________________
૬૩૭
વૃત્તિઓ વધારે રહે છે. આધ્યાન ચિંતા કરાવે છે અને રૌદ્રધ્યાન હિંસા કરાવે છે. ઝઘડે જ્યારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે ત્યારે મારવાની વાત પર પ્રાયઃ લેકે પહોંચી જાય છે. મારવું, જાનથી ખતમ કર, ખૂન કરવું, બાળી નાંખવે એ બધી કલહની અંતિમ અવસ્થા છે. જે કલહ શાંત ન થાય તે અંતિમ અવસ્થામાં ખેંચાઈ જાય છે. પછી રૌદ્રધ્યાન પોતાનું સ્વરૂપ દેખાડે છે. હિંસા કરાવે છે. આત્માને કષાય, અશુભ લેશ્યા અને આર્ત-રૌદ્રના અશુભ ધ્યાન (અધ્યવસાય) માં અશુભ પાપ કર્મને જ બંધ થાય છે, તેથી કલહ એ અવશ્ય પાપ છે. તેથી જ્ઞાની ગીતાર્થોએ આને પાપસ્થાનક કહ્યું છે. આ પાપસ્થાનક નથી એમ કઈ કહી શકતું નથી.
અગ્નિની જેમ કલહ કેટલે પ્રજ્વલિત હેાય છે? જેવી રીતે અગ્નિને આગળ જેટલા બાળવા યોગ્ય પદાર્થ મળે છે તેને લઈને : અગ્નિ કંઈક ગણે આગળ વધે છે અને પ્રજવલિત થતો જ જાય છે.
તેવી રીતે કલહનું પણ એવું જ છે. એકની સાથે થયેલા ઝઘડામાં - વચ્ચે કોઈ બીજું-ત્રીજુ આવે તે તેની સાથે પણ ઝઘડી પડે છે અને - વારંવાર પોતાના ભાઈ, બહેન, માતા, પિતા, પત્ની વગેરેને પક્ષ | લઈને કલહના મેદાનમાં કૂદી જ પડે છે કે પોતાના પિતાની વાત જુઠ્ઠી
પણ હોય તે પણ પુત્ર પિતાને જ પક્ષ લેશે અને પિતાની બદલે - તે બેલશે, રાડ પાડશે, બુદ્ધિ દેડાવશે અને હું બેલીને પણ
પિતાની વાતને જ સાચી ઠરાવશે એટલું જ નહીં, સગા-સંબંધીની જેમ - આ કલહ જાતિવાદ પર પણ થવા લાગશે. એક ગલીમાંથી ભસતા
કુતરાના પક્ષમાં જેવી રીતે બીજા કુતરાઓ દોડતા-દેડતા આવે છે તેવી રીતે એક પરિવાર અથવા જાતિના વ્યક્તિના માટે તેના પરિવાર તથા જાતિના લેકે પણ તેના પક્ષમાં આવીને બેસી જાય છે. પરંતુ આ સંબંધને સ્વાર્થ વ્યક્તિને આંધળો બનાવી દે છે તેને સત્ય દેખાતુંસમજાતું નથી. તેથી કલહ કરનાર-ઝઘડાળું વારંવાર અસત્ય (જૂઠ)ને પણ આશરે લે છે અને બીજા અન્ય પાપસ્થાનકેને પણ આશરો લે છે તેથી એકીસાથે કેટલા સામુહિક પાપકર્મ કરશે? કેટલા કર્મો બાંધશે? કલહશીલ કેટલા પાપકર્મોથી ભારે બને છે એ તે જેતે જ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org