________________
પ૭ર
ની ઠેસ વાગી, પગના અંગૂઠાને નખ ઉખડી ગયે, લોહી નીકળ્યું, વેદના ખૂબ થઈ. આવી સ્થિતિમાં તમે પત્થર ઉપર ગુસ્સો કરશો? શું પત્થરને દોષ છે? પત્થર તે જડ છે. ભૂલ તમારી છે. તમે બરાબર ધ્યાન રાખીને ચાલતા ન હતા. તમે ડાબીબાજુ-જમણી બાજુ આમતેમ જોઈને ચાલતા હશે, આથી તમને ચેટ લાગી. આવા સમયે દ્વેષીને એક વિચાર શ્રેષને એ પણ આવવાની શકયતા છે કે ...અરે! આ પત્થર તે મારા પડોશીએ જાણીને–સમજીને અહીંયા મૂક હશે. વિચારે, આવા દૈષના વિચાર આવવા લાગ્યા. ભૂલ પોતાની અને તે પણ ફેગટ પડેશી તરફ દ્વેષનો આ વ્યવહાર રહેતા હોય છે. આથી જલ્દીથી શ્રેષના વિચાર આવવાના સરળ થઈ ગયા. આ ખોટું છે. આવા ઠેષના વિચારોમાં કેટલીકવાર કલેશકજિયે થવાની શક્યતા વધારે રહે છે. રાગમાં પણ દ્વેષની માત્રા છૂપાયેલી રહે છે –
એકના તરફ રાગની તીવ્રતામાં બીજા તરફ પ્રેષની પણ છૂપાયેલ હોવાની શકયતા રહે છે. એક કુટુંબમાં પણ ભાઈ ઉપર પ્રેમ છે તો બહેન ઉપર અભાવ પણ છે. આ રીતે ઘણી જગ્યાએ રાગની સાથે દ્વેષની માત્રા ભરેલી હોય છે. ત્રણ પ્રકારના મુખ્ય રાગ બતાવ્યા છે.
कामरागस्नेहरागावीपत्कर निवारणौ । दृष्टि रागस्तु पापीयान् दुरुच्छेदः सतामपि ।
વીતરાગ તેત્રમાં (૧) કામ રાગ, (૨) નેહ રાગ અને (૩) દષ્ટિ રાગ બતાવ્યા છે. પત્નીને સંબંધમાં વિષય-વાસનાને રાગ એ કામ રાગ છે અને પુત્ર-પુત્રી–કુટુંબ પરિવાર ઉપર સનેહ રાગ છે. જ્ઞાની ભગવંતે કહે છે કે કામરાગ અને નેહરાગને છેડે અથવા તેનાથી છૂટવું સહેલું છે. કંઈક સારા-સારા ધનાઢય સંપન્ન શ્રીમંત પણ કામરાગ અને નેહરાગને છોડીને ચારિત્રને ગ્રહણ કરે છે. પરંતુ સાધુ સજજન સંત મહાત્માને પણ અત્યંત ભયંકર પાપકારી દૃષ્ટિરાગ છોડે ઘણે મુશ્કેલ છે. કુપ્રવચનમાં આસક્તિ, જેમાં વિપરીતરૂપથી સિદ્ધાંતનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તેમાં પણ રૂચિ થવી અથવા જે સ્વયં ગુણવાન નથી અને જે વિપરીત સિદ્ધાંતનું પ્રતિપાદન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org