________________
૬૪૫ ઓગળી જાય. જગતને સુધારવું મુશ્કેલ છે, પરાધીન છે, જાતને સુધારવી સ્વાધીન છે સરળ છે એટલે અંતર્મુખ વૃત્તિથી Introspection થી જે આપણી વૃત્તિ અને પ્રવૃત્તિનું નિરીક્ષણ કરવામાં આવે તે આ પરિસ્થિતિ સુધરી જાય.
(૪) તમારી ચેથી ભૂલમાં તમે નોંધ લેજે કે તમારા સાક્ષીભાવને અભાવ એ તમારા દુ:ખનું કારણ છે. સાક્ષી ભાવ એટલે મોહનીય કર્મની અસર રહિત અવસ્થા. તમને યશની ઈચ્છા છે એ જ વાત તમને અપયશ વેળાએ દુઃખી કરે છે. માનની ઈચ્છા અભિમાનીપણું એ આત્માની વિકૃતિ છે. એના કારણે જીવ દુઃખી થાય છે. જીવ જે નિષ્કામ, અનાસક્ત કર્મ કરે તે દુઃખી ન થાય. ગીતામાં પણ આ વાત કહી છે, વર્મવેર એપિછાતે મા જેવુ કર્તવ્ય કરતાં રહેવું એ જ આપણી મંજીલ છે ફળની ઈચ્છા એ જ શલ્ય છે. અસંગગમાં આવેલા જીવને કલહનું કઈ પ્રયજન જ નથી. બીજા છ પ્રત્યે ફરજથી રહેવું પણ મમવથી નહીં. ઘરમાં સૌની સાથે રહેવા છતાં સૌથી અળગા રહેતાં શીખીએ તે બીજા બધા પાપોથી સહજ રીતે બચી શકાય છે. જ્યારે આપણે ઘરમાં ફરજથી જીવીએ છીએ ત્યારે બીજા પાસેથી વળતરની ઈચ્છા રહેતી નથી અને મમત્વથી જીવીએ છીએ ત્યારે વળતરની ઈચ્છા ઉભી રહે છે. અને સામેથી આપણને પ્રતિભાવ નથી મળતું ત્યારે જીવ દુઃખી થઈ જાય છે. કળતર ઉભી થાય છે અને મહરાજાનું રૌન્ય બળતણનું કામ કરે છે. આવી પરિસ્થિતિમાં આત્માએ મહારાજાની મૈત્રી તેડી ધર્મરાજાની મૈત્રી કરવી જોઈએ. એટલે કે મોહરાજાની દોરવણી હેઠળ ન ચાલતા શાસ્ત્રોક્ત સલાહને જીવનમાં પ્રાધાન્ય આપવું જોઈએ. ટૂંકમાં એમ કહી શકાય કે ઇંગી મત્સ્યની જેમ જીવવું જોઈએ. શૃંગી એ મસ્યની જાતિવિશેષ છે. તેમની વિલક્ષણતા એ છે કે ખારા સમુદ્રમાં રહીને પણ મીઠા પાણીથી જીવે છે. શી રીતે શક્ય બને? નઢીઓ જ્યારે સમુદ્રમાં મળે છે અને પિતાના મીઠા પાણી જ્યાં સુધી ખારે બનતા નથી ને સંગમસ્થાનમાં આ માછલાઓ જીવે છે. બસ તેવી જ રીતે આપણે પણ દુનિયાની કડવાશ રૂપી ખારા પેટમાં રહેવા છતાં પણ જે પ્રભુની આજ્ઞારૂપી મીઠા પાણીના જે સંગમસ્થાને છે તેમાં રહીએ તે આ બધું દૂર થઈ શકે છે. ટૂંકમાં આપણા માં રહેલી મોહ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org