________________
૬૨૭
કલહશીલ ઝઘડાળુ સ્વભાવ–
"नित्ये कलहे होये कोहणशील, भंडनशील, विवादनशील" । હંમેશા નાના-નાના ઝઘડા કરતા-કરતા મનુષ્યને સ્વભાવ કલહશીલ બની જાય છે, અને તે કલકપ્રિય બનતું જાય છે. અહીં ઉપાધ્યાયજી મહારાજે ત્રણ શબ્દોને પ્રવેશ કર્યો છે. કેહણશીલ ફાધવાળા કાધી, લંડનશીલ-ભાંડવાવાળા, ઝઘડાળુ અને ત્રીજુ વિવાદનશીલ અર્થાત્ વાદ-વિવાદપ્રિય મનુષ્ય ઉદાહરણ આપતા કહે છે-“કાંટે કાંટે થાય વાડ, બેચે–ત્યે વાધે રાડ” જેવી રીતે કાંટાની પર કાંટે નાખતા જઈએ તો કાંટાની વાડ બની જાય છે તેવી રીતે શબ્દ પછી શબ્દ બેલતા જ જઈએ તે એક શબ્દની સામે બે શબ્દ, અને બે શબ્દોની સામે ચાર શબ્દ, બે ગાળની સામે ચાર ગાળ-આ રીતે આપતા જ જાય તો શબ્દ-શબ્દને કલહ વધી જાય છે. ઝઘડે વધી જાય છે. પછીથી તે રવભાવ જ તે બની જાય છે. પછી ગાળ-બાળની ભાષા સહજ બની જાય છે. પ્રસંગ એ છે કે-એક મીયાભાઈ પિતાના પુત્રની સાથે જઈ રહ્યા હતા. એટલામાં કોઈ મુસાફરે પૂછ્યું–કેમ મીયા સાહેબ ! આ તમારે પુત્ર છે? શું મારે નથી તે તારા બાપને છે? મુસાફરે કહ્યું ઘણું સારું. અલા-ખુદા તેને સારી રાખે. મીયા સાહેબે ઉત્તર આપે તો શું તારૂં ચાલે તે મારી નાંખે? આ રીતે ઝઘડાળુ સ્વભાવ જ એવું બની જાય છે કે પછી તે વાત વાતમાં ભાષા એટલી વક, હલ્કી–ખરાબ અને ઝઘડાના રૂપમાં બોલતા હોય એવું લાગે છે. આવા ઝઘડાળુ લેકે વીંછી અથવા સાપની જેવા ગણાય છે. તે કહે છે કે ભાઈ ! આ સૂતેલા સાપને ના જગાડશે આ વીંછીને ના સતાવશે. ચૂપચાપ શાંતિથી નીકળી જવા દો. નહીંતર નિરર્થક ડંખશે. આવા સાપને દૂધ પીવડાવવું એ પણ જેવી રીતે વિષને વધારવા જેવું છે તેવું જ કલહશીલ ઝઘડાળુને પણ મીઠા ઠંડા સારા શબ્દોથી બોલાવવામાં, સ બેધન કરાવવામાં પણ કયારેક-ક્યારેક સૂતેલા સાપને જગાડવા જેવી વાત છે. તેથી આવા માણસેથી દૂર રહેવું એ જ હિતાવહ છે. વાવદૂક-બડબડ કરવાવાળે–
અત્યંત વધારે બેલવાની ટેવવાળા-વાવદૂક કહેવાય છે. બેલતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org