________________
તેવી રીતે જે તત્વ નથી તેના પર તત્વનું આરોપણ કરવું એ અભ્યાખ્યાન છે. જેવી રીતે જીવ નથી તેના પર (જડ પર) જીવને આરોપ કરો અને તેનાથી ઊહું અજીવ પર જીવને આરોપ કરીને તે વ્યવહાર કરવો. આ અભ્યાખ્યાનની વૃત્તિથી લેકે સાચા તત્વજ્ઞાનને, સાચા દર્શનને પણ બગાડીને વિપરીત સ્વરૂપવાળા બનાવી દે છે અને જૂઠા દંભને પણ ધર્મ બનાવી દે છે. આથી આ પણ મૃષાવાદ, જ છે. જૂઠું જ છે. જે ધર્મ નથી તેના પર ધર્મનું આરોપણ કરીને તેને માન, જાણ વગેરે પ્રવૃત્તિ કરવી એ અભ્યાખ્યાનનું પાપ જ થયું. તત્વજ્ઞાનના ક્ષેત્રમાં પણ આવા કેટલાક લેકે અસતમાં સતનું અને સત્ નું અસમાં આરોપણ કરીને વ્યવહાર કરે છે. વાયુભૂતિ. ગૌતમને જે શંકા હતી તેમાં તેણે શરીરમાં જ આત્માને આરેપ કર્યો હતે. હા, આત્મા છે એમ માનું છું પણ શરીર જ આત્મા છે. શરીરથી આત્મા ભિન્ન નથી. નાસ્તિક મતમાં દેહાત્મવાદી છે. દેહને જ આત્મા માનવાને પક્ષ એ અભ્યાખ્યાનની મિથ્યાવૃત્તિનું પાપસ્થાન કહેવાય છે. આથી આ પાપ વ્યવહાર કરવાવાળા જ કર્મ બાંધીને સંસાર, વધારતા જ રહે છે. મહાપુરૂષ પર મહા આરેપ
અભ્યાખ્યાની પાપની વૃત્તિવાળા જ મહાપુરૂષને પણ છેડતા. નથી. તેઓ પર પણ જુદ-જુદે આરોપ કરે છે. આરોપણ કરીને બેલે છે. દા.ત. જોઈએ-ભગવાન મહાવીર પર પણ જૂકા આરોપ અપાયા હતા. ગોશાલક તે જાણે એમનો શિષ્ય હતો, તે પણ એટલી હદ સુધીને અભ્યાખ્યાની હતું કે તેણે પ્રભુ મહાવીરના વિષયમાં એવું કહ્યું કે, તેઓ જિનેશ્વર ભગવંત નથી. જિનેશ્વર ભગવંત તે હું છું. તે પિતાની જાતને ભગવાન કહેવા લાગ્યા પણ સ્વયં તે કંઈ જ ન હતું. પંખાલિપુત્ર ગૌશાલક હતા અને પ્રભુ મહાવીર ભગવાન હોવા છતાં પણ તેઓ ભગવાન નથી એ આરોપ કર્યો અને ચારે બાજુ પ્રચાર કરવા. લાગ્યા.
તેવી રીતે ભગવાન મહાવીર પછી તેમને માનવાવાળા તેમના ભક્તોએ પણ અભ્યાખ્યાની વૃત્તિથી ભગવાન ઉપર એવા-એવા આરોપ કર્યા કે જેથી ભગવાનનું સ્વરૂપ જ ચિત્ર-વિચિત્ર થઈ ગયું. એક પક્ષ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org