________________
६७८
પ્રત્યે પ્રેમદષ્ટીને અભાવ એ મુખ્ય કારણ છે. આપણી વ્યક્તિની ભૂલની, આપણે માફી આપી શકીએ છીએ. એટલે જેના પ્રત્યે પ્રેમ નથી એની. ભૂલે મેટા સ્વરૂપે જણાય છે. પ્રેમને માફીમાં રસ છે. અહંકારને. સજામાં રસ છે અને વળી સ્વાદુવાદ દષ્ટીના અભાવે બીજાના દષ્ટિકોણને. નહી સમજવાથી પણ આરોપનું પાપ થઈ જાય છે. એમાં જ્યારે બીજાના ચારિત્ર ઉપર આરોપ મૂકવાને અવસર ઉપસ્થિત થાય છે. ત્યારે ચારિત્ર ઉપરના કલંકને અસહ્ય માનતા ઘણું જ આત્મહત્યાને માર્ગ પણ અપનાવે છે. અને કેાઈ સશક્ત જીવ તેનો પ્રતિકાર કરવા. પણ કટીબદ્ધ બને છે.
જેની ઉપર કલંક લગાવવામાં આવે છે તેને તે નુકશાન થાય. જ છે. પણ અભ્યાખ્યાનીને પણ ક્યાં શાંતિ મળે છે ? એને પણ હંમેશા પિતાના દાવની ચિંતા રહે છે ? રાત્રે સુતી વખતે પણ તેની ઉંઘને હરામ કરે છે. તેનું સમસ્ત જીવન અસત્યમય બની જાય છે.. સમાજમાં આવા માણસની કોઈ કદર કરતું નથી. તેને અવિશ્વાસની નજરે જુએ છે. આજે તમે કોઈના ઉપર દોષની ચાદર ઓઢાડે છે આવતી કાલે સંભવ છે કે તે તમારા ઉપર દોષારોપણ કરશે. સૂતેલા સાપને ઈ છેડવાની જેમ સમાજ આવા માણસેથી દૂર રહેવા ઈચ્છે છે. એને ચંડાળ માનીને તેને સ્પર્શ પણ વજર્ય માને છે. અભ્યાખ્યાની બીજાના સારા સદભત ગુણાને પણ જોઈ શકતા નથી, કોઈનું સારું બેલી શકતું નથી. આથી. સમાજમાં લોકો એના દુઃખના દિવસોમાં તેની પાસે પણ ઉભા રહેતા નથી. કોઈ તેને મદદ કરવા ઈચ્છતું નથી. સમાજની અંદર તે પતિત, ભગ્ન પરિણામી, અધમ જણાય છે. નીલકાર તે ત્યાં સુધી કહે છે કે બીજામાં દોષ હોય તે પણ બેલવા ન જોઈએ તે પછી દેષ ન હોવા છતાં દોષપણને પ્રશ્ન જ કયાં રહે છે ?
ટૂંકમાં, “માત્મવત્ સર્વ ભૂતેષુ : વસતિ ઇવ પરથતિ એટલે પિતાના આત્માની સમાન સર્વ ને જોવાની કળા જેને પ્રાપ્ત થઈ છે. જીવત્વ પ્રત્યે જેને બહુમાન છે. Reverance for life અગત્યને ગુણ છે. જેનો વિકાસ પામે છે. બીજાના દે પ્રત્યે જે સહિષ્ણુ છે. અને જેને અહંકાર સતાવતા નથી તેવા જ આ અભ્યાખ્યાનના પાપથી વેગળા રહી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org