________________
૬૮૦
અભ્યાખ્યાનનું પાપ સેવતા બાંધેલા ભારે ૭ કર્મ
અદ્ધતા દ ને પ્રગટ કરીને આરોપ કરવાના પાપને શાસ્ત્રકાર મહર્ષિએ અભ્યાખ્યાન કહે છે. આ અભ્યાખ્યાન સ્વ-પ૨ ઉભયના મનમાં દુષ્ટતા પ્રગટ કરનાર છે. આરોપ-આક્ષેપની પ્રવૃત્તિ આ અભ્યાખ્યાન પા૫ સેવવાથી કરતા-કરતા- ક્રોધ-માન-માયા- લેભછેષ આદિ ઘણાં પાપને એક સાથે જીવ સેવે છે અને ભારે કર્મ બાંધે છે. અભ્યાખ્યાનના સંઘર્ષમાંથી કલહનું સ્વરૂપ ઉભું થઈ જાય છે.
શંખવર્ધન નગરના રાજા શંખપાલની પુત્રી ગુણશ્રી હતી. પિતાના ભાઈ ધનપતિ રાત્રિના સમયે રૂમમાં સુવા જાય છે અને થોડીવારમાં તેની પત્ની પણ સુવા જતી હતી તે વખતે દરવાજે ઉભી રાખીને જોરથી બોલવા લાગી હે ભાભી ! બહુ વધારે કહેવાની જરૂર નથી પણ આપણી સાડી ઉપર કેઈ ડાઘ ન પડવા દે.. સમજ્યા ને?.. શિયળનું રક્ષણ બરાબર પૂરેપૂરું અણિશુદ્ધ કરવું. મનમાં માયાની કપટવૃત્તિ રાખીને વ્યંગમાં અભ્યાખ્યાન સેવવા પૂર્વક નિષ્કારણ આવી રીતે બેસીને પતિના મનમાં શંકાનું ભૂત ઉભુ કર્યું. પત્ની પતિની સાથે પથારીમાં સુવા ગઈ ત્યારે બેનના શબ્દો સાંભળીને ખિન થયેલા મનથી ભાઈએ પત્ની તરફથી મેટુ ફેરવી લીધું, પત્નીના ચારિત્ર ઉપર ધનપતિને શંકા જાગી. તર્ક-વિતર્કના વાદળે ઘેરાવા લાગ્યા અને પત્નીને ધૂત્કારીને કાઢી. બસ મારી પાસે સૂઈશ નહીં, મારા ઘરમાં પણ રહીશ નહીં. ભારે તિરસ્કારપૂર્વક અપમાનિત કરી. સ્ત્રીના જીવનમાં શિયળ એ જ એનું મેટું આભુષણ છે અને એના ઉપર જ શંકા ઉભી થતા. જીવન-મરણ ને પ્રશ્ન બની જાય છે. પત્ની ઘરમાંથી નીકળી ગઈ. અને ૩-૪ દિવસ ઘણી દુઃખી થઈ આત્મ હત્યાના વિચારો કરવા લાગી.
આવી દયનીય સ્થિતિ જોઈને શિખામણ આપનારી બેન ને દયા આવી અને ફરી એક દિવસ ભાભીને લાવીને ભાઈ પાસે લઈ ગઈ ભાઈને ઠપકો આપતા કારણ પૂછ્યું શું થયું છે? કેમ ભાભીને કાઢી મૂકી છે? એવી શું વાત છે? એટલે ભાઈએ ખાસ ખુલાસે કરતા કહ્યું કે... તમે જ તે તે દિવસે કંઈક કહ્યું હતું તે મેં સાંભળ્યું હતું અને મને ખ્યાલ આવ્યો એટલે મેં તેને કાઢી મૂકી. બહેને કહ્યું કે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org