________________
લેશ્યાવાળા કહેશે–નિદેને છોડી દે અને જે સામનો કરે છે તેની સાથે માત્ર લડો. એટલામાં સૌથી વધારે શુદ્ધ છઠ્ઠી લેશ્યાવાળા કહે છે–ભાઈ! hઈને ન મારો. પ્રેમથી બેસીને સમજણ કરી લો. તમને દેખાશે કે એ લેશ્યામાં પહેલા કરતા બીજી.બીજાથી આગળ ત્રીજી એ રીતે આગળ ક્રમશઃ શુદ્ધ-શુદ્ધતર થતી જાય છે. જ્યારે છઠ્ઠા કરતાં પાંચમી વધારે અશુદ્ધ છે. પાંચમા કરતાં ચેથી વધારે અશુદ્ધ છે. એ રીતે ક્રમશઃ પહેલી તે સૌથી વધારે ખરાબ છે.
આ છ વેશ્યાઓ કલહ વગેરે સર્વત્ર સર્વ ક્ષેત્રોમાં વિચારધારાની શુદ્ધિ-અશુદ્ધિમાં કામ કરે છે. જેવી વેશ્યા તે કલહ હોય છે. આ છ લશ્યાની સાથે ચાર કષાય ક્રોધ-માન-માયા-લોભ અને બે મુખ્ય રાગ-દ્વેષ તથા આર્ત-રૌદ્ર ધ્યાનની અશુભતાના કારણે કલહમાં ન્યૂનાધિકતા, તીવ્ર–મંદતા રહે છે.
મીઠે ઝઘડે–
જેવી રીતે કવીનાઈનની કડવી ગાળી ઉપર સાકરનું પડ ચઢાવવામાં આવે છે અથવા લીમડાના પાંદડાના કડવા રસમાં ગેળ અથવા સાકર મેળવીને પીવડાવવામાં આવે તો તે મીઠે લાગે છે તેવી જ રીતે ક્યારેક-કયારેક તમે પણ જોયું હશે કે જેમાં શ્રેષની માત્રા નથી એ રાગને કલહ મીઠે ઝઘડો કહેવાય છે. પતિ-પત્નીની વચ્ચે મીઠે ઝઘડે પણ હોય છે. બે ભાઈઓની વચ્ચે નાનપણમાં કપડાં, પતંગ અથવા પીપરમીટને માટે નાને સામાન્ય ઝઘડે થાય છે તે મીઠે ઝગડો હોય છે. પાંચ-દસ મિનિટ માટે લડશે–મારામારી–ફાઈટીંગ પણ કરશે. પરંતુ કોઈ ઉગ્ર રૂપ નહી લે. માતા પુત્રની વયમાં પણ કયારેક-કયારેક મીઠે ઝઘડો થાય છે. તેમાં રાગ-પ્રેમની માત્રા વધારે હોય છે. તેથી થોડાક શાંત ઝઘડામાં પણ મામલો ઉકેલાઈ જાય છે. જો કે આ રાગને મીઠે ઝઘડે હંમેશા થાય તે શકય છે કે એક દિવસ તે ઉગ્ર રૂપ પણ લઈ શકે છે. એમાં બાજી બગડી શકે છે. ઝઘડાનું રૂ૫ શરૂઆતમાં તે નાનું જ હોય છે. પરંતુ તેને રબરની જેમ ખેંચીને મોટું બનાવવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org