________________
પ૭૧ રાગ અને દ્વેષમાં થોડો ભેદ છે
અનંત બ્રહ્માંડમાં માત્ર બે જ દ્રવ્ય મૂળ છે. એક જડ અને બીજુ ચેતન. મકાન, ગાડી, હીરા, સેનું-ચાંદી, વસ્ત્ર–પાત્ર વગેરે અનેક જડ પદાર્થો છે. સગા-સંબંધી, મિત્ર-પુત્ર-પત્ની વગેરે ચેતન જીવે છે. રાગના વિષયે આ બંને એટલે કે જડ અને ચેતન છે. જડ ઉપર પણ ઘણે રાગ છે અને ચેતન ઉપર પણ ઘણે રાગ છે. એ છે કે વધારે રાગ એ તે જીવની વૃત્તિ પર છે. કયારેક જડથી વધારે ચેતન ઉપર છે, તો કયારેક ચેતન–પુત્ર-પત્નીથી પણ વધારે જડ ઉપર રાગ છે. જુદા જુદા જીમાં જુદી-જુદી રાગની પ્રવૃત્તિ જોવા મળે છે. પરંતુ જડ તરફનો રાગ પણ ઓછો નથી. સંસારમાં એવું પણ જોઈએ છીએ કે માતાને પુત્ર ઉપર ઘણે વધારે રાગ છે એમાં કઈ શંકા નથી. પરંતુ ચાર પુત્રોમાં પણ જે વધારે કમાય છે તેના ઉપર વધારે રાગ છે અને જે કમાતો નથી તે પુત્ર ઉપર રાગ ઓછો પણ છે. ધન-પૈસા ઉપર વધારે દેખાય છે. દહેજમાં ન લાવવાના કારણે અથવા દહેજમાં એાછું લાવવાના કારણે અથવા અપેક્ષિત ન મળવાના કારણે ઘણીવાર નવવિવાહિત સ્ત્રીઓની હત્યા, સાસરા પક્ષની તરફથી કેરોસીન, તેલ નાંખીને આગ લગાવીને મારી નાંખવી અથવા ગળું દબાવીને મારી નાંખવી અથવા ખૂન કરીને મારી નાંખવી અથવા અન્ય પ્રકારે મારી નાંખવી. આ રીતે મારી નાંખવાની વૃત્તિમાં શ્રેષની માત્રા કેટલી વધતી હશે? રાગથી પણ વધારે દ્વેષની માત્રા વધતી દેખાય છે.
ષ કરતાં રાગ બમણું છે. કેમ કે રાગ તે જડ-ચેતન બને પર થાય છે જ્યારે શ્રેષ તો માત્ર ચેતન પર જ થાય છે. જડ ઉપર કેઈનેય દ્વિષ નથી થતું. જડ ઉપર કે દ્વેષ કરે છે? જડ ઉપર દ્વેષ કરતાં તમે કેઈને જોયા છે? શકાય જ નથી કેમ કે જડ ઉપર દ્વેષ કરવાથી ફાયદો શું ? કેનું બગડશે? માની લો કે તમે વચલા થાંભલા ઉપર દ્વેષ કચે, શું પરિણામ આવશે ? થાંભલાને મારવા જશે તે હાથ તમારે દુખશે, મારે તમને લાગશે. તે તે જડ જ છે. આથી જડ ઉપર દ્વેષ નથી કરાતો, ચેતન ઉપર જ ઠેષ કરાય છે. જડને કર્તા ચેતન, જડને નિર્માતા માલિક ઉપર દ્વેષ કરે છે. દાખલા તરીકે માની લે કે તમે ઘેરથી બહાર નીકળ્યા, નીકળતાં ધ્યાન ન રહ્યું અને પત્થર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org