________________
१७८
અરે! તમે તે સભામાં કહ્યું તેનું નિર્વાણ (મેક્ષ) થઈ ગયું અને હવે પાછી આવી વાતે શા માટે કરો છો ? ત્યારે વકતાએ જવાબ આપ્યો કે હા હું આટલું છે તેના પુત્ર વગેરે પરિવાર સાંભળી રહ્યા હતાં છતાં પણ તેઓને કયાં અક્કલ હતી કે મને માત્ર ૧૦૦ રૂ. જ આપ્યા. જ્યારે ૧૫૦ રૂ. ની વાત થઈ હતી. તે પછી હવે શા માટે સારુ બેલું? વિચારે! આવી વાતોથી લેક પર શું છાપ પડશે? માત્ર પૈસા જ સાંસવ છે? શું સાથી જ બધું થાય છે? તે તે પછી આ વાસ્તવિક ગુણાનુવાદ ન થયે. આ તે ભાટચારણોની પ્રશંસા થઈ. આવી ખુશામત અથવા પ્રશંસામાં ગુણોનું આરોપણ થાય છે અને દેષ હોવા છતાં પણ, છુપાવાય છે અને સમય આવ્યે ગુણને પણ છુપાવીને દોષનું કલંક લગાડાય છે. આ પ્રકારે અનેક રીતથી લોકો અભ્યાખ્યાનનું સેવન કરે છે.
અભ્યાખ્યાનીને હિંસા - (હત્યા) ને દોષ પણ લાગે છે
અભ્યાખ્યાની પ્રાયઃ નિર્દયી, ક્રૂર નિષ્ફર વૃત્તિવાળા હોય છે. તેમની વેશ્યાઓ પણ પ્રાયઃ અશુભ હોય છે. માની લઈએ કે આવા મનુષ્ય કેઈના પર કલંક લગાડયું અને સામેની વ્યક્તિ જે વધારે સંવેદનશીલ સ્વભાવની હોય અને તે પોતાના પર આવેલા કલંકને સહન ન કરી શકે, તેને ધકકે લાગે, તેના દિલમાં ઊડી ચેટ પણ લાગે, તેને એ ભય પણ રહે કે હવે મારા માટે આ દુનિયામાં રહેવું મુશ્કેલ છે અને આવા વિચાર કરીને કદાચ તે આત્મહત્યા પણ કરી લે તે તેનું પાપ કેને લાગે? કઈ હદયનું દિલનું નરમ હોય તે લેકે અભ્યાખ્યાનીના ભાગ બની જાય છે અને જીવનને અંત પણ લાવી દે છે. પંચેન્દ્રિયની હત્યાનું પાપ અભ્યાખ્યાનીને લાગે છે. તે નિમિત્ત કારણ બને છે. આપણે જ્યારે બીજાને નિમિત્ત આપીએ છીએ તે તેનું પાપ આપણને લાગે છે. કેઈ આપણું નિમિત્ત લે છે. તે એમાં આપણું કર્તુત્વ નહીં હોવાના કારણે પાપ નથી લાગતું. છતાં પણ ‘ઉત્તમ આત્માને એનું દુઃખ જરૂર હોવું જોઈએ. આ નિમિત્તતા આપવાથી જે અશુભ કર્મ બંધાય છે તેના ફળસ્વરૂપે જીવને નરક આદિ દુર્ગતિમાં જવું પડે છે. આથી કોઈના પર પણ આરોપ ચડાવી કલંક લગાડવું એ ઘેર પાપ છે. આના ભૂગર્ભમાં જોઈએ તે બીજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org