________________
૬૭૭
તે સારી કરી જ નહીંને? આવા તે ઘણા ઓચ્છવ મહોચ્છવ થાય છે અને પેલાએ ઉપધાન કરાવ્યા લાખ રૂપિયા ખર્ચીને ઉપધાન કરાવ્યા છે છતાં પણ બોલવાવાળા એવા ઘણું છો બેલશો કે ઠીક ! શું ઉપધાન કરાવ્યાં છે? તેમાં શું કર્યું? શું મોટી વાત છે? આવા ઉપધાન થાય છે? સુરતની ધરી તે બનાવીને બધાને ખવડાવી નહીં. મેવા-મીઠાઈમાં તે કંજૂસાઈ કરી. તેમને પૈસા બચાવવા હતા. અને ન જાણે કે શું શું બોલે છે? કેવું કેવું બેલે છે? જાતજાતની ભાતભાતની વાત કરે છે. જ્યારે કરાવવા વાળાએ તે પોતાની શક્તિથી વધારે પૈસા ખર્ચા છે અને લાભ પણ ઘણે લીધે છે ઘણા લો મુકત કંઠે પ્રશંસા પણ કરે છે છતાં ઘણા લોકો એવા પણ હોય છે કે જેઓને ક્યારેય સંતોષ જ નથી થતો અસંતુષ્ટ લોકો કયાં તે નિંદા કરશે અથવા અભ્યાખ્યાન વૃત્તિથી કલંક લગાવશે. સાપના ડંખની જેમ આને પણ દોષારોપણ, આરોપ અથવા આક્ષેપને સ્વભાવ પડી જાય છે. તેથી અભ્યાખ્યાની શિષ્ટ–પુરૂષ અથવા સજજન બની શકતી નથી. સમાજનું ભૂષણ બની શકતા નથી. ગુણાનુવાદની સભા
કેઈ મહાન વ્યક્તિના મૃત્યુ પછી ગુણાનુવાદની એક સામાન્ય સભા રાખવામાં આવે છે. જેમાં ઘણા લોકો જેનું મૃત્યુ થયું છે તેના સંબંધમાં ભાષણ કરે છે. તે સમયે કેટલાક લોકે વધારે પડતી ખુશામત અથવા અત્યંત પ્રશંસા પણ કરે છે, કેમ કે જે તે વ્યકિત તેમની અભીષ્ટ ઈષ્ટ હોય તે અતિશકિત અલંકારથી તેની પ્રશંસા કરે છે. જાણે કે તે સર્વશ્રેષ્ઠ ન હોય એવા પ્રશંસના પુષ્પ પાથરે છે. એક સારા વિદ્વાને કેઈના સંબંધમાં કહ્યું કે અરે! તે કેવું મૃત્યુ પામી. ગયા? તેમને તે મોક્ષ થઈ ગયે. તે તે અજર-અમર થઈ ગયા. તેમની આવી પ્રશંસાના કારણે સામાન્ય લોકો આકર્ષિત થઈ જાય છે. સભાની પૂર્ણાહુતિ પછી જ્યારે ઘરે પાછા ફરે છે ત્યારે રસ્તામાં. ચાર–છ માણસોએ વાત કરતાં કહ્યું કે મરવાવાળો મહામૂર્ખ હતું, લુચ્ચે હતે, આ હતું તે હતા વગેરે આ રીતે આખી દુનિયાની વાતે કરતે રહ્યો. આરોપાત્મક આક્રોશ જોઈને કોઈ સજને કહ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org