે રૂપી ખેરાક ન મળતાં તે પોતે જ ત્યાંથી ઊઠીને બીજે કયાંક જતે રહે જેથી ત્યાંની વાત સાંભળવા મળે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org