________________
૬૩૬
કૃષ્ણ અને પાંડવ દ્રૌપદીને લઈને પોતાના ક્ષેત્રમાં પાછા ફર્યા. આ રીતે નારદજીએ કપટવૃત્તિથી બન્નેને લડાવ્યા. દ્રૌપદીનું અપહરણ પણ પોતે જ કરાવ્યું હતું અને પિતે જ આ રહસ્ય શ્રીકૃષ્ણ અને પાંડવ સામે પ્રગટ કર્યું યુદ્ધ પણ કરાવ્યું અને આ રીતે પિતાની ઈચ્છા પૂરી કરી. આજે પણ નારદવૃત્તિવાળા આવા સેંકડે લેકે સંસારમાં છે જે નારદવૃત્તિ રાખે છે અને આ જ વૃત્તિથી જીવે છે બે જણાને લડાવવાઝઘડાવવાનું કામ કરે છે. ચેરને કહે ચોરી કરજે, પિલિસને કહેપકડવા માટે સાવધાન રહેજે અને શાહુકારને કહે તમે જાગતા રહેજે. નિરર્થક આવું કપટવૃત્તિનું નાટક કરવામાં આવા છોને શું મજા આવતી હશે? એ તે પ્રભુ જ જાણે. તેથી નારદવૃત્તિવાળા કલહ કરવામાં અને કરાવવામાં અને પ્રકારનું પાપકર્મ ઉપાર્જન કરે છે. કલહ પોતાને તે બાળે જ છે પરંતુ સાથે-સાથે બીજાને પણ બાળે છે. આને અગ્નિ જેવા કહેતાં કહ્યું છે કે
स्तोकोऽप्यग्निर्दहत्यव काष्ठादिप्रभूत घनम् । क्लेशलेशोऽत्र तद्वच्च वृद्धितस्तनुदाहकः ।।
નાની પણ અગ્નિની ચિનગારી ઘણા લાકડાઓને બાળે છે. તેવી રીતે અહીં થડે પણ કલેશ વધતા-વધતા તે કલહ આપણને અને બીજાને પણ બાળે છે. કલહને દાહક કહ્યો છે. કલહની અગ્નિ અંદર અંદરથી પિતાનું દિલ બાળે છે, લેાહી બળી જાય છે. ઘણાની ફરીયાદ હોય છે કે મારું બધું લેહી બળી ગયું, નૂર ઉડી ગયું અને શરીરથી પણ તે કુશ-દુર્બલ થતો જાય છે. કલહને પાપસ્થાનક શા માટે કહ્યું?–
આશા છે કે આટલા વિસ્તારથી વિવેચન કર્યા પછી તમે સારી રીતે સમજી ગયા હશે કે કલહને પાપસ્થાનક શા માટે કહ્યું છે? એક વાત તો નિશ્ચિત છે કે કલહની વૃત્તિમાં જીવ કેઈ પુણ્ય ઉપાર્જન કરી શકતો નથી. તેમ જ કલહમાં આત્મગુણેને વિકાસ થઈ શકતે નથી. તેમાં આત્માને કોઈ જ લાભ નથી. ઉપરથી કલહ કરવામાં, કરા વવામાં કષાયોનો આશ્રય લેવો પડે છે. વેશ્યાઓ અશુભ બને છે. અધ્યવસાયેની ધારા મલિન થાય છે. આધ્યાન અને રૌદ્રધ્યાનને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org