________________
૬૭૫
હતા અને આશું થઈ ગયું? નિદ્રાના આશીર્વાદ આપે કેવી રીતે આપી દીધા? પરંતુ શંકરજીએ કહ્યું તેં જે માંગ્યું હતું તે જ તને આપ્યું છે. તે નિદ્રલોક માંગ્યો હતે. મેં તે તારા વરદાન પ્રમાણે તથાસ્તુ કહીને તને આપી દીધો. હવે તે કંઈ જ ન થઈ શકે. અને કુંભકર્ણ નિદ્રાધીન જ રહ્યો. શ્રી જિનાગમની સ્તુતિ
कलंक निर्मुक्तममुक्तपूर्णतं, कुतर्क राहु ग्रसन सदोदयम् । अपूर्वचन्द्र जिनच द्रे भाषितं, दिनागमे नौमि बुधैर्नमस्कृतम् ॥
જે કલંકથી રહિત છે. જિનાગ પર કઈ કલંક નથી. અને જે પરિપૂર્ણ સંપૂર્ણ છે. કુતક રૂપી રાહુને ગ્રસી લે છે. સદા ઉદયશીલ છે એવા જિનેશ્વર ભગવંતેથી સંભળાવાયેલા જીનવાણીથી રચાયેલા અને પંડિત જેને નમસ્કાર કરે છે એવા આગમરૂપી અપૂર્વચંદ્રની પ્રાતઃકાળમાં હું સ્તુતિ કરૂં છું. વિષમકાળમાં ભવ્યજીને તરવા માટે બે જ વસ્તુનો આધાર છે “વિષમકાળ જનબિંબ જીનાગમ ભાવયણકું આધારા” પ્રરતુત શ્લોકમાં જીનેશ્વર દ્વારા અર્થથી નિરૂપણ કરાયેલા છનામે કેટલા નિષ્કલંક છે. કલંક રહિત છે તે બતાવાયું છે. એના આલંબનથી આપણે પણ આપણું જીવન નિષ્કલંક બનાવવા પ્રયત્ન કરીએ અને એના અનુભાવે આપણે એટલા પુણ્યશાળી બનીએ કે પછી અભ્યાખ્યાની આપણા ઉપર દેષારોપણ કરે અથવા કલંક પણ લગાવે તે ય ચીકણા ઘડા ઉપર પાણીની જેમ તે સ્થિર નહી રહે, પડી જશે અને આપણે હંમેશ નિષ્કલંક જ રહીએ. સાધુ-સાધ્વીએમાં પણ અલ્યાખ્યાન વૃત્તિ
આ પાપ એટલું ભયંકર છે કે સંસારના ત્યાગી વૈરાગી સાધુ સાવીજીઓમાં પણ અભ્યાખ્યાનની વૃત્તિ ભરેલી પડી છે. એવું દેખાય છે. આ કેટલી વિપરીત વાત છે? હા, વાત તે સાચી જ છે કે સાધુ સાધ્વીઓ પણ સંસાર છોડીને સાધુ બન્યા છે. પરંતુ સર્વથા પાપ કયાં છૂટયું છે? મનુષ્ય સ્વભાવની વૃત્તિનું પાપ તે પડેલું જ છે. જો કે પાપ ન કરવાની પ્રતિજ્ઞા કરી છે, મહાવ્રત ઉચ્ચર્યા છે. પરંતુ માત્ર પ્રથમ પ્રાણાતિપાત વગેરે મુખ્ય પાંચ પાપ ન કરવાની પ્રતિજ્ઞા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org